વક્રી શનિ અને કેતુના ગાઢ જોડાણનો બાર રાશિઓ પર પ્રભાવ
30 એપ્રિલ , 2019 ના રોજ સવારે 06.25 કલાકે શનિ મહારાજ પોતાની ચાલ બદલીને વક્રી થવાં જઈ રહ્યાં છે. શનિ 18 સપ્ટેમ્બર , 2019 સુધી ધનુ રાશિમાં વક્રી ગતિથી ભ્રમણ કરશે. જ્યારે કોઈ ગ્રહ પોતાની સામાન્ય દિશા કરતાં ઉ લટી દિશામાં ચાલવાનું શરૂ કરે ત્યારે ગ્રહ વક્રી થયો એમ કહેવાય. અહીં હકીકતમાં ગ્રહ વિપરિત દિશામાં જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ ઉલટી દિશામાં ગતિ કરતો હોય તેવો દ્રષ્ટિ ભ્રમ થાય છે. સૂર્ય અને ચન્દ્ર ક્યારેય વક્રી થતા નથી એટલે કે હંમેશા માર્ગી રહે છે. જ્યારે રાહુ અને કેતુ હંમેશા વક્રી રહે છે. શનિ લગભગ દર બાર મહિને આશરે સાડા ચાર માસ સુધી વક્રી બને છે. વક્રી અને માર્ગી થતાં પહેલાં પાંચ દિવસ સુધી સ્થિર રહે છે. શનિ એ આપણે ભૂતકાળમાં કરેલાં કર્મોનો ન્યાય તોળનારો ગ્રહ છે . વક્રી થાય છે ત્યારે કર્મનું ફળ તીવ્રપણે અનુભવાય છે . શનિના વક્રી ભ્રમણ દરમિયાન ઉદાસી , હતાશા , નિરાશાભર્યા અને નકારાત્મક વિચારો તેમજ એકલતાનો અનુભવ થઈ શકે છે . ધીમી ગતિનો ગ્રહ શનિ વક્રી બને ત્યારે આપણાં કાર્યો અને યોજનાઓને પણ ધીમાં અને વિલંબ માં પાડે છે. વક્રી શનિના ભ્રમણનો સમય ભૂત...