પોસ્ટ્સ

મે, 2013 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુરુના મિથુન ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

આવતીકાલે એટલે કે ૩૧ મે, ૨૦૧૩ના રોજ પ્રાત:કાળે ૬.૪૯ કલાકે ગુરુ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે. ગુરુ વૃષભ રાશિમાંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. અહીં તે ૧૮ જૂન, ૨૦૧૪ સુધી ભ્રમણ કરશે. મિથુન રાશિમાં પ્રવેશ કર્યા તુરંત બાદ ૭ જૂન, ૨૦૧૩થી અસ્ત થઈ જશે. જે બાદમાં ૩ જૂલાઈ, ૨૦૧૩ના રોજ ઉદય થશે. ૭ નવેમ્બર, ૨૦૧૩થી ૬ માર્ચ, ૨૦૧૪ દરમિયાન ગુરુ વક્રી ગતિથી ભ્રમણ કરશે. જ્યોતિષમાં ગુરુના રાશિ પરિવર્તનને આશાભરી નજરે જોવામાં આવે છે. ગુરુ એ ‘આપનારો’ ગ્રહ છે. તે જે પણ ભાવમાંથી પસાર થાય છે કે જે ભાવ કે ગ્રહ પર દ્રષ્ટિ કરે છે તેને લગતું કંઈક ને કંઈક શુભ ફળ જરૂર આપે છે. દેવોના ગુરુ એવા બૃહસ્પતિ મહારાજ વિપુલતાના કારક છે. ગુરુનું મિથુન રાશિમાં ભ્રમણ આપની જિંદગીને પણ વિપુલતાથી ભરી દે તેવી શુભેચ્છાઓ. આવો જોઈએ કે રાશિ અથવા જન્મલગ્ન અનુસાર ગુરુનું મિથુન ભ્રમણ બાર રાશિઓને કઈ રીતે પ્રભાવિત કરશે. અહીં નોંધશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે ભાવને મળેલાં બિંદુઓ વગેરે અનેક બાબતો પર રહેલો છે. મેષ (અ, લ, ઈ) : મેષ રાશિને ગુરુ