કેવાં જીવનસાથી મળે?
કુંડળીમાં સૌથી ઉપર રહેલાં ચતુષ્કોણમાં લખેલ રાશિનો અંક જન્મલગ્ન કહેવાય છે. આ જન્મલગ્નની રાશિના આધારે કેવાં જીવનસાથી પ્રાપ્ત થાય તેની સ્થૂળ અને સંક્ષિપ્ત માહિતી જોઈએ. મેષ લગ્ન: મેષ લગ્ન ધરાવતાં જાતકો આવેશમય અને હૂંફાળી લાગણીઓ ધરાવતાં હોય છે. પરંતુ પોતાનું ધાર્યુ કરનાર હઠીલા જીવનસાથી બને છે. ઘણીવાર ઉતાવળે પરણીને નિરાંતે પસ્તાવાનું ભાગ્ય લખાવીને આવે છે. સામાન્ય રીતે તેમને સુંદર અને દેખાવડાં જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. વૃષભ લગ્ન: વૃષભ લગ્ન ધરાવતાં જાતકોને સપ્તમસ્થાનમાં વૃશ્ચિક રાશિ પડે છે. જે ક્યારેક જીવનસાથીને બિમારી કે મૃત્યુનો ભય સૂચવે છે. જો આ ભય ન હોય તો પણ જીવનસાથી લશ્કર કે નૌસેનામાં કાર્યરત હોય અને વિયોગ આવે કે પછી અન્ય કોઈ રીતે વિયોગના સંજોગો ઉભાં થાય. ઘણીવાર ડંખીલા અને ઈર્ષાળુ જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. મિથુન લગ્ન: સપ્તમસ્થાનમાં ધનુ રાશિ પડે છે. જે બે સંબંધો , બે લગાવ કે બે લગ્નનો નિર્દેશ કરે છે. વિદેશી વ્યક્તિ સાથે લગ્ન થવાની સંભાવના રહે. વિદ્વાન અને સુશિક્ષિત જીવનસાથીની પ્રાપ્તિ થાય. લગ્નજીવનમાં લાગણીઓમાં વહીને કરાતી ચેષ્ટાઓની કમી રહે. જીવનસાથી સાથે મતભેદ ર...