પોસ્ટ્સ

કાળસર્પયોગ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

જ્યોતિષની દ્રષ્ટિએ વર્ષ ૨૦૨૨

છબી
Pixabay ગ્રેગોરિયન નવવર્ષ ૨૦૨૨ એ ૬ના અંક (૨+૦+૨+૨=૬) સાથે સંબંધ ધરાવનારું વર્ષ છે. અંકશાસ્ત્રમાં ૬નો અંક શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર એ સુંદરતા , વૈભવ , કળા , પ્રેમ , મનોરંજન અને સંવાદિતાનો કારક ગ્રહ છે. વર્ષ ૨૦૨૨માં શુક્રના કારકત્વને લગતી આ દરેક બાબતો પ્રમુખ બની રહેશે. શુક્ર એ સ્ત્રી ગ્રહ છે. આથી વર્ષ ૨૦૨૨માં જાહેરજીવન કે સમાજમાં સ્ત્રીઓ મુખ્ય અને સશક્ત ભૂમિકા ભજવી શકે છે. સ્ત્રીઓ માટે આ વર્ષ વિશેષરૂપથી કલ્યાણકારી સાબિત થવાની સંભાવના છે! શુક્ર એ સંજીવની વિદ્યાનો કારક ગ્રહ પણ છે. આથી કહી શકાય કે વર્ષ ૨૦૨૨ રોગોથી મુક્તિ અપાવીને તંદુરસ્તી પ્રદાન કરનારું બની રહી શકે છે. જો આપનો જન્મ ૬ , ૧૫ અથવા ૨૪ તારીખના થયો છે અથવા આપની જન્મતારીખના અંકોનો સરવાળો ૬ થાય છે ( દા.ત. ૯.૧૨.૧૯૯૨ = ૩૩ = ૬) અથવા આપ જીવનના ૬ , ૧૫ , ૨૪ , ૩૩ , ૪૨ , ૫૧ , ૬૦ ઉંમર વર્ષમાંથી પસાર થઈ રહ્યાં છો તો વર્ષ ૨૦૨૨ આપના જીવનમાં મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટાવનારું સાબિત થઈ શકે છે. આ વર્ષ આપના માટે યાદગાર વીતે તેવી પૂર્ણ સંભાવના છે. લખાણમાં વર્ષ ૨૦૨૨ને ટૂંકમાં ફક્ત ૨૨ ન લખતાં પૂર્ણ સ્વરૂપે ૨૦૨૨ લખવું વધારે હિતાવહ રહેશે. ૨...

કાળસર્પયોગ મંત્ર

જન્મકુંડળીમાં બધાં ગ્રહો રાહુ-કેતુની મધ્યમાં સ્થિત હોય ત્યારે કાળસર્પયોગનું નિર્માણ થાય છે. કાળસર્પયોગથી ગ્રસિત જાતકનું જીવન સંઘર્ષ અને ઉતાર-ચડાવથી ભરેલું રહે છે. આમ છતાં જે જાતકો સંઘર્ષથી હાર નથી માનતા તેઓ સફળતાની સીડીઓ સર કરે છે. નીચે કેટલાંક મંત્રો આપ્યાં છે જેનાં નિત્ય જાપ કરવાથી કાળસર્પયોગની નકારાત્મક અસર હળવી કરી શકાય છે. ॥ नवनाग स्तोत्र ॥ अनंत वासुकिं शेषं पद्मनाभमं च कम्बलं । शंखपालं धृतराष्ट्रं तक्षकं कालियं तथा ॥ एतानि नवनामानि नागानां च महात्मनां । सायंकालेपठेन्नित्यं प्रात:काले विशेषत: ॥ तस्य विषभयं नास्ति सर्वत्र विजयी भवेत ॥ નવનાગ સ્તોત્ર અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચ કમ્બલમ । શંખપાલમ ધૃતરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા ॥ એતાનિ નવનામાનિ નાગાનામ ચ મહાત્મનામ । સાયંકાલેપઠેન્નિત્યમ પ્રાત:કાલે વિશેષત: ॥ તસ્ય વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત ॥ नाग गायत्री मंत्र ॐ नवकुलाय विद्महे विषदंताय धीमहि तन्नो सर्प: प्रचोदयात ॥ નાગ ગાયત્રી મંત્ર ૐ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ: પ્રચોદયાત ॥ राहु मंत्र ॐ भ्रां भ्रीं भ्रौं...