ગણેશજી દ્વારા વાસ્તુ દોષનું નિવારણ
ભાદ્રપદ માસની શુક્લ પક્ષની ચતુર્થીએ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બર , 2019 ના રોજ મનાવવામાં આવશે. શ્રી ગણેશ વિઘ્ન વિનાયક છે. દરેક પ્રકારના વિઘ્નોને પળભરમાં દૂર કરી દે છે. ભારતભરમાં દરેક ઘરમાં દેવોના દેવ એવાં ભગવાન ગણેશજીની પૂજા-આરાધના કરવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરાયેલી ન હોય! ગણેશજીની નિયમિત પૂજા-આરાધના ઘર અને ઘરના સભ્યોને સુરક્ષા પ્રદાન કરે છે. ઘરમાં પ્રવર્તતી અશુભ શક્તિઓને નષ્ટ કરીને ઘરને ધન-ધાન્ય અને સુખથી પરિપૂર્ણ કરે છે. લોકોના ગણેશજી પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસનો પડઘો વાસ્તુમાં પણ પડે છે. ગણેશજીની પ્રતિમા અને પ્રતીક ચિહ્નો વાસ્તુ દોષ નિવારણમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પૂજા-આરાધના અને ઘરની સુખ-શાંતિ હેતુ ઉપરાંત વાસ્તુ દોષ નિવારણ અર્થે ગણેશજીને ઘરમાં સ્થાન આપવામાં આવે છે. અન્ય વાસ્તુ દોષ નિવારણ યંત્રો કરતાં ગણેશજીની વાસ્તુ દોષ નિવારણ યંત્રના રૂપમાં સ્થાપના નિશ્ચિતપણે વધુ લાભ આપે છે. આવો જાણીએ કે ગણેશજીની સ્થાપનાથી ક્યાં-ક્યાં લાભની પ્રાપ્તિ થાય છે. ...