પોસ્ટ્સ

જૂન, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

લઘુપારાશરી સિદ્ધાંત – 22 થી 42 સૂત્ર

લઘુપારાશરી ગ્રંથમાં ફળ જ્યોતિષ સંબંધી 42 સૂત્રો આપેલાં છે. આ અગાઉ આપણે 1 થી 21 સૂત્ર જોઈ ગયા છીએ. શેષ 22 થી 42 સૂત્રો કોઈ ટીકા કે મૂળ શ્લોક વગર નીચે મુજબ છે. 22. જો નવમેશ જ અષ્ટમેશ પણ હોય , તથા જો દસમેશ જ એકાદશેશ પણ હોય તો આ પ્રકારે નવમેશ અને દસમેશના સંબંધમાત્રથી જ રાજયોગનો લાભ પ્રાપ્ત થતો નથી. 23.   લગ્નથી અષ્ટમ અને તૃતીય (આઠમાંથી આઠમું) એ બંને આયુષ્યના સ્થાનો છે. આ બંને સ્થાનોનાં વ્યયસ્થાન (અર્થાત લગ્નથી સપ્તમ અને દ્વિતીય) એ મારક સ્થાનો કહેવાય છે. 24/25. દ્વિતીય અને સપ્તમ મારક સ્થાનોમાં દ્વિતીય સ્થાન એ સપ્તમ સ્થાન કરતાં વધુ બળવાન મારક સ્થાન છે. મારક સ્થાનમાં પાપગ્રહ હોય અને મારકેશથી યુક્ત હોય તો તેમની દશાઓમાં જાતકનું મૃત્યુ થાય છે. આ અસંભવ હોય (અર્થાત મારકસ્થાનમાં કોઈ પણ પાપગ્રહ ન હોય , તથા મારકેશની સાથે પણ કોઈ પાપગ્રહ ન હોય) ત્યારે લગ્નથી દ્વાદશાધીશ ગ્રહની દશામાં મારકેશની અંતર્દશામાં મરણ થાય છે. 26/27. કદાચિત ઉપરોક્ત મારકેશોના (અર્થાત મારકસ્થાનમાં સ્થિત પાપગ્રહ , મારકેશ અને દ્વાદશેશ) દશા સમયમાં મૃત્યુ ન થાય તો   વ્યયેશ સાથે સંબંધિત શુભગ્રહોની દશામાં અને કદાચિત

લઘુપારાશરી સિદ્ધાંત – 1 થી 21 સૂત્ર

લઘુપારાશરી સંસ્કૃત શ્લોકોથી સમાવિષ્ટ લઘુ ગ્રંથ છે. મહર્ષિ પરાશર રચિત ‘ બૃહત પરાશર હોરા શાસ્ત્ર ’ ને વિસ્તૃત રીતે સમજીને , તેમાંથી સાર ગ્રહણ કરીને તેમનાં શિષ્યએ ‘ ઉડુદાય પ્રદીપ ’ નામના ગ્રંથની રચના કરી. જે પાછળથી ‘ લઘુપારાશરી ’ ના નામે પ્રચલિત થયો. લઘુપારાશરીમાં 42 શ્લોક છે , જે પાંચ અધ્યાયમાં વિભાજીત છે. આ 42 સૂત્ર મૂળ શ્લોક કે ટીકા વગર નીચે મુજબ છે. 1. વાદ-પ્રતિવાદથી સિદ્ધ છે નિશ્ચય જેમનો એવાં વેદાંતમાં પ્રતિપાદિત બ્રહ્માના અંત:પુરમાં રહેનાર અરુણ વર્ણ અધર ધરાવનાર વીણા ધારણ કરેલ તેજોવિશેષની અમે ઉપાસના કરીએ છીએ. અર્થાત શ્રી સરસ્વતીજીના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. 2. અમે અમારી બુદ્ધિ અનુસાર જ્યોતિષીઓની પ્રસન્નતા અર્થે મહર્ષિ પરાશર રચિત હોરાશાસ્ત્ર અનુસાર “ ઉડુદાયપ્રદીપ” નામક ગ્રંથની રચના કરીએ છીએ.   3. અહીં અમે નક્ષત્ર દશા અનુસાર જ શુભ-અશુભ ફળ કહીશું. આ ગ્રંથ અનુસાર ફળ કહેવામાં વિશોંત્તરી દશાને જ ગ્રહણ કરવી જોઈએ. અષ્ટોત્તરી દશા અહીં ગ્રાહ્ય નથી. 4. વિદ્વાનોએ સામાન્યશાસ્ત્રથી ભાવ આદિ ફલિત જ્યોતિષિક સંજ્ઞાઓને જાણી લેવી જોઈએ. આ શાસ્ત્રમાં વિશેષ સંજ્ઞાઓ જણાવવામાં આવશે.