પ્રિયંકા ચોપરાની સગાઈના સિતારા
હાલમાં હિંદી ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના અમેરિકન મિત્ર ગાયક - ગીતકાર નિક જોનસ સાથેની સગાઈના સમાચારોને લીધે ચર્ચામાં છે. શનિવાર , 18 ઓગસ્ટના રોજ બંનેએ સોશિયલ મિડીયા પર તેમનાં સગપણનો ઔપચારિક સ્વીકાર કર્યો. આ બાબતનું વિશ્લેષણ જ્યોતિષિક દ્રષ્ટિએ કરવું રસપ્રદ રહેશે. પ્રિયંકા મેષ જન્મલગ્ન અને વૃષભ જન્મરાશિ ધરાવે છે. જન્મતારીખ: જુલાઈ 18 , 1982 જન્મસમય: 12.30 am જન્મસ્થળ: જમશેદપુર જન્મલગ્ન કુંડળી પ્રિયંકા ચોપરાની કુંડળીમાં સપ્તમ વિવાહસ્થાનનો સ્વામી શુક્ર છે. જે તૃતીયસ્થાનમાં મિથુન રાશિમાં બુધ અને રાહુ સાથે યુતિમાં છે. શુક્ર સુંદર , દેખાવડાં અને કલામાં અભિરુચિ ધરાવનાર જીવનસાથી પ્રદાન કરે છે. નિક ગાયન અને અભિનય કળામાં કુશળ છે. બુધ વાણી અને લેખનનો કારક ગ્રહ છે. સપ્તમેશ શુક્રની બુધ સાથેની યુતિને લીધે મધુર અવાજ અને ગીતો લખી શકવાની કુશળતા ધરાવનાર જીવનસાથી મળવાની સંભાવના ઉભી થઈ છે. આ સાથે જ સપ્તમેશ શુક્ર રાહુ સાથે પણ યુતિમાં છે. રાહુ વિદેશી લોકો , ભાષા અને વસ્તુઓનો કારક ગ્રહ છે. સપ્તમસ્થાન કે સપ્તમેશ સાથે રહેલો રાહુ વિદેશી કે અલગ ધર્મ અથવા જ્ઞાતિની , પોતાનાં કરતાં...