પોસ્ટ્સ

જૂન, 2014 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુરુના કર્ક ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

દેવોના ગુરુ એવા બૃહસ્પતિ મહારાજે જૂન 19 ,  2014થી કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચત્વ ધારણ કરે છે. આથી કર્ક રાશિમાં ગુરુનુ ગોચર ભ્રમણ વિશેષ મહત્વ ધરાવે છે. ગુરુ ગ્રહ વિદ્વાનોનું પ્રતીક છે. નૈસર્ગિક કુંડળીમાં નવમ અને દ્વાદશભાવનો સ્વામી છે. શરીરમા મેદ પર તેનો અધિકાર માનવામાં આવ્યો છે. ગુરુ એ સાત્વિક અને પૌરુષપૂર્ણ ગ્રહ છે. કોઈપણ ગ્રહ જે રાશિ અને ભાવમાં ભ્રમણ કરે છે તે અનુસાર મનુષ્યને જીવનમા ક્યારે અને કેવું ફળ મળશે તેનો નિર્દેશ મળે છે. ગુરુ કર્ક રાશિમાં જુલાઈ 14 ,  2015 સુધી ભ્રમણ કરવાનો છે. આ લગભગ  એક વર્ષના ગાળા દરમિયાન બાર રાશિઓ/જન્મલગ્નોને કેવું ફળ મળશે તે જોઈએ. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે .  સૂક્ષ્મ ફળનો આધાર  વ્યક્તિગત કુંડળીમા રહેલાં ગ્રહો , મહાદશા-અંતર્દશા , અષ્ટકવર્ગના બિંદુઓ વગેર પર રહેલો છે. મેષ (અ , લ , ઈ): મેષ રાશિને ગુરુએ ચતુર્થસ્થાનમાં પ્રવેશ કર્યો છે. ગૃહ અને કુટુંબને લીધે આનંદનો અનુભવ થાય. ઘરની સુખ-સગવડતાઓમાં વધારો થાય. ગૃહ ક્ષેત્રે શાંતિ અને સલામતીની અનુભૂતિ થાય. બહારની દુનિયાની પળોજણો કરતાં મનની શાંતિ વધુ અગત્યની બને. સ્થાવ

ગુજરાત સમાચાર - ધર્મલોક & અગમ નિગમ પૂર્તિ - મુંબઈ આવૃતિ

છબી
પ્રિય વાચકમિત્રો ,  અગ્રણી ગુજરાતી અખબાર  ' ગુજરાત સમાચાર ' ની મુંબઈ આવૃતિમાં આજની તા. 2.6.2014 ની ધર્મલોક & અગમ નિગમ પૂર્તિમાં આપ મારો લેખ  ' શાહરૂખના ગ્રહોની રૂખ '  વાંચી શકશો. લેખમાં શાહરૂખની કુંડળીનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ કરેલ છે. હવે પછી દર સોમવારે આ લેખમાળા અંતર્ગત જાહેર જીવનમાં પ્રસિદ્ધ વ્યક્તિઓની કુંડળીઓની ચર્ચા અને વિશ્લેષણ પ્રસિદ્ધ થતું રહેશે. મુંબઈ સ્થિત વાચકમિત્રો , આપ સૌ વાંચતા રહેશો અને આપના પ્રતિભાવ જણાવતા રહેશો. જ્યોતિષના વિદ્યાર્થીઓ અને જ્યોતિષના જાણકાર મિત્રો માટે આ લેખમાળા ઉપયોગી અને રસપ્રદ નીવડશે તેવી આશા રાખું છું.