પોસ્ટ્સ

મે, 2014 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ધીરે સબ કુછ હોય

ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય માલી સીંચે સૌ ઘડા ઋતુ આયે ફલ હોય ‍‍‍- કબીર પ્રકૃતિ આપણને ધીરજનો પાઠ શીખવે છે. પ્રકૃતિમાં દરેક ઘટના એના નિશ્ચિત સમયે અને નિશ્ચિત નિયમ અનુસાર ઘટે છે અને એ જ તો આ સમગ્ર બ્રહ્માંડનો શાશ્વત નિયમ છે. આપણે જ્યારે આ નિયમ જાણી લઈએ છીએ ત્યારે આપોઆપ ધીરજનો પ્રથમ પાઠ શીખી લઈએ છીએ.   ધીરજ એટલે શું ? ધીરજ એટલે પોતાના કર્મ , આવડત અને પ્રતિભામા શ્રદ્ધા ધરાવવી. ધીરજ એટલે ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરે આપણાં માટે ઘડેલી યોજનામા શ્રદ્ધા ધરાવવી. બુદ્ધિ શંકા પેદા કરે છે. હૃદય શ્રધ્ધા પેદા કરે છે. ધીરજ ગુમાવવી એટલે કે પોતાની જાત પ્રત્યે અને ઈશ્વર પ્રત્યે શંકા પેદા કરવી. ધીરજ ગુમાવવી એટલે ખુદમાંથી અને ખુદામાંથી શ્રદ્ધા ગુમાવવી. ધીરજ એટલે રાહ જોવી , અડગ રહેવુ , મથ્યા કરવુ. ધીરજ એટલે કશુંક પ્રાપ્ત કરવા માટે કરાતી તપસ્યા અને સાધના. ધીરજ એટલે સંપૂર્ણતાનો આગ્રહ . ધીરજ એટલે બારીકી અને ચોકસાઈનો આગ્રહ. ધીરજ એટલે શ્રેષ્ઠનું નિર્માણ. ધીરજ એટલે કશુંક ચલાવી લેતાં , ફવડાવી લેતાં , સમાધાન કરાવી લેતાં કરાતો ઈન્કાર. ધીરજ ગુમાવવી એટલે સુખની અનુભૂતિ પ્રાપ્ત કરવામાં કરાતી ઉતાવ