પોસ્ટ્સ

જાન્યુઆરી, 2013 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાસ્તુશાસ્ત્રના આધારે અભ્યાસખંડની રચના

છબી
"ન ચોર હાર્યમ, ન ચ રાજ હાર્યમ,  ન ભાતૃ ભાજ્યમ, ન ચ ભારકારી, વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ, વિદ્યા ધનમ સર્વ ધને પ્રધાનમ ” ન કોઈ તેને ચોરી શકે છે, ન રાજા પડાવી શકે છે, ન ભાઈઓ ભાગ પડાવી શકે છે, ન એનો ભાર લાગે છે. તેને વાપરવાથી અને વહેંચવાથી હંમેશા તેની વૃદ્ધિ થાય છે. સર્વ ધનમાં વિદ્યારૂપી ધન શ્રેષ્ઠ છે. આવું સર્વશ્રેષ્ઠ વિદ્યારૂપી ધન પ્રાપ્ત કરવા માટે એકાગ્રતાની જરૂર પડે છે. અભ્યાસમાં એકાગ્રતા અને સફળતાની પ્રાપ્તિ માટે વાસ્તુશાસ્ત્ર આપણી મદદે આવી શકે છે. વાસ્તુશાસ્ત્રના આધારે અભ્યાસખંડની રચના કરવાથી બાળક વધુ સહેલાઈથી એકાગ્ર બનીને વિદ્યારૂપી ધનની પ્રાપ્તિ કરી શકે છે. આવો જોઈએ વાસ્તુશાસ્ત્રના આધારે અભ્યાસખંડની રચના કેવી હોવી જોઈએ. * અભ્યાસખંડ પૂર્વ, ઉત્તર અથવા ઈશાન કોણમાં (પૂર્વ-ઉત્તર) બનાવી શકાય. જો એ શક્ય ન હોય તો નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) અને વાયવ્ય કોણને (ઉત્તર-પશ્ચિમ) છોડીને પશ્ચિમ દિશામાં બનાવી શકાય. * ઘરમાં એક કરતાં વધુ માળ હોય તો ઉપરના માળે જ્યાં શાંતિ અને એકાંત હોય ત્યાં અભ્યાસખંડ બનાવવો જોઈએ. અભ્યાસખંડ પિરામીડ આકારનો હોય તે શ્રેષ્ઠ છે. * દ્વાર પૂર્વ,...