પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સપ્ટેમ્બર ૨૦૨૧ - ગોચર ગ્રહોનું ફળ

છબી
Pixabay શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ : સપ્ટેમ્બર ૬ , ૨૦૨૧થી ઓક્ટોબર ૨ , ૨૦૨૧ સુધી સપ્ટેમ્બર ૬ , ૨૦૨૧ના રોજ રાત્રિના ૦૦.૫૧ કલાકે શુક્ર મહારાજ સ્વરાશિ તુલામાં પ્રવેશ કરશે. તુલા રાશિના સ્વામીનું પોતાની રાશિમાંથી ભ્રમણ થવું એ એક શુભ ઘટના કહી શકાય. શુક્ર બળવાન બનશે અને તુલા રાશિ પણ શુભ ફળ આપવાં માટે શક્તિમાન બનશે. વ્યક્તિગત કુંડળીમાં તુલા રાશિ જે ભાવમાં પડતી હશે તે ભાવ સંબંધિત બાબતો અને ક્ષેત્રોમાં પ્રગતિ થઈ શકે છે. શુક્રના શરૂઆતનાં ભ્રમણના દિવસો દરમિયાન દરમિયાન એટલે કે સપ્ટેમ્બર ૬ થી સપ્ટેમ્બર ૧૪ સુધી તેનાં પર ગુરુની નવમ શુભ દ્રષ્ટિ રહેશે. આ શરૂઆતી દિવસો વિશેષ શુભ કહી શકાય. સપ્ટેમ્બર ૧૪ના રોજ ગુરુ મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરી જશે અને ત્યારબાદ ફક્ત શનિની દસમ દ્રષ્ટિ શુક્ર પર રહેશે. શુક્રના તુલા રાશિ ભ્રમણનું બાર જન્મરાશિઓ/જન્મલગ્નો પરત્વે ફળ મેષ: જીવનમાં સંબંધો અને લગ્ન મહત્વનાં બને. અંગત કે વ્યાવસાયિક કોઈપણ પ્રકારની ભાગીદારી માટે શુભ સમય કહી શકાય. આસપાસ રહેલાં લોકો તરફથી વધુ પ્રમાણમાં પ્રેમ , લાગણી અને સ્નેહ મળતાં હોવાની અનુભૂતિ થાય. વૃષભ: રોજબરોજનું કામકાજ વધુ આનંદપ્રદ અને સરળ બને. આરોગ્