પોસ્ટ્સ

ડિસેમ્બર, 2009 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગ્રહણની અસર

છબી
આપણે અગાઉ જોયું કે જન્મકુંડળીનાં જે ભાવમાં સૂર્યગ્રહણ થાય તે ભાવને લગતી બાબતો સંબંધિત સમસ્યાઓ, કટોકટી કે પરિવર્તન સૂચવે છે. જ્યારે જન્મનાં સૂર્યનાં નક્ષત્રમાં જ સૂર્યગ્રહણ થાય ત્યારે તેની અસર વધુ ઘેરી પડે છે. નીચે આપેલ દ્રષ્ટાંત કુંડળી જુઓ. આ જાતકે પરદેશ જવાનું આયોજન કર્યું હતું. તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ તેમણે મુસાફરી કરવાની હતી. આ મુસાફરીથી તેમને ઘણી બધી અપેક્ષાઓ હતી. તેઓ માનતા હતા કે પરદેશ જવાથી તેમનાં જીવનમાં સુખદ પરિવર્તન આવી જશે. તેમણે ત્યાં જવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. અચાનક તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ કોઇ કારણોસર તેમનું પરદેશ જવાનું રદ થયું. તેઓ અત્યંત હતાશામાં સરકી પડ્યા. તેમનાં સપનાઓ પર પાણી ફરી વળ્યું. પરદેશ જવા માટે કરેલી તમામ તૈયારીઓ વ્યર્થ ગઈ. તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ મકર રાશિનાં શ્રવણ નક્ષત્રમાં સૂર્યગ્રહણ થયું હતું. આ જાતકની કુંડળીમાં સૂર્ય મકર રાશિનાં શ્રવણ નક્ષત્રમાં જ નવમસ્થાન સ્થિત છે. નવમસ્થાન એ લાંબી મુસાફરીનું છે. આથી તેમને પરદેશની મુસાફરી સંબંધિત સમસ્યાઓ પેદા થઈ. પરદેશ જવાના યોગ માટે ૧, ૩, ૯, ૭ અને ૧૨ સ્થાન અગત્યનાં છે. તેમને શનિની મહાદશામ

ગ્રહણ

સન ૨૦૧૦ની શરૂઆત ગ્રહણથી થવા જઈ રહી છે. ૩૧મી ડિસેમ્બરે રાત્રે એટલે કે તા. ૧. ૧. ૨૦૧૦ના રોજ ૦૦:૨૨ am થી મિથુન રાશિના આર્દ્રા નક્ષત્રમાં ચન્દ્રગ્રહણ થશે. ત્યારબાદ તા. ૧૫. ૧. ૨૦૧૦ના રોજ મકર રાશિમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં સૂર્ય ગ્રહણ થશે. જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચન્દ્ર આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસનાં દિવસે જ થાય છે જ્યારે સૂર્ય અને ચન્દ્રની યુતિ થાય છે અને તે બંને પૃથ્વીની એક તરફ હોય છે. દરેક અમાસે સૂર્યગ્રહણ થતું નથી. અમાસની સમાપ્તિ સમયે રાહુ કે કેતુથી આગળ કે પાછળ ૧૯ અંશ કરતાં ઓછા અંતરે સૂર્ય હોય ત્યારે સૂર્યગ્રહણ થવાનો સંભવ રહે છે. આ અંતર ૧૩ અંશ કરતાં ઓછું હોય તો સૂર્યગ્રહણ ચોક્કસ થાય છે. જ્યારે સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે ચન્દ્રગ્રહણ થાય છે. ચન્દ્રગ્રહણ પૂનમની રાત્રે જ થાય છે જ્યારે સૂર્ય અને ચન્દ્રની પ્રતિયુતિ હોય છે અને તે બંને એકબીજાની સામે હોય છે. દરેક પૂનમે ચન્દ્રગ્રહણ થતું નથી. પૂનમનાં સમાપ્તિ સમયે રાહુ કે કેતુથી આગળ કે પાછળ ૧૩ અંશથી ઓછા અંતરે ચન્દ્ર હોય ત્યારે ચન્દ્રગ્રહણ થવાનો સંભવ હોય છે. આ અંતર ૯ અંશ કરતાં ઓછું હોય તો ચન્દ્રગ્રહણ ચ

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુ શબ્દ સંસ્કૃતની "વસ" ધાતુ પરથી આવ્યો છે. વસ એટલે કે વસવું અને શાસ્ત્ર એટલે વિજ્ઞાન. આમ વાસ્તુશાસ્ત્ર એટલે વસવાટનું વિજ્ઞાન. અન્ય મત મુજબ વાસ્તુ શબ્દ "વસ્તુ” શબ્દમાંથી નિર્મિત થયેલો છે. વસ્તુ એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે. વસ્તુમાંથી ઉત્પન થયું તે વાસ્તુશાસ્ત્ર. સમગ્ર બ્રહ્માંડ પાંચ તત્વો દ્વારા રચાયેલું છે. આ પાંચ તત્વો છે - અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આપણું શરીર પણ પંચમહાભૂતોથી બનેલું છે. કોઈ પણ નિવાસસ્થાનમાં પણ આ પાંચ તત્વોનો સમાવેશ થયેલો હોય છે. જે રીતે માનવ શરીરમાં આ પાંચ તત્વોનું અસંતુલન પેદા થવાથી વિકાર ઉત્પન થાય છે તે જ રીતે કોઈ પણ નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનું અસંતુલન તેમાં રહેનારાં લોકો માટે મૂશ્કેલીઓ પેદા કરી શકે છે. નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનું ઉચિત સંતુલન તેમાં રહેનાર મનુષ્યોને સુખ, શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરે છે. વાસ્તુશાસ્ત્રનાં નિયમો મુજબનું નિર્માણ આ પાંચ તત્વોનું સંતુલન બનાવી રાખે છે. વાસ્તુશાસ્ત્રની પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છૂપાયેલો છે. તેમાં સૂર્યના કિરણો, પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્ર અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આ

૨૭ નક્ષત્રો

નક્ષત્ર રાશિ અંશ આકૃતિ સ્વામી દેવ ૧. અશ્વિની મેષ ૦°- ૧૩°૨૦’ અશ્વમુખ કેતુ અશ્વિની ૨. ભરણી મેષ ૧૩°૨૦’- ૨૬°૪૦’ યોનિ શુક્ર યમ ૩. કૃતિકા મેષ- વૃષભ ૨૬°૪૦’- ૧૦° અસ્તરો સૂર્ય અગ્નિ ૪. રોહિણી વૃષભ ૧૦°- ૨૩°૨૦’ શકટ ચન્દ્ર પ્રજાપતિ ૫. મૃગશીર્ષ વૃષભ- મિથુન ૨૩°૨૦’- ૬°૪૦’ હરણમુખ મંગળ સોમ ૬. આર્દ્રા મિથુન ૬°૪૦’- ૨૦° મણિ રાહુ રૂદ્ર ૭. પુનર્વસુ મિથુન- કર્ક ૨૦°- ૩°૨૦’ ધનુષ્ય ગુરુ આદિતી ૮. પુષ્ય કર્ક ૩°૨૦’- ૧૬°૪૦’ પુષ્પ શનિ બૃહસ્પતિ ૯. આશ્લેષા કર્ક ૧૬°૪૦’- ૩૦° સર્પ બુધ સૂર્ય ૧૦. મઘા સિંહ ૦°- ૧૩°૨૦’ પાલખી કેતુ પિતર ૧૧. પૂર્વાફાલ્ગુની સિંહ ૧૩°૨૦’- ૨૬°૪૦’ પલંગના પાયા શુક્ર ભગ ૧૨. ઉત્તરાફાલ્ગુની સિંહ- કન્યા ૨૬°૪૦’- ૧૦° પલંગ સૂર્ય અયમા ૧૩. હસ્ત કન્યા ૧૦°- ૨૩°૨૦’ હાથનો પંજો ચન્દ્ર સવિતા ૧૪. ચિત્રા કન્યા- તુલા ૨૩°૨૦’- ૬°૪૦’ મોતી મંગળ ત્વષ્ટા ૧૫. સ્વાતિ તુલા ૬°૪૦’- ૨૦° પ્રવાલ રાહુ વાયુ ૧૬. વિશાખા તુલા- વૃશ્ચિક ૨૦°- ૩°૨૦’ ચાકડો ગુરુ ઈન્દ્રાગ્નિ ૧૭. અનુરાધા વૃશ્ચિક ૩°૨૦’- ૧૬°૪૦’ છત્ર શનિ મિત્ર ૧૮. જ્યેષ્ઠા વૃશ્ચિક ૧૬°૪૦’- ૩૦° કુંડલ બુધ ઈન્દ્ર ૧૯. મૂળ ધનુ ૦°- ૧૩°૨૦’ મૂળિયાનાં ભારા કેતુ નિઋર્તિ ૨૦. પૂર્વાષાઢા ધનુ ૧૩°

નક્ષત્ર

ન ક્ષતિ ઈતિ નક્ષત્ર એટલે કે જેનો નાશ નથી થતો તે નક્ષત્ર. આકાશમાં જુદા-જુદા સ્થિર તારક સમૂહો રહેલાં છે. તારાઓનાં આ સમૂહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઈ શકાય છે. આ તારક વૃંદોને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. પુરાણો અનુસાર ૨૭ કે ૨૮ નક્ષત્રો એ દક્ષની પુત્રીઓ હતી. દક્ષ બ્રહ્માનો પુત્ર ગણાય છે અને એ પ્રજાપતિ પણ છે. દક્ષે પોતાની પુત્રીઓને ચન્દ્ર સાથે પરણાવેલી હતી. દક્ષની બધી પુત્રીઓમાં રોહિણી ચન્દ્રને સૌથી પ્રિય હતી. બાકીની દક્ષપુત્રીઓની ચન્દ્ર અવગણના કરતો હતો. દક્ષને આની જાણ થતાં તેણે ચન્દ્ર મૃત્યુ પામે તેવો શ્રાપ આપ્યો. પરંતુ બાદમાં પુત્રીઓની દરમ્યાનગીરી અને વિનવણીઓને લીધે તેણે એ શ્રાપ ઘટાડીને થોડી અવધિ પૂરતું ચન્દ્રનું મૃત્યુ થાય તેમ કરી નાખ્યો. આથી ચન્દ્રની કલામાં થતો ઘટાડો અને ફરી થતો વધારો એ દક્ષે ચન્દ્રને આપેલાં શ્રાપનું સૂચક છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નક્ષત્રો એ ક્રાંતિવૃતનું (સૂર્યનો ભ્રમણમાર્ગ) ૨૭ ભાગમાં થતું વિભાજન છે. ક્રાંતિવૃત ૩૬૦ અંશનો બનેલો છે. આથી એક નક્ષત્રનું માપ ૧૩ અંશ ૨૦ કલા થશે. (૩૬૦/૨૭) વધુમાં દરેક નક્ષત્રને ૪ ચરણ/પદમાં વિભાજીત કરવામાં આવ્યા છે. આથી નક્ષત્રનાં એક ચરણનું

ગુરુનો કુંભ રાશિમાં પ્રવેશ

ગ્રહમંડળનો સૌથી શુભગ્રહ ગુરુ તા.૨૦-૧૨-૨૦૦૯ના રોજ ૦૦ કલાક ૧૭ મિનિટે કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને તા.૨-૫-૨૦૧૦ સુધી કુંભ રાશિમાં રહેશે. તા.૨-૫-૨૦૧૦થી ગુરુ મીન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. ફરીથી તા.૧-૧૧-૨૦૧૦ના રોજ ગુરુ કુંભ રાશિમાં પ્રવેશશે અને ત્યારબાદ ફરીથી તા.૬-૧૨-૨૦૧૦થી મીન રાશિમાં ભ્રમણ કરશે. ગુરુનું કુંભ રાશિમાં આ ભ્રમણ બારે રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં એ નોંધવું જરૂરી છે કે આ ફક્ત સ્થૂળ ફળાદેશ છે. સચોટ ફળાદેશ માટે વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે બાબતોનો અભ્યાસ જરૂરી છે. મેષ મેષ રાશિને ગુરુ લાભસ્થાનેથી ગોચર ભ્રમણ કરશે. ગુરુનું આ ભ્રમણ ધનલાભ કરાવનાર બની રહે. નાણાકીય આવકમાં વધારો થાય. નોકરીમાં પગાર વધારો અને વ્યવસાયમાં નફામાં વૃધ્ધિ થાય. નવી નોકરી મળી શકે તેમજ ચાલુ નોકરીમાં પ્રમોશન મેળવી શકાય. વ્યવસાયમાં ભાગીદારો સાથે સુમેળ રહે. શેર-સટ્ટાથી લાભ રહે. મિત્રો તથા ભાઈ-બહેનોથી ધનલાભ રહે. અપરિણીતોનાં લગ્ન-સગાઈ થઈ શકે છે. પરિણીતોનાં લગ્નજીવન વધુ સંવાદિતાભર્યા બને. સંતાનપ્રાપ્તિ માટે સમય અનુકૂળ રહે. પ્રણયસંબંધોમાં સફળતા મળે. વિદ્ય

મીન

છબી
મીન રાશિ રાશિચક્રની બારમી અને અંતિમ રાશિ છે. તે દ્વિસ્વભાવ અને જળતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી ગુરુ છે. મીન રાશિમાં પૂર્વાભાદ્રપદા નક્ષત્રનું છેલ્લું ચરણ, ઉત્તરાભાદ્રપદા અને રેવતિ નક્ષત્રનો સમાવેશ થાય છે. મીન રાશિનું ચિહ્ન પાણીમાં તરતી બે માછલીઓ છે. મીન રાશિનાં જાતકો મધ્યમ કે ટૂંકું કદ, ભરાવદાર દેહ અને ચહેરો, ટૂંકા અને નાનાં હાથ-પગ ધરાવતાં હોય છે. માછલીઓ પાણીમાં તરી રહી છે. જ્યોતિષશાસ્ત્રમાં પાણી લાગણીઓનું સૂચક છે. મીન રાશિનાં જાતકો લાગણીશીલ, સંવેદનશીલ, કલ્પનાશીલ અને કરુણામય વ્યક્તિત્વ ધરાવતાં હોય છે. તેઓ પ્રામાણિક અને પરોપકારી હોય છે અને બીજાની મદદ કરવાં હંમેશા તૈયાર હોય છે. પોતાનાં નાણા બીજાને મદદરૂપ થવામાં અને દાન આપવામાં ખર્ચી નાખે છે. ઘણીવાર તેમની વધુ પડતી ઉદારતા તેમની પોતાની પ્રગતિને અવરોધે છે. પાણીમાં માછલીઓ એકબીજાથી વિરુધ્ધ દિશામાં તરી રહી છે. એ બેવડી ઈચ્છાઓ, વિચારો અને વલણોનું સૂચન કરે છે. મીન રાશિનાં જાતકો હંમેશા પોતાનાં બેવડાં વિચારોને લીધે અટવાયાં કરે છે. ઉપર તરવું કે નીચે તરવું? આ દિશામાં તરવું કે પેલી દિશામાં? આ રીતે બેવડી ઈચ્છાઓને લીધે થાકી જાય છે અને પોતાનાં ઈચ્છિત

કુંભ

છબી
કુંભ રાશિ રાશિચક્રની અગિયારમી રાશિ છે. તે સ્થિર અને વાયુતત્વ ધરાવતી રાશિ છે. કુંભ રાશિનો સ્વામી શનિ છે. કુંભ રાશિમાં ધનિષ્ઠા નક્ષત્રનાં છેલ્લા બે ચરણો, શતભિષા અને પૂર્વાભાદ્રપદા નક્ષત્રનાં પહેલાં ત્રણ ચરણોનો સમાવેશ થાય છે. કુંભ રાશિનું ચિહ્ન કુંભધારી માનવ છે. કુંભ રાશિનાં જાતકો મધ્યમ કે ઊંચા અને મજબૂત બાંધો ધરાવતાં હોય છે. ઘડો જળથી પૂર્ણરૂપે ભરેલો છે અને જળ છલકાઈ રહ્યું છે. પૂર્ણરૂપે જળથી ભરેલો ઘડો પૂર્ણતાનું પ્રતીક છે. કુંભ રાશિનાં જાતકો ગ્નાન અને દયાથી પરિપૂર્ણ હોય છે. ઘડો એ બ્રહ્માંડરૂપી ગર્ભનું પણ સૂચન કરે છે. આથી કુંભ રાશિનાં જાતકો દુનિયાભરનાં માનવ બાળો માટે મમતાથી ભરેલાં હોય છે. તેઓ માનવતાવાદી હોય છે અને સમાજની ઊંડી ચિંતા કરનારાં હોય છે. તેઓ લાગણીશીલ હોય છે અને બીજાનાં દુઃખ અને તક્લીફો જોઈ શકતાં નથી. સમાજનાં પ્રશ્નોનો ઉકેલ શોધવાં તત્પર રહે છે અને સામાજીક કાર્યો કરતી સંસ્થાઓ કે સંગઠનો સાથે જોડાય છે. કુંભ રાશિનાં જાતકો બુધ્ધિશાળી હોય છે. દરેક બાબતનાં લાભ અને ગેરલાભ વિચારીને આગળ વધે છે. તેઓ કાર્યને સમજવામાં ધીમા પરંતુ એક વાર કાર્ય સમજી લીધાં બાદ તેને પૂરાં આત્મવિશ્વાસ સાથે સહેલાઈથ

મકર

છબી
મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ છે. તે ચર અને પૃથ્વીતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી શનિ છે. મકર રાશિમાં ઉત્તરાષાઢા નક્ષત્રનાં છેલ્લા ત્રણ ચરણો, શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રનાં પહેલાં બે ચરણોનો સમાવેશ થાય છે. મકર રાશિનું ચિહ્ન મૃગનાં મોઢાવાળી મગર છે. મકર રાશિનાં જાતકો કૃશકાય, લાંબી ડોક, લાંબુ નાક અને ઊંડી આંખો ધરાવતાં હોય છે. તેઓ મિતવ્યયી અને વ્યવહારકુશળ હોય છે. મકર રાશિનાં જાતકો હંમેશા એક જ પધ્ધતિથી ધીમે-ધીમે કાર્ય કરનારાં હોય છે. તેઓ પોતાનું કાર્ય ખંતપૂર્વક કરે છે. એક વાર કોઈ કાર્ય સ્વીકારે તો પછી તેને પૂરી કુશળતાથી પૂર્ણ કરે છે. તેઓ પોતાનાં કાર્ય પ્રત્યે સમર્પિત વલણ ધરાવનારાં હોય છે. મકર રાશિનાં જાતકો વ્યવસાયમાં ગણતરીબાજ હોય છે. તેઓ ઝડપથી નિર્ણય લેનારાં અને ઉત્તમ વ્યવસ્થાશક્તિ ધરાવનારાં હોય છે. વ્યવસ્થામાં કુશળ હોવાથી એક સારા આયોજક કે પ્રબંધક બની શકે છે. મકર રાશિનાં જાતકો તેમનાં જીવન દરમ્યાન અનેક મૂશ્કેલીઓ, અડચણો અને અવરોધોનો સામનો કરે છે. તેઓ સારી સહનશક્તિ ધરાવે છે અને દરેક મૂશ્કેલીઓમાંથી બહાર આવવાં શક્તિમાન હોય છે. મકર રાશિનાં જાતકો પોતાની લાગણીઓને છૂપાવીને રાખે છે અને અભિવ્યકત કરી શક

ધનુ

છબી
ધનુ રાશિ રાશિચક્રની નવમી રાશિ છે. તે દ્વિસ્વભાવ અને અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી ગુરુ છે. ધનુ રાશિમાં મૂળ નક્ષત્ર, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રનાં પ્રથમ ચરણનો સમાવેશ થાય છે. ધનુ રાશિનું ચિહ્ન ધનુર્ધારી અર્ધમાનવ અર્ધઅશ્વ છે. ધનુ રાશિનાં જાતકો ઊંચા, સુડોળ, ભરાવદાર ગાલ, વિશાળ ભાલ, મોટી આંખો અને ભોળો ચહેરો ધરાવતાં હોય છે. અર્ધ અશ્વ હોવાથી ધનુ રાશિનાં જાતકો અશ્વની માફક ઉર્જા, જોશ અને તાકતથી ભરપૂર હોય છે. તેઓ કાર્યશીલ હોય છે અને જલ્દીથી થાકતાં નથી. નિર્ભીક અને હિમતવાન હોય છે. જીવનની દરેક મૂશ્કેલ પરિસ્થિતિઓનો દ્રઢતાથી સામનો કરે છે. તેઓ આત્મવિશ્વાસ ધરાવે છે અને શક્તિશાળી હોય છે. ધનુર્ધારી અર્ધ માનવે તીર વડે પોતાનાં લક્ષ્ય પર નિશાન તાકેલું છે. આ જ રીતે ધનુ રાશિનાં જાતકોનું ધ્યાન હંમેશા પોતાનાં લક્ષ્ય પર કેન્દ્રિત હોય છે અને તેઓ પોતાનાં લક્ષ્ય પ્રાપ્ત કરીને રહે છે. લક્ષ્યની સિધ્ધિ માટે બધી હદો ભૂલી જાય છે. તેઓ ચીવટપૂર્વક કાર્યો કરનારાં અને કાર્ય કરતી વખતે પરિણામનો વિચાર નહિ કરનારાં હોય છે. તેઓ સ્પષ્ટવક્તા હોય છે અને ઘણીવાર તેને લીધે સંકોચજનક પરિસ્થિતિમાં મૂકાય જાય છે. ધનુ રાશિનાં

વૃશ્ચિક

છબી
વૃશ્ચિક રાશિ રાશિચક્રની અષ્ટમ રાશિ છે. તે સ્થિર અને જળતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી મંગળ છે. વૃશ્ચિક રાશિમાં વિશાખા નક્ષત્રનું છેલ્લુ ચરણ, અનુરાધા અને જ્યેષ્ઠા નક્ષત્રનો સમાવેશ થાય છે. વૃશ્ચિક રાશિનું ચિહ્ન વીછીં છે. વૃશ્ચિક રાશિનાં જાતકો મધ્યમ કદ, મજબૂત બાંધો અને પહોળો ચહેરો ધરાવતાં હોય છે. વૃશ્ચિક રાશિનાં જાતકો કૃતનિશ્ચયી હોય છે. જીવનનાં માર્ગમાં આવતાં વિઘ્નોને દૂર કરી આગળ વધનારાં હોય છે. તેઓ કલ્પનાશીલ, બુધ્ધિશાળી અને લાગણીશીલ હોય છે. બળવાન અંતઃપ્રેરણા ધરાવતાં હોય છે. વાતો અને રહસ્યોની ગુપ્તતા જાળવનારાં હોય છે. વીંછીનો સ્વભાવ છે ડંખ મારવાનો. વૃશ્ચિક રાશિનાં જાતકો પણ ડંખીલો સ્વભાવ ધરાવનારાં હોય છે. તેઓ વૈરવૃતિ ધરાવનારાં અને પોતાની સાથે થયેલો અન્યાય કે ખરાબ વર્તન નહિ ભૂલનારાં હોય છે. સમય આવ્યે મોકો જોઈને બદલો લેનારાં હોય છે. વૃશ્ચિક રાશિ જળતત્વ ધરાવતી રાશિ છે. આથી વૃશ્ચિક જાતકો લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવે છે. લાગણીશીલ હોવાથી પ્રેમ અને ઘૃણા બંનેની અભિવ્યક્તિમાં અતિરેક કરે છે. જ્યારે ઘૃણા કે શત્રુતા થાય ત્યારે અત્યંત શત્રુતાપૂર્ણ વ્યવહાર કરનારાં હોય છે. મિત્રતા અને શત્રુતા બંનેમાં અત્ય

તુલા

છબી
તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ છે. તે ચર અને વાયુતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી શુક્ર છે. તુલા રાશિમાં ચિત્રા નક્ષત્રનાં છેલ્લા બે ચરણો, સ્વાતિ અને વિશાખા નક્ષત્રનાં પહેલાં ત્રણ ચરણોનો સમાવેશ થાય છે. તુલા રાશિનું ચિહ્ન તુલાધારી પુરુષ છે. તુલા રાશિનાં જાતકો ઉંચા, પાતળાં, સુડોળ, જાડું અથવા પોપટ જેવું નાક પરંતુ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં હોય છે. તુલા એટલે કે સરખી રીતે માપી તોલીને સંતુલન બનાવવું. તુલા રાશિનાં જાતકો પણ હંમેશા જીવનનાં દરેક ક્ષેત્રોમાં સંતુલન અને સંવાદિતા બનાવી રાખવા ઈચ્છે છે. એ સંતુલન વ્યવસાય અને અંગત જીવન વચ્ચેનું હોય કે પછી સાંસારીક જીવન અને આધ્યાત્મિક જીવન વચ્ચેનું સંતુલન. તુલા રાશિનાં જાતકો હંમેશા સંતુલન બનાવી રાખવાં કોશીશ કરતાં રહે છે. તેઓ દરેક બાબતોના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિચારે છે અને ત્યારબાદ પોતાનો નિર્ણય લે છે. તુલા રાશિના જાતકો રચનાત્મક સમીક્ષા કરનારાં અને ન્યાયપૂર્ણ હોય છે. જીવનમાં નવીનતા અને ફેરફારોને આવકારે છે. હંમેશા સુખ-શાંતિ ઈચ્છે છે અને કોઈપણ ભોગે શાંતિ બનાવી રાખવા ઈચ્છે છે. તેઓ ખુશમિજાજ, કલ્પનાશીલ અને બુધ્ધિશાળી હોય છે. મોજ-મજા અને સુખ-સગવડનાં સાધનો તેમ

કન્યા

છબી
કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ છે. તે દ્વિસ્વભાવ અને પૃથ્વીતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી બુધ છે. કન્યા રાશિમાં ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનાં છેલ્લા ત્રણ ચરણો, હસ્ત અને ચિત્રા નક્ષત્રનાં પહેલાં બે ચરણોનો સમાવેશ થાય છે. કન્યા રાશિનું ચિહ્ન કુમારિકા છે. કન્યા રાશિનાં જાતકો મધ્યમ ઉંચાઈ, સુડોળ શરીર અને હસતો ચહેરો ધરાવતાં હોય છે. એક કુમારિકાની માફક તેઓ શરમાળ અને સંવેદનશીલ હોય છે. તેઓ સૌમ્ય અને મૃદુભાષી હોય છે. તેઓ આકર્ષક રીતે વાતચીત કરવાની કલા ધરાવે છે અને પોતાની વાતોથી સાંભળનારને મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ સમજી અને વિચારીને બોલનારાં હોય છે. પોતાનાં વિચારો વ્યક્ત કરતાં પહેલાં ચકાસી લે છે અને ત્યારબાદ વ્યક્ત કરે છે. પોતાનાં રહસ્યો ગુપ્ત રાખે છે. કુમારિકા પોતાનાં ભવિષ્યનાં સપનાંઓ અને કલ્પનાઓની દુનિયામાં રાચતી હોય છે. આ જ રીતે કન્યા રાશિનાં જાતકો કલ્પનાશીલ હોય છે અને પોતાની કલ્પનાઓ પર દ્રઢ વિશ્વાસ ધરાવનારાં હોય છે. કન્યા રાશિ માનવીય રાશિ છે. આથી કન્યા રાશિનાં જાતકો માટે માનવતા અગ્ર સ્થાને હોય છે. તેઓ સેવાભાવ અને સંબંધોમાં વિશ્વાસ ધરાવનારાં હોય છે. સંબંધોમાં સાવધાન હોય છે અને સંબંધો જોડતાં પહેલ

સિંહ

છબી
સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ છે. તે સ્થિર અને અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી સૂર્ય છે. સિંહ રાશિમાં મઘા, પૂર્વાફાલ્ગુની અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનાં પ્રથમ ચરણનો સમાવેશ થાય છે. સિંહ રાશિનું પ્રતીક નામ પ્રમાણે જ સિંહ છે. સિંહ રાશિનાં જાતકો ઊંચા, સુદ્રઢ અને સ્નાયુબધ્ધ બાંધો, મજબૂત હાડકાંઓ, પહોળું કપાળ અને અલ્પ કેશ ધરાવતાં હોય છે. તેઓ ગૌરવશાળી અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં હોય છે. સિંહ એટલે કે જંગલનો રાજા. એક રાજામાં હોય તે બધાં જ ગુણો સિંહ રાશિનાં જાતકો ધરાવે છે. તેઓ સત્તાપ્રિય, નિર્ભય, મહાત્વાકાંક્ષી, અભિમાની અને હિંમતવાન હોય છે. જીંદગીમાં હંમેશા દરેક સમયે અને દરેક જગ્યાએ સર્વોચ્ચ સ્થાને પહોંચવાની મહેચ્છા ધરાવે છે. નોકરી અથવા વ્યવસાયમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ કરે છે. સિંહ રાશિનાં જાતકો માટે બીજાની નીચે રહી કામ કરવું મૂશ્કેલ હોય છે. તેઓ જીંદગીના તમામ પડકારોને પહોંચી વળવા તત્પર હોય છે. તેઓ ઓછું બોલવાની ટેવ ધરાવે છે. બોલે ત્યારે ઉંચા સાદે બોલે છે અને ગુસ્સે થાય ત્યારે સિંહની માફક ગર્જના કરે છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. જંગલનો રાજા સિંહ છે તો ગ્રહોનો રાજા સૂર્ય છે. એક રાજા પાસે

કર્ક

છબી
કર્ક રાશિ રશિચક્રની ચતુર્થ રાશિ છે. તે ચર અને જળતત્વ ધરાવતી રાશિ છે. તેનો સ્વામી ચન્દ્ર છે. કર્ક રાશિમાં પુનર્વસુ નક્ષત્રના છેલ્લા ચરણ, પુષ્ય અને આશ્લેષા નક્ષત્રનો સમાવેશ થાય છે. કર્ક રાશિનું ચિહ્ન કરચલો છે. કર્ક રાશિના જાતકો ઓછી ઉંચાઈ, ટૂંકું નાક, ચન્દ્ર જેવો ગોળ ચહેરો, ભરાવદાર ગાલ અને પુષ્ટ શરીર ધરાવતાં હોય છે. કરચલો જમીન અને પાણી એમ બંનેમાં છૂપાઈને રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં જળને લાગણીઓ અને સંવેદનોનું પ્રતીક માનવામાં આવે છે. કર્ક રાશિનાં જાતકો સંવેદનશીલ, લાગણીશીલ અને સહાનુભૂતિપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે. આમ છતાં તેઓ પોતાની લાગણીઓ છૂપાવવામાં પણ કુશળ હોય છે. ઘણીવાર તેઓ અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે. કર્ક રાશિના જાતકોને જળ પ્રિય હોય છે. તેઓ દરિયાકિનારે કુદરતનાં સાનિધ્યમાં રહેવાનું કે ફરવાનું પસંદ કરે છે. કરચલો હંમેશા પોતાની પીઠ પર પોતાનું કવચરૂપી ઘર સાથે લઈને ફરે છે અને મૂશ્કેલીનાં સમયમાં પોતાના ઘરમાં છૂપાઈ જાય છે. કર્ક રાશિના જાતકોને પણ પોતાનું ઘર અત્યંત પ્રિય હોય છે. તેઓ પોતાનો મોટાભાગનો સમય ઘર અને પરિવાર સાથે વિતાવવાનું પસંદ કરે છે. તેઓ પોતાના પરિવારજનોની સુરક્ષા અને સંભાળ બાબતે સતર્ક