પોસ્ટ્સ

જૂન, 2013 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આપના સવાલ મારા જવાબ

હાલમાં જ એક વાચકમિત્રએ બ્લોગ પર કોમેન્ટ કરી છે. જે શબ્દશ: નીચે મુજબ છે. “ Mdme davdaji, i want to learn this. can u not start astrology teaching systematically on ur site. I feel this is a god given gift and must be shared with people. If ur sound financially, normally its expected not to charge for any favour. you can start teaching or puuting articles on astrology on u site from beginning and not half heartedly hardi ” જવાબ થોડો લાંબો હોવાથી અહીં જ લેખ સ્વરૂપે આપી રહી છું. ઉપરાંતમાં મને લાગ્યું કે આ કોમેન્ટમાં ઉલ્લેખિત વિષયની ચર્ચા આ બ્લોગ પર આવતા અન્ય વાચકમિત્રો સાથે કરવી પણ જરૂરી છે. આ એવા સવાલો છે જે ઘણીવાર આ બ્લોગ ઉપર અથવા અંગત રીતે મને પૂછવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ એક પછી એક સવાલોના એક પછી એક જવાબ! સવાલ : i want to learn this. can u not start astrology teaching systematically on ur site.     જવાબ : આપ જ્યોતિષ વિષયમાં રસ ધરાવો છો અને શીખવા માગો છો તે જાણીને આનંદ થયો. આ બ્લોગ પર મે ‘જ્યોતિષ શીખો’ શ્રેણી શરૂ કરેલ જ છે. જેમાં પાયાથી અને પદ્ધતિસર જ્ઞાન