પોસ્ટ્સ

ડિસેમ્બર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શૂલયોગ

છબી
હાલ 25 ડિસેમ્બર , 2019 થી 30 ડિસેમ્બર , 2019 સુધી ગોચરમાં શૂલયોગ રચાયો છે. શૂલ અથવા તો શૂળયોગ એ નાભસ યોગ માંનો એક છે. જ્યારે બધાં ગ્રહો ત્રણ સ્થાનમાં સ્થિત હોય ત્યારે શૂલ યોગ રચાય છે. આ યોગમાં રાહુ-કેતુને ધ્યાનમાં લેવામાં આવતાં નથી. હાલ રાહુ સિવાયના બધાં ગ્રહો વૃશ્ચિક , ધનુ અને મકર રાશિમાં રહેલાં છે. શૂળ શબ્દ ત્રિશૂળ પરથી આવેલો છે. ત્રિશૂળના ત્રણ પાંખિયા હોય છે , એ રીતે બધાં ગ્રહો ત્રણ સ્થાનમાં પડેલાં હોય છે. ત્રિશૂળ ભગવાન શિવજીનું શસ્ત્ર છે , જેનો ઉપયોગ અજ્ઞાનતાનો નાશ કરવાં અર્થે થાય છે. પરંતુ જ્યારે આ જ ત્રિશૂળ ખોટાં હાથોમાં જઈ ચડે ત્યારે પીડા આપી શકે છે. આમ શૂલયોગ પીડા અને સંહારનો નિર્દેશ કરે છે. શૂળનો અન્ય એક અર્થ કાંટો પણ થાય છે. આ યોગ ધરાવનાર જાતકો એટલાં આવેગી અને અડગ હોય છે કે ઘણીવાર અન્યોને કાંટા બનીને ભોંકાય છે. કાંટાની જેમ જ તીક્ષ્ણ વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનાં સાધનોથી વંચિત રહે છે. હિંસક વર્તન ધરાવનાર , ક્રૂર કે સરમુખત્યાર હોઈ શકે છે. સમાજ દ્વારા નકારાયેલાં કે અપમાનિત હોઈ શકે છે. ખૂબ બહાદુર અને લડાઈને લીધે પ્રસિદ્ધિ મેળવનાર હોય છે. ચ

નવવર્ષ ૨૦૨૦ માટે રાશિ અનુરૂપ સંકલ્પ

છબી
‘‘ આમ તો જગમાં બધુ કેવું સરસ બદલાય છે આ નદી બદલાય છે પણ ક્યાં તરસ બદલાય છે જિંદગીમાં કંઇક તો બદલાવ હોવો જોઈએ વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે. ’’ -કિરણસિંહ ચૌહાણ પરિવર્તન એ જીવનનો નિયમ છે. વીતેલું વર્ષ જીવનમાં સુખદ અને દુ:ખદ ઘટનાઓ , પ્રસંગો , પરિસ્થિતિઓ , વ્યક્તિઓ , વિચારો અને અનુભવોની લ્હાણી કરતું જાય છે. આ લ્હાણી પોતાની જાતનો વિકાસ કરવાની તક બની રહે છે. નવું વર્ષ એ પોતાની જાતને નવી રીતે ઘડવાની એક નવી તક લઈને આવે છે. નવાં વર્ષના રિઝોલ્યુશન એટલે કે સંકલ્પ દ્વારા આ ઘડવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે. નવવર્ષ ૨૦૨૦ આપ સૌના જીવનમાં સુખ , શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી અભ્યર્થના સાથે આવો જોઈએ બાર રાશિઓને અનુરૂપ નવ વર્ષના સંકલ્પોની માહિતી. મેષ (અ , લ , ઈ): સાહસી , પરાક્રમી , બળવાન અને ઉર્જાથી ભરપૂર જાતકો હોય છે. ધીરજનો અભાવ જોવા મળે છે. ઘણીવાર નવા વર્ષે સંકલ્પ લઈને પછી તેને આખું વર્ષ વળગી રહેવાની ધીરજ ગુમાવી દે છે. જોશ અને ઉત્સાહથી ભરેલાં મેષ જાતકો માટે એક જગ્યાએ સ્થિર બેસવું મુશ્કેલ હોય છે. ૨૦૨૦ની સાલની શરૂઆતે વધુ ધીરજવાન બનવાનો સંકલ્પ લઈ શકાય. શારીરિક ઉર્જાનો યોગ્ય ઉપ

ડિસેમ્બર ૨૦૧૯ના સૂર્યગ્રહણનો રાશિગત પ્રભાવ

છબી
૨૬ ડિસેમ્બર , ૨૦૧૯ , ગુરુવારના રોજ ધનુ રાશિમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ ઘટશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. દક્ષિણ ભારતમાં કંકણાકૃતિ દેખાશે અને ભારતના અન્ય પ્રદેશોમાં ખંડગ્રાસ દેખાશે. આ ગ્રહણ સંપૂર્ણ એશિયા ખંડ , આફ્રિકા ખંડ , ઈથોપિયા , કેનિયા અને ઓસ્ટ્રેલિયાની ઉત્તર તરફના પ્રદેશોમાં દેખાશે. કંકણાકૃતિ ગ્રહણ ભારતમાં મેંગ્લોર , કોઝિકોટ , પલ્લકડ , કોઈમ્બતુર , ઈરોડ , કરુર , ડીન્ડીગૂલ , શિવગંગા , તીરુચીનાપલ્લીમાં દેખાશે. ગુજરાતના પ્રમુખ શહેરો-મુંબઈના ખંડગ્રાસ ગ્રહણના ગ્રહણ સ્પર્શ-મધ્ય-મોક્ષ ના સમયો અનુક્રમે નીચે મુજબ છે.    શહેર/સમય ગ્રહણ સ્પર્શ સવારે મધ્ય સવારે મોક્ષ સવારે અમદાવાદ ૦૮.૦૬ ૦૯.૨૨ ૧૦.૫૨ ભૂજ ૦૮.૦૪ ૦૯.૧૮ ૧૦.૪૬ રાજકોટ ૦૮.૦૪ ૦૯.૨૦ ૧૦.૪૯ સુરત ૦૮.૦૫ ૦૯.૨૨ ૧૦.૫૪ વડોદરા ૦૮.૦૬ ૦૯.૨૩ ૧૦.૫૪ મુંબઈ ૦૮.૦૪ ૦૯.૨૨ ૧૦.૫૫ ગ્રહણ દિવસના પહેલાં પ્રહરમાં દેખાવાનું હોવાથી ગ્રહણનો વેધ ૨૫ ડિસેમ્બર , ૨૦૧૯ , બુધવારના રોજ સૂર

ધનુર્માસ : શુભ માંગલિક કાર્યોને વિરામ

છબી
હિંદુ પંચાંગ અનુસાર જ્યારે સૂર્ય ગુરુની રાશિ ધનુમાં પ્રવેશ કરે છે તે સાથે ધનુર્માસનો પ્રારંભ થઈ જાય છે. ધનુર્માસ ખરમાસ કે મલમાસ અથવા કમૂર્હુતા તરીકે પણ ઓળખાય છે. સૂર્યની એક સંક્રાતિથી બીજી સંક્રાતિ સુધીના સમયને સૌરમાસ કહેવામાં આવે છે. એક રાશિમાં સૂર્ય આશરે એક માસ સુધી રહે છે. સૂર્યના ધનુ રાશિમાં ગોચર ભ્રમણનો એક માસ સુધીનો સમય ધનુર્માસ તરીકે ઓળખાય છે.    વર્ષ ૨૦૧૯ની પંચાંગીય ગણના અનુસાર ૧૬ ડિસેમ્બર , ૨૦૧૯ સોમવારના રોજ બપોરે ૧૫.૨૯ કલાકે સૂર્યનો ધનુ રાશિમાં પ્રવેશ થશે. આ સમય દરમિયાન શુભ માંગલિક કાર્યો નિષેધ માનવામાં આવ્યાં છે. હવે ૧૫ જાન્યુઆરી , ૨૦૨૦ ના રાત્રિના ૦૨.૦૯ કલાકે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ બાદ માંગલિક કાર્યોની ફરી શરૂઆત થશે. ધનુર્માસ એટલે કે કમુહૂર્તા દરમિયાન માંગલિક કાર્યો ત્યાજ્ય ગણાય છે. જ્યારે જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં પ્રવેશ કરે કે ગુરુ સૂર્યની રાશિમાં પ્રવેશ કરે એ સમય સાંસારિક બાબતો માટે પ્રતિકૂળ ગણવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ઈશ્વરની ભક્તિ , ભજન , વ્રત અને દાન-ધર્મને શ્રેષ્ઠ માનવામાં આવે છે. વર્ષમાં બે વખત સૂર્ય ગુરુની રાશિનાં સંપર્કમાં આવે છે. હવે પછી ૧૪ મ

જ્યોતિષ : અધ્યાત્મનું દ્વાર ‍‍‍- ઓશો

જ્યોતિષ સૌથી જૂનો વિષય છે અને એક અર્થમાં સૌથી વધુ તિરસ્કૃત વિષય પણ છે. સૌથી જૂનો એટલાં માટે કે મનુષ્યજાતિના ઈતિહાસમાં જેટલું સંશોધન થઈ શક્યું છે , તેમાં એવો કોઈ પણ સમય નહોતો , જ્યારે જ્યોતિષ મૌજૂદ ન રહ્યું હોય.   એમ માનવામાં આવે છે કે જ્યોતિષ વિકસિત વિજ્ઞાન નથી. તેનો પ્રારંભ થયો , અને પછી તે વિકસિત ન થઈ શક્યું. પરંતુ મારી દ્રષ્ટિમાં સ્થિતિ ઉલટી છે. જ્યોતિષ કોઈ સભ્યતા દ્વારા બહુ મોટું વિકસિત વિજ્ઞાન છે , પછી એ સભ્યતા ખોવાઈ ગઈ , ન રહી .   આજ સુધી જ્યોતિષ માટે વૈજ્ઞાનિક સહમતી ન હતી , પરંતુ હવે સહમતી વધી રહી છે. આ સહમતીમાં ઘણાં નવા પ્રયોગ ઉપયોગી થયાં છે. એક તો , જેવાં આપણે આર્ટીફીશિયલ સેટેલાઈટ્સ , કૃત્રિમ ઉપગ્રહ અંતરિક્ષમાં છોડ્યાં તેવું જ આપણે જાણી શક્યાં કે પૂરાં જગતથી , પૂરાં ગ્રહ નક્ષત્રોથી , બધા તારાઓથી નિરંતર અનંત પ્રકારની કિરણોની જાળ પ્રવાહિત થાય છે , જે પૃથ્વી પર ટકરાય છે. પૃથ્વી પર કોઈ પણ ચીજ એવી નથી જે તેનાથી અપ્રભાવિત રહી જાય.   એકવાર સમજાઈ જાય કે આપણે અલગ અને પૃથક નથી , સંયુક્ત છીએ , ઓર્ગેનિક છીએ , તો પછી જ્યોતિષને સમજવું સહેલું થઈ જશે. એટલે હું આ બધી

વિભિન્ન રાશિઓનું આર્થિક ભાગ્ય

છબી
આપણાં આર્થિક ભાગ્યનું રહસ્ય આપણાં વ્યક્તિત્વમાં છૂપાયેલું હોય છે. અમુક લોકો મોટાં સપનાઓ જોઈને આર્થિક બાબતોમાં જોખમો ઉઠાવે છે , તો વળી અન્ય કેટલાંક સાચવી-સંભાળીને આગળ વધીને આર્થિક સફળતા પ્રાપ્ત કરે છે. વિભિન્ન રાશિઓના જાતકો આર્થિક બાબતો અંગે કેવું વલણ ધરાવે છે તે જાણવું રસપ્રદ રહેશે.  મેષ (અ , લ , ઈ): પોતાના નિર્ણયોમાં વિશ્વાસ ધરાવવો એ મેષ જાતકોનું જમા પાસું છે. એકવાર નિર્ણય લઈ લીધાં બાદ શંકા કરવાથી દૂર રહે છે અને પોતાના વ્યાવસાયિક અને આર્થિક સાહસોમાં સફળતાની પ્રાપ્તિ કરે છે. તેઓ માને છે કે તેમનામાં રહેલી આવડતો દ્વારા તેઓ જીવનમાં આવતાં કોઈપણ પડકારને પહોંચી વળવા સક્ષમ છે . પરંતુ ઘણીવાર જીવનમાં અચાનક ઘટતી ઘટનાઓ પરિસ્થિતિને બેકાબુ બનાવી શકે છે. આ જાતકો આર્થિક બાબતોમાં જોખમો ઉઠાવવાનું વલણ ધરાવનાર હોય છે. જ્યારે નાણાકીય બચત કરવાનું ધ્યેય નક્કી કરે ત્યારે પણ અચૂકપણે પોતાનાં ધ્યેયને વળગી રહે છે. પોતાને ગમતી વસ્તુઓ પર વધુ પડતો ખર્ચ કરનાર હોય છે. કાર , ઈલેક્ટ્રોનીક્સ સાધનો વગેરે પર છૂટથી નાણાં ખર્ચનાર હોય છે. કાર કે ઈલેક્ટ્રોનીક્સ સાધનોને લગતાં પ્રોજેક્ટમાં નાણાકીય રોકાણ કરીને આર્થિક