પોસ્ટ્સ

નવેમ્બર, 2010 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કારક

કારક એટલે સરળ ભાષામાં કહું તો કરનાર, ઘટાવનાર, બનાવનાર. આપણે ગ્રહો વિશેની લેખમાળામાં જોયું કે પ્રત્યેક ગ્રહ કોઈ ચોક્ક્સ વસ્તુ, બાબત કે વ્યક્તિ અંગેનો કારક ગ્રહ છે. દા.ત. શુક્ર એ લગ્નનો કારક છે અને મંગળ ભાઈનો કારક છે. આ તો થઈ ગ્રહોના કાયમી કારકત્વ અંગેની વાત. આ ઉપરાંત ગ્રહો ચોક્કસ બાબતો અંગેનાં કારક છે જે બાબતો તેમના રાશિના અંશના આધારે બદલાતી રહે છે. બદલાતાં રહેતાં કારકને ચર કારક અથવા જૈમિની કારક તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક રાશિ ૦ થી લઈને ૩૦ અંશ ધરાવે છે. ચર કારક ગ્રહો તેમની રાશિના અંશના આધારે નક્કી કરવામાં આવે છે. અહીં ગ્રહોની રાશિને ધ્યાનમાં લેવાતી નથી પરંતુ ફક્ત તેમનાં અંશના આધારે કારકત્વ નક્કી કરવામાં આવે છે. કુલ ૮ ચર કારક ગ્રહો હોય છે. ચર કારકમાં સૂર્યથી લઈને રાહુ સુધીના ૮ ગ્રહોનો સમાવેશ કરવામાં આવે છે. કેતુ મોક્ષનો કારક હોવાથી ચર કારકની ગણતરીમાં તેનો સમાવેશ કરવામાં આવતો નથી. ૧. કુંડળીમાં સૌથી વધુ અંશ ધરાવનાર ગ્રહ આત્મકારક કહેવાય છે. આત્મકારક બનનાર ગ્રહ જાતકના આત્માનો કારક હોય છે. ૨. ત્યાર બાદ ઉતરતાં ક્રમમાં આત્મકારક ગ્રહથી ઓછાં અંશ ધરાવનાર ગ્રહ અમાત્યકારક કહેવાય છે. અમાત્