મંગળનો વક્રી થઈને મીનમાં પ્રવેશ (04.10.2020 થી 14.11.2020)
મંગળ મહારાજ લગભગ દર બે વર્ષે વક્રી બને છે. વર્ષ 2020માં 10 સપ્ટેમ્બર , 2020 ના રોજ મંગળ મેષ રાશિમાં વક્રી બન્યો હતો. આજે 4 ઓક્ટોબર , 2020 ના રોજ વક્રી ભ્રમણ કરતાં મંગળે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. 14 નવેમ્બર , 2020 સુધી મંગળ મીન રાશિમાં વક્રી ભ્રમણ કરશે અને ત્યારબાદ મીન રાશિના 21 અંશે માર્ગી બનીને ફરી 24 ડીસેમ્બર , 2020 ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરી જશે. બાર રાશિઓનાં બનેલાં રાશિચક્રમાં અગ્નિ અને જળ રાશિઓ વચ્ચેના સંધિસ્થળને ગંડાંત તરીકે ઓળખવામાં આવે છે. મેષ અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. જ્યારે મીન જળતત્વ ધરાવનારી રાશિ છે. અગ્નિ અને જળના આ ગંડાંત ક્ષેત્રમાંથી મંગળનું એક કરતાં વધુ વખત ભ્રમણ કુદરતી આફતો જેવી કે વાવાઝોડું , પૂર , સુનામી , આગજની , ભૂકંપ તેમજ હિંસાત્મક ઘટનાઓ વગેરે ઘટાવી શકે છે. (ગંડાંત વિશે વધુ જાણકારી મેળવવાં માટે વાંચો ‘ ગંડાંતના ગુરુની ગડમથલ ’) વ્યક્તિગત દ્રષ્ટિએ જોતાં મીન જળરાશિ છે અને મંગળ અકસ્માત , ઈજાઓનો કારક ગ્રહ છે. મીન રાશિમાં મંગળના વક્રી ભ્રમણ દરમિયાન અજાણ્યાં પાણીથી દૂર રહેવું હિતાવહ રહે. મંગળ એ જોશ , ઉર્જા , સાહસ , આવેગ , ક્રોધ અને હિંસાનો કા...