સૂર્ય અને શનિનો સંબંધ
સૂર્ય એ રાજા છે, તો શનિ એ દાસ છે. સૂર્ય પ્રકાશ છે, શનિ અંધકાર છે. સૂર્ય ગરમ છે, શનિ ઠંડો છે. સૂર્ય તેજસ્વી અને ચળકાટથી ભરેલો છે, શનિ નિસ્તેજ છે. સૂર્ય જીવન છે, શનિ મૃત્યુ છે. સૂર્ય અહંકારને પોષનારો છે, શનિ નમ્રતાને ચાહનારો છે. સૂર્ય વ્યક્તિગતતાનો કારક છે, શનિ જનતાનો કારક છે. સૂર્ય ઉતરાયણમાં બળવાન બને છે, શનિ દક્ષિણાયનમાં બળવાન બને છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો થાય છે અને તુલા રાશિમાં નીચનો થાય છે, શનિ મેષ રાશિમાં નીચનો થાય છે અને તુલા રાશિમાં ઉચ્ચનો થાય છે. પરસ્પર વિપરીત ગુણો અને પ્રકૃતિ ધરાવતા આ બે ગ્રહો જયારે કુંડળીમાં કોઈ પ્રકારે સંબંધ કરે છે ત્યારે જીવન મુરઝાયેલું બની જાય છે. શનિ એ સૂર્યનો પુત્ર છે. પિતા અને પુત્રનો સંબંધ હોવા છતાં સૂર્ય અને શનિ વચ્ચે શત્રુતા છે. પ્રકાશ અને અંધકાર ક્યારેય એક જગ્યાએ એક સાથે રહી શકે નહિ. કુંડળીમાં જયારે સૂર્ય અને શનિ યુતિ, પ્રતિયુતિ, કેન્દ્રયોગ કે દ્રષ્ટિયોગથી સંબંધમાં રહેલા હોય ત્યારે જીવન સંઘર્ષમય બની જાય છે. આત્મા સતત બંધન અને જવાબદારીનો અનુભવ કરે છે. જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તે માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. સફળતાની સીડી ચઢવામાં ...