બુધ
બધા ગ્રહોમાં બુધ એ સૂર્યથી સૌથી નજીક રહેલો ગ્રહ છે. સૂર્યની નજીક હોવાથી સૂર્યના પ્રકાશને લીધે આકાશમાં હંમેશા જોઈ શકાતો નથી. જ્યારે સૂર્યથી દૂર અંતરે રહેલો હોય ત્યારે જ સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જોઈ શકાય છે. બુધ પૃથ્વીથી ૩ કરોડ ૫૯ લાખ માઈલ દૂર છે. તેનો વ્યાસ લગભગ ૩૨૦૦ માઈલ છે. બુધનુ ગોત્ર અત્રિ છે અને તે મગધ દેશનો સ્વામી છે. પુરાણો અનુસાર બુધ એ ચન્દ્રનો પુત્ર છે. તેની માતા તારા છે. તારા એ ગુરુની પત્ની છે. ચન્દ્રએ તારાનુ અપહરણ કર્યુ હતું. બાદમાં તારાએ બુધને જન્મ આપ્યો હતો. ચન્દ્ર પિતા હોવાને લીધે બુધ સાથે મિત્રતા ધરાવે છે. પરંતુ બુધ ચન્દ્રના પોતાની માતા સાથેના અનુચિત સંબંધને લીધે તેના પ્રત્યે શત્રુતા ધરાવે છે. ચન્દ્ર એટલે કે મન અને બુધ એટલે બુધ્ધિ. આમ મન દ્વારા બુધ્ધિનો જન્મ થયો છે. સૂર્યની જેમ બુધ પણ એક રાશિમાં લગભગ એક માસ સુધી રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં ૧૨ માસ લાગે છે. એક વર્ષમાં ૩ થી ૪ વખત વક્રી થાય છે અને લગભગ ૨૪ દિવસ સુધી વક્રી રહે છે. બુધ આકર્ષક દેખાવ ધરાવતો નપુંસક જાતિનો ગ્રહ છે. શુભગ્રહની સાથે શુભ અને અશુભગ્રહની સાથે અશુભ છે. ઉત્તર દિશાનો અને શરદ ઋતુનો સ્વામી