પ્રેમ, આકર્ષણ અને મૈત્રીના યોગો
આવતીકાલે વેલેન્ટાઈન્સ ડે છે ત્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે થતા પ્રેમ, આકર્ષણ અને મૈત્રીની ચર્ચાથી વધુ યોગ્ય વિષય કયો હોય શકે? તો ચાલો જોઈએ કે કુંડળીમાં રહેલા ક્યાં યોગોને લીધે એક સ્ત્રી અને પુરુષ પરસ્પર પ્રેમ અને આકર્ષણ અનુભવે છે. સામાન્ય રીતે નીચે વર્ણવેલ યોગો લગ્ન મેળાપક કરતી વખતે વિદ્વાન જ્યોતિષી અચૂક તપાસે છે. ઘણીવાર લોકો પૂછતાં હોય છે કે મારે કઈ રાશિ સાથે મેળ રહે? કઈ રાશિની વ્યક્તિ સાથે લગ્ન કરવા જોઈએ? હકીકતમાં એક સાથીની પસંદગી રાશિ ઉપરાંત અન્ય ઘણી બાબતોની વિચારણા માગી લે છે. લગ્ન મેળાપક એ રાશિ, ગુણાંક, મંગળદોષ કે નાડીદોષ પૂરતું સીમિત નથી. એ એક અતિ ચોકસાઈ, કુશળતા અને કાળજી માગી લેતું કાર્ય છે. એ માટે જ્યોતિષશાસ્ત્રનો ઊંડો અભ્યાસ, શાસ્ત્રના મૂળભૂત નિયમો અને અપવાદોની સમજ, વિદ્વતા, બુદ્ધિચાતુર્ય અને વેધક દ્રષ્ટિ હોવી જરૂરી છે. તેમાં ઉપરછલ્લાં કે ઉતાવળિયા નિર્ણયો ક્યારેય ન ચાલી શકે. સ્ત્રી અને પુરુષની કુંડળીને એકબીજા પર રાખીને એકની કુંડળીમાં રહેલા ગ્રહો બીજાની કુંડળીમાં કઈ રીતે પડ્યા છે તે જોવાથી બે વ્યક્તિઓ વચ્ચેનું પ્રેમ, આકર્ષણ અને મૈત્રીનું સાચું ચિત્ર બહાર આવે છે. જયારે ...