શુક્રનું બાર ભાવમાં ફળ (સારાવલી)
પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 62 થી 73 શુક્રનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જ્યારે પ્રથમસ્થાન/લગ્નસ્થાનમાં શુક્ર સ્થિત હોય ત્યારે જાતક સુંદર આંખો તેમજ મુખથી યુક્ત સુગઠિત શરીરધારી , સુખી , દીર્ઘાયુષી , ડરપોક , સ્ત્રીઓની આંખોને સુંદર લાગનાર હોય છે. દ્વિતીય ભાવ: જ્યારે દ્વિતીયભાવમાં શુક્ર સ્થિત હોય ત્યારે જાતક અખૂટ ઐશ્વર્ય , અન્ન અને પાનથી (પેય) યુક્ત હોય છે . ઉત્તમ ભોગો ભોગવનાર , સુંદર વચનો બોલનાર તથા અત્યંત ધનવાન હોય છે. તૃતીય ભાવ: જો કુંડળીમાં તૃતીયભાવમાં શુક્ર રહેલો હોય તો જાતક સુખી , ધનવાન , સ્ત્રીથી પરાજીત , લોભી , અલ્પ ઉત્સાહ ધરાવનાર , સૌભાગ્યવાન અને વસ્ત્રોથી યુક્ત હોય છે. ચતુર્થ ભાવ: જો કુંડળીમાં ચતુર્થસ્થાનમાં શુક્ર સ્થિત હોય તો જાતક બંધુ , મિત્ર અને સુખથી યુક્ત , સુંદર , વાહન અને વસ્ત્રોથી સંપન્ન , મનોહર , દીનતા રહિત , સૌભાગ્યવાન હોય છે. પંચમ ભાવ: જ્યારે પંચમસ્થાનમાં શુક્ર સ્થિત હોય ત્યારે જાતક સુખ , પુત્ર અને મિત્રોથી યુક્ત , કામી , અત્યંત ધનવાન , અખંડિત વૈભવ ભોગવનાર ,