પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2011 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

યોગકારક ગ્રહો અને રાજયોગ

યોગકારક ગ્રહો જ્યારે કોઈ ગ્રહ ત્રિકોણાધિપતિ હોવાની સાથે-સાથે કેન્દ્રાધિપતિ પણ હોય ત્યારે તે ગ્રહ જે-તે જન્મલગ્ન માટે યોગકારક ગ્રહ બને છે. યોગકારક ગ્રહ એ કુંડળીનો પરમ શુભફળદાયક ગ્રહ છે. તે જાતકને પ્રતિષ્ઠા, માન-સન્માન, આર્થિક સુખ-સમૃધ્ધિ, સફ્ળતા, ખ્યાતિ વગેરે અપાવે છે. તેના ફળનો આધાર કુંડળીમાં તેની સ્થિતિ, બળાબળ અને અન્ય ગ્રહો સાથેનાં સંબંધ પર રહેલો છે. વૃષભ અને તુલા લગ્ન માટે શનિ યોગકારક ગ્રહ છે. વૄષભ લગ્નમાં શનિ નવમ ત્રિકોણસ્થાનનો અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. તુલા લગ્નમાં શનિ ચતુર્થ કેન્દ્રસ્થાનનો અને પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. મકર અને કુંભ લગ્ન માટે શુક્ર યોગકારક ગ્રહ છે. મકર લગ્નમાં શુક્ર પંચમ ત્રિકોણસ્થાન અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. કુંભ લગ્નમાં શુક્ર ચતુર્થ કેન્દ્રસ્થાન અને નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. કર્ક અને સિંહ લગ્ન માટે મંગળ યોગકારક ગ્રહ છે. કર્ક લગ્નમાં મંગળ પંચમ ત્રિકોણસ્થાન અને દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. સિંહ લગ્નમાં મંગળ ચતુર્થ કેન્દ્રસ્થાન અને નવમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. અહીં જોઈ શકાય છે કે ફક્ત શનિ, શુક્ર અને મંગળ માટે જ યોગકારક ગ્રહ હોવુ