પોસ્ટ્સ

ઑક્ટોબર, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુરુના વૃશ્ચિક ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

આજે 11 ઓક્ટોબર , 2018 ના રોજ 19.18 કલાકે ગુરુ મહારાજ તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. અહીં ગુરુ 5 નવેમ્બર , 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. આ દરમિયાન વચ્ચે 29 માર્ચ , 2019   થી 23 એપ્રિલ , 2019 ના આશરે 24 દિવસ જેટલાં ટૂંકા ગાળા માટે ધનુ રાશિમાં ભ્રમણ કરશે. પરંતુ બાકીના સમયગાળામાં ગુરુ વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરશે. આથી વત્તે-ઓછે અંશે આ ગુરુનું વૃશ્ચિક ભ્રમણ જ કહેવાશે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને ' જીવ ' કહ્યો છે. તે જ્યાંથી પણ પસાર થાય તે ભાવને ' જીવિત ' કરી દે છે. જીવનની જે પણ બાબતોને સ્પર્શે તેમાં પ્રાણ ફૂંકી દે છે. આવાં નવેય ગ્રહોમાં નિતાંત શુભ એવાં ગુરુનું વૃશ્ચિક રાશિમાં ગોચર ભ્રમણ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે પર રહેલો છે. મેષ: મેષ રાશિને ગુરુ અષ્ટમસ્થાનેથી ભ્રમણ કરશે. જીવન અને વ્યક્તિત્વમાં ઘણાં બદલાવ આવી શકે છે. વિચારો , માન્યતાઓ અને નૈતિક મૂલ્યોમાં ફેરફાર થવાની સંભાવના