પોસ્ટ્સ

મે, 2011 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુરુના મેષ ભ્રમણનો બાર રાશિ પર પ્રભાવ

દેવોના ગુરુ એવા બૄહસ્પતિએ તા.૮.૫.૨૦૧૧ના રોજ પોતાના મિત્ર મંગળની મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. ગુરુ તા.૧૭.૫.૨૦૧૨ સુધી મેષ રાશિમાં ગોચર ભ્રમણ કરશે. તા.૩૦.૮.૨૦૧૧ થી તા.૨૬.૧૨.૨૦૧૧ સુધી વક્રી રહેશે. ગુરુનુ આ રાશિ પરિવર્તન સમગ્ર બ્રહ્માંડને પ્રભાવિત કરશે. ગુરુનુ આ ગોચર ભ્રમણ બાર રાશિઓને કઈ રીતે પ્રભાવિત કરશે તે જોઈએ. અહીં એ નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-અંતર્દશા, અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે પર સૂક્ષ્મ ફળનો આધાર રહેલો છે. મેષ (અ, લ, ઈ) મેષ રાશિને ગુરુ લગ્નસ્થાનેથી ભ્રમણ કરી રહ્યો છે. આ સમય વ્યક્તિગત વિકાસ સાધવાનો છે. સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિમાં વધારો થાય. પિતા, સંતાન અને પૌત્ર સાથેના મધુર સંબંધનો સ્વાદ ચાખી શકશો. જીવનસાથી સાથે લાગણીના બંધન મજબૂત બને. અપરિણીતોના લગ્ન શક્ય બને અને પરિણીતોને ત્યાં સંતાન જન્મ થવાની શક્યતા રહે. આર્થિક સ્થિતિ જળવાઈ રહે. સ્વપ્રયત્ને તથા ભાગ્યને આધારે એમ બંને રીતે કમાણી થાય. શેર-સટ્ટાથી લાભ રહે. નોકરી બદલી શકાય અથવા નોકરીમાં બદલી શક્ય બને. આનંદદાયક લાંબી મુસાફરીઓ તથા ધાર્મિક સ્થળોની યાત્રા થઈ શકે