પોસ્ટ્સ

વૃશ્ચિક લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

વૃશ્ચિકમાં નીચનો ચંદ્ર: આંતરિક પરિવર્તનનો સમય (૨૬ જૂનથી ૨૯ જૂન ૨૦૨૬)

છબી
૨૬ જૂન, ૨૦૨૬ના બપોરે ૧૨:૩૫ કલાકે ચંદ્ર મહારાજે પોતાની નીચ રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કર્યો છે. અહીં ચંદ્ર ૨૯ જૂન, ૨૦૨૬ના મધ્યરાત્રિ પછી ૦૧:૧૦ કલાક સુધી ગોચર ભ્રમણ કરશે. ચંદ્રનું આ ભ્રમણ જ્યોતિષની સુંદર જટિલતાને સમજાવે છે. હાલ ચંદ્રના સ્વામિત્વવાળી કર્ક રાશિમાં ગુરુ, બુધ અને શુક્ર  આ ત્રણ ગ્રહો સરસ્વતી યોગનું નિર્માણ કરીને ગોચર કરી રહ્યા છે. ચંદ્ર આ ત્રિગ્રહી યુતિનો ડિસ્પોઝીટર બનીને વૃશ્ચિક રાશિમાં નીચત્વ પ્રાપ્ત કરી રહ્યો છે. પરંતુ નીચનો હોવા છતાં આ ચંદ્ર પર ગુરુની શુભ દૃષ્ટિ પડી રહી છે. આ એવું છે કે જાણે ચંદ્ર વૃશ્ચિક રાશિની ગાઢ અને અંધારી ગુફામાં પ્રવેશ્યો છે, પરંતુ તેના હાથમાં ગુરુરૂપી દિવો છે, જે તેને માર્ગદર્શન આપી રહ્યો છે. ચંદ્ર મન અને લાગણીઓનો કારક ગ્રહ છે. વૃશ્ચિક રાશિ રહસ્ય, ઊંડાણ, પરિવર્તન અને આંતરિક શોધની રાશિ છે. જ્યારે ચંદ્ર વૃશ્ચિકમાં નીચ અવસ્થામાં હોય ત્યારે: મન વધુ સંવેદનશીલ બની શકે છે. જૂની લાગણીઓ અને ભૂતકાળના ઘાવ ફરી સપાટી પર આવી શકે છે. છુપાયેલી બાબતોને સમજવાની ક્ષમતા વધી શકે છે. દરેક ઘટના અને પરિસ્થિતિના ઊંડાણમાં જવાની વૃત્તિ વધી શકે છે. આ સમય આંતરિ...

રાહુનો વૃષભ અને કેતુનો વૃશ્ચિક પ્રવેશ ૨૦૨૦ - રાશિફળ

છબી
આજે 23 સપ્ટેમ્બર, 2020ના રોજ રાહુ વૃષભ રાશિમાં અને કેતુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. કેવું રહેશે રાહુ-કેતુનું વૃષભ-વૃશ્ચિક ગોચર ભ્રમણ? બાર જન્મરાશિઓ/જન્મલગ્નોનું ફળ જાણવા માટે જુઓ: 

ગુરુના વૃશ્ચિક ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

આજે 11 ઓક્ટોબર , 2018 ના રોજ 19.18 કલાકે ગુરુ મહારાજ તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. અહીં ગુરુ 5 નવેમ્બર , 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. આ દરમિયાન વચ્ચે 29 માર્ચ , 2019   થી 23 એપ્રિલ , 2019 ના આશરે 24 દિવસ જેટલાં ટૂંકા ગાળા માટે ધનુ રાશિમાં ભ્રમણ કરશે. પરંતુ બાકીના સમયગાળામાં ગુરુ વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. આથી વત્તે-ઓછે અંશે આ ગુરુનું વૃશ્ચિક ભ્રમણ જ કહેવાશે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ' જીવ ' કહ્યો છે. તે જ્યાંથી પણ પસાર થાય તે ભાવને ' જીવિત ' કરી દે છે. જીવનની જે પણ બાબતોને સ્પર્શે તેમાં પ્રાણ ફૂંકી દે છે. આવાં નવેય ગ્રહોમાં નિતાંત શુભ એવાં ગુરુનું વૃશ્ચિક રાશિમાં ગોચર ભ્રમણ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે પર રહેલો છે. મેષ: મેષ રાશિને ગુરુ અષ્ટમસ્થાનેથી ભ્રમણ કરશે. જીવન અને વ્યક્તિત્વમાં ઘણાં બદલાવ આવી શકે છે. વિચારો , માન્યતાઓ અને નૈતિક મૂલ્યોમાં ફેરફાર થવાની સંભાવના...

વિક્રમ સંવત 2074નું વાર્ષિક રાશિ ભવિષ્ય

આજે ઓક્ટોબર 20 , 2017 ના રોજ નવવર્ષની શરૂઆત થવા જઈ રહી છે. વિક્રમ સંવત 2074નું આ વર્ષ બારેય રાશિઓ/જન્મલગ્ન માટે કેવું રહેશે તે જોઈએ.   અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે. 1. મેષ (અ , લ , ઈ) વર્ષારંભે આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. તા.26.10.2017ના રોજ અઢી વર્ષથી ચાલી રહેલી શનિની નાની પનોતીમાંથી મુક્તિ મળશે. ત્યારબાદનો સમય અનુકૂળ રહે. શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિનો અનુભવ થાય. આ વર્ષ દરમિયાન જીવનમાં કારકિર્દી કરતાં સંબંધો વધુ અગત્યનાં બને. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. પરિણીત જાતકોનો જીવનસાથી સાથેનો સંબંધ વધુ સંવાદિતાભર્યો બને. લગ્નજીવનની મુશ્કેલીઓનું નિવારણ આવી શકે છે. જીવનસાથીનું આરોગ્ય કાળજી માગી લે. વ્યાવસાયિક ભાગીદારીથી લાભ થવાની સંભાવના રહે. સ્થાવર સંપતિ અને વાહનની ખરીદી થઈ શકે છે. આમ છતાં સ્થાવર સંપતિ બાબતે પ્રશ્નો ઉભાં ન થાય તેની કાળજી રાખવી. અધૂરાં દસ્તાવેજો કે ગેરકાનૂની બાંધકામ ધરાવતી સંપતિ ખરીદવાથી દૂર રહેવું. માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતાનો અનુભવ થઈ શકે છે. ઘર અને કામના સ્...

બાર રાશિઓ અને કવિતા

શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો  J 1. મેષ અ લ ઈ રાશિ થઈ મેષ , દલીલથી થાકે નવ લેશ , વકીલ , વિતંડાવાદી વેશ , ભાગ્ય મેળે બાલ્યાવેશ.   2. વૃષભ વૃષભ તણી છે બ વ ઉ , જૂના વિચારોથી ભરપૂર , લીધી વાત ના મેલે કોર , જીવનભર સુખ સંપત જોર. 3. મિથુન મિથુન ક છ ઘ કહેવાય , બહુ દોડે પણ થાકી જાય , સેવા માટે સઘળે થાય , અપજશ માગે વિદાય. 4. કર્ક કર્ક કહે ડ ને હ હું , કોક મરે તો મારે શું , કરું કામ મારું ચૂપચાપ , મને ન ઓળખે મા ને બાપ. 5. સિંહ સિંહ સમોવડ મ ટ હોય , સુતાં જગાડી શકે ના કોઈ , રહે નહિ જો તારી વાત , લાખ મળે તોય મારું લાત. 6. કન્યા પ ઠ ણ કન્યાના તન , જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન , નડે નારને , નર સુખદાય , એ રાશિ કન્યા સરજાય. 7. તુલા ર ત તુલાની પહચાન , ડહાપણનો દરિયો ને ખાણ , ઠગી શકે ના એને ચોર , ગણિતમાં નવ એની જોડ. 8. વૃશ્ચિક વૃશ્ચિક ન ય સાદા જન , હલે ચલે ના એનું તન , ક્યારે કરડે જાણે કોણ ,...

દરેક રાશિની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓ

આ દુનિયામાં કોઈ કે કશું જ સંપૂર્ણ નથી. આપણા સૌમાં કંઈક ને કંઈક ખૂબીઓ રહેલી છે, તો સાથે સાથે કંઈક ખામીઓ પણ રહેલી છે. જ્યોતિષ એ સ્વને ઓળખવાનું સાધન છે. આપણી જન્મકુંડળી આપણને આપણી ખૂબીઓ સાથે પરિચય કરાવે છે અને તે સાથે જ એક સાચા મિત્રની માફક જરા પણ અચકાયા વગર આપણી ખામીઓ તરફ પણ આંગળી ચીંધી દે છે! ખૂબીઓની જાણકારી મેળવીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને જીવનને એક ચોક્કસ દિશા કે ધ્યેય તરફ વાળી શકાય છે. જ્યારે ખામીઓ પ્રત્યે સભાન બનીને તેને સુધારવાનો પ્રયત્ન કરી શકાય છે. આવો જોઈએ કે બાર રાશિઓની સ્વભાવગત ખૂબીઓ અને ખામીઓ કઈ કઈ છે. તમે નોંધ લેજો કે મોટે ભાગે જે રાશિની જે કઈ ખૂબીઓ છે તે જ અતિ થઈ જાય ત્યારે એ જ બાબત તેની ખામી બની જાય છે. કહેવાય છે ને કે અતિ સર્વત્ર વર્જ્યતે. જીવનમાં દરેક બાબતનું સંતુલન હોવું જરૂરી છે. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ પર રહેલો છે. મેષ ખૂબીઓ : જોમ અને જુસ્સાથી ભરેલા, સરળ અને સીધા, મહત્વાકાંક્ષા અને ઉર્જાથી ભરપૂર, સ્વનિર્ભર, સ્પર્ધાત્મક અભિગમ ધરાવનાર, સાહસિક, કૃતનિશ્ચયી, અડગ, ક્રિયાશીલ, લા...

રાહુ-કેતુના રાશિ પરિવર્તનનો (૨૦૧૧) બાર રાશિ પર પ્રભાવ

તા.૬.૬.૨૦૧૧ના રોજ રાહુએ વૃશ્ચિક રાશિમાં અને કેતુએ વૄષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તેઓ તા.૨૩.૧૨.૨૦૧૨ સુધી ગોચર ભ્રમણ કરશે. રાહુ-કેતુ એક રાશિમાં આશરે ૧૮ મહિના સુધી ગોચર ભ્રમણ કરે છે. શનિ અને ગુરુ ઉપરાંત રાહુ-કેતુ મંદ ગતિથી ભ્રમણ કરતા હોવાથી અને એક રાશિમાં લાંબો સમય રહેતા હોવાથી તેમનું રાશિ પરિવર્તન અગત્યનુ બની રહે છે. રાહુ-કેતુનુ આ રાશિ પરિવર્તન બાર રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે તે જોઈએ. અહીં એ નોંધવુ જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત જન્મકુંડળીમાં રહેલાં ગ્રહો અને દશા-મહાદશા પર રહેલો છે. મેષ (અ, લ, ઈ) રાહુ અષ્ટમસ્થાનમાં અને કેતુ દ્વિતીયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. અચાનક અથવા અણધારી સંપતિ પ્રાપ્ત થઈ શકે છે. વારસાગત અથવા શેર-સટ્ટાથી ધનલાભ થાય. જીવનસાથી અથવા શ્વસુરપક્ષ તરફથી પણ ધનલાભ થઈ શકે છે. આમ છતાં ખર્ચાઓમાં વધારો થાય અને નાણાકીય ખેંચનો અનુભવ થઈ શકે છે. આ સમય દરમ્યાન લોન લેવાથી અને શેરબજારમાં નવું રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ નોકરી-વ્યવસાય માટે સમય પ્રતિકૂળ રહે. આ સમય દરમ્યાન નોકરી બદલવાથી દૂર રહેવું. મહેનત કરવા છતાં ફળની પ્રાપ્તિ ન થાય તેવું બની શકે...