ગુરુના મીન પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ – ૨૦૨૨
E. A. Rodrigues, Public domain, via Wikimedia Commons એપ્રિલ ૧૩ , ૨૦૨૨ના રોજ ૧૫.૪૯ કલાકે ગુરુ મહારાજ સ્વરાશિ મીનમાં પ્રવેશ કરશે. અહીં ગુરુ આશરે એક વર્ષ સુધી એટલે કે એપ્રિલ ૨૨ , ૨૦૨૩ સુધી મીનમાં ગોચર ભ્રમણ કરશે. મીન રાશિ એ ગુરુની પોતાની રાશિ હોવાથી ગુરુ બળની પ્રાપ્તિ કરશે. ગુરુ એ જ્ઞાન , વિદ્યા , ડહાપણ , વિસ્તૃતિકરણ , ધર્મ , સમૃદ્ધિનો કારક છે તેમજ નવેય ગ્રહોમાં સૌથી શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. ગત કેટલાંક વર્ષોથી શનિની રાશિઓ મકર અને કુંભમાં વિચરણ કરીને નિર્બળ બનેલાં ગુરુ મહારાજનું હવે સ્વરાશિ મીનમાં બળવાન બનવું એ એક શુભ અને રાહતરૂપ ઘટના કહી શકાય. ગુરુનું આ મીન રાશિમાં ગોચર ભ્રમણ બારેય જન્મરાશિઓને કેવું ફળ આપશે તે જાણીએ. આ ફળ જન્મલગ્ન અનુસાર ચકાસવાથી પણ વધુ સ્પષ્ટતા મળી શકશે. મેષ: ગુરુ દ્વાદશભાવમાંથી ભ્રમણ કરશે. આધ્યાત્મિક વલણમાં વૃદ્ધિ થઈ શકે છે. ધ્યાન દ્વારા મનના ઊંડાણને સ્પર્શી શકાય. એકાંત પ્રિય લાગે અને એકાંતમાં ધ્યાન-યોગ કે ચિંતન કરવાથી સુખની અનુભૂતિ કરી શકાય. આધ્યાત્મિક સાધનાઓ અને પ્રવૃતિઓ હાથ ધરી શકાય. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ નો અભ્યાસ કે સંશોધન હાથ ધરી શકાય. કોઈ પણ જાતન...