પોસ્ટ્સ

જાન્યુઆરી, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઈ.સન 2019 વાર્ષિક રાશિભવિષ્ય

નવવર્ષ 2019ની શરૂઆત થઈ ચૂકી છે. અંકશાસ્ત્ર અનુસાર ‘ 2019 ’ ના અંકોનો સરવાળો કરીએ તો 2+0+1+9 = 12 = 1+2 = 3 આવે છે. અંક 3 ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે વર્ષ 2019 ગુરુ ગ્રહનું પ્રભુત્વ ધરાવનારું રહેશે. જ્ઞાન અને ડહાપણનો કારક ગ્રહ ગુરુ દૈવીય રક્ષણ પૂરું પાડવા સક્ષમ છે. વિદ્યા , વિવેક અને ધર્મનું આચરણ પ્રાથમિકતા બની રહે. ગોચર અનુસાર વર્ષ 2019માં ગુરુ વધુ સમય પોતાના મિત્ર મંગળની રાશિ વૃશ્ચિકમાં ભ્રમણ કરશે. નવવર્ષનો પહેલો દિવસ પણ ગુરુના મિત્રનો દિવસ મંગળવાર જ છે !! ગુરુની બે રાશિઓ ધનુ અને મીન રાશિના જાતકો માટે વર્ષ 2019 મહત્વપૂર્ણ બની રહેશે. તે જ રીતે કોઈ પણ મહિનાની 3 , 12, 21 કે 30 તારીખોએ જન્મેલા જાતકો માટે પણ વર્ષ 2019 મહત્વની ઘટનાઓ ઘટાવનારું બની શકે છે. બારેય રાશિઓ/જન્મલગ્ન માટે વર્ષ 2019 કેવું રહેશે તે જોઈએ. મેષ: વર્ષ 2019 દરમિયાન ભાગ્ય અવરોધાતું જણાય. નોકરી-વ્યવસાયમાં બદલાવ કે બદલી શક્ય બને. આજીવિકાની પ્રાપ્તિમાં અવરોધ કે વિલંબનો અનુભવ થાય. આવકમાં સ્થિરતા બની રહે. મહેનતનું પરિણામ વિલંબથી મળતું જણાય. વર્ષની શરૂઆતમાં આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને. રોગથી બચવા માટે રહેણી