પોસ્ટ્સ

ગ્રહોનું ફળ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

કેવાં છે તમારા મિત્રો અને મૈત્રી સંબંધો?

છબી
હાલમાં 3 0 જુલાઈના રોજ ‘ ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે ’ મનાવવામાં આવ્યો. ભારતમાં આ દિવસ ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે એટલે કે આ વર્ષે 4 ઓગસ્ટ , 2019 ના રોજ મનાવવામાં આવશે. શું કહે છે જ્યોતિષ મિત્રો અને મિત્રતા વિશે ? જન્મકુંડળીમાં એકાદશ એટલે કે અગિયારમો ભાવ સ્વજાતિના મિત્રોનો નિર્દેશ કરે છે. એકાદશભાવથી સપ્તમભાવ એટલે કે પંચમભાવ વિજાતીય મિત્રોનો નિર્દેશ કરે છે. પંચમભાવ એ પ્રેમનો ભાવ છે. સામાન્ય રીતે વ્યક્તિ પોતાનાં વિજાતીય મિત્ર સાથે જ પ્રેમમાં પડતી હોય છે. તૃતીયભાવ નજીકના મિત્રનો નિર્દેશ કરે છે. એવો મિત્ર કે જેને તમે ભાઈ સમાન ગણો છો. આમ છતાં એકાદશભાવ એ મિત્રતા માટેનો પ્રમુખ ભાવ છે. બારેય રાશિઓ અગ્નિ (1 , 5, 9), પૃથ્વી (2 , 6, 10), વાયુ (3 , 7, 11) અને જળતત્વમાં (4 , 8, 12) વહેંચાયેલી છે. સમાન તત્વની રાશિ કે લગ્ન ધરાવતી વ્યક્તિ સાથે સરળતાથી મૈત્રી સંબંધો રચાય છે. આ ઉપરાંત પૃથ્વી અને જળ તેમજ અગ્નિ અને વાયુ રાશિ/લગ્ન ધરાવતી વ્યક્તિ સાથે સરળતાથી મિત્રતા થાય. જ્યારે અગ્નિ અને જળ તેમજ પૃથ્વી અને વાયુનો વ્યવહાર મિત્રતાપૂર્ણ રહેવાની શક્યતા ઓછી રહે. 11મો ભાવ , 11માં ભાવનાં અધિપતિ , 1...