વાસ્તુશાસ્ત્રના આધારે અભ્યાસખંડની રચના

"ન ચોર હાર્યમ, ન ચ રાજ હાર્યમ, 
ન ભાતૃ ભાજ્યમ, ન ચ ભારકારી,
વ્યયે કૃતે વર્ધત એવ નિત્યમ,
વિદ્યા ધનમ સર્વ ધને પ્રધાનમ

ન કોઈ તેને ચોરી શકે છે, ન રાજા પડાવી શકે છે, ન ભાઈઓ ભાગ પડાવી શકે છે, ન એનો ભાર લાગે છે. તેને વાપરવાથી અને વહેંચવાથી હંમેશા તેની વૃદ્ધિ થાય છે. સર્વ ધનમાં વિદ્યારૂપી ધન શ્રેષ્ઠ છે.

આવું સર્વશ્રેષ્ઠ વિદ્યારૂપી ધન પ્રાપ્ત કરવા માટે એકાગ્રતાની જરૂર પડે છે. અભ્યાસમાં એકાગ્રતા અને સફળતાની પ્રાપ્તિ માટે વાસ્તુશાસ્ત્ર આપણી મદદે આવી શકે છે. વાસ્તુશાસ્ત્રના આધારે અભ્યાસખંડની રચના કરવાથી બાળક વધુ સહેલાઈથી એકાગ્ર બનીને વિદ્યારૂપી ધનની પ્રાપ્તિ કરી શકે છે. આવો જોઈએ વાસ્તુશાસ્ત્રના આધારે અભ્યાસખંડની રચના કેવી હોવી જોઈએ.

* અભ્યાસખંડ પૂર્વ, ઉત્તર અથવા ઈશાન કોણમાં (પૂર્વ-ઉત્તર) બનાવી શકાય. જો એ શક્ય ન હોય તો નૈઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) અને વાયવ્ય કોણને (ઉત્તર-પશ્ચિમ) છોડીને પશ્ચિમ દિશામાં બનાવી શકાય.

* ઘરમાં એક કરતાં વધુ માળ હોય તો ઉપરના માળે જ્યાં શાંતિ અને એકાંત હોય ત્યાં અભ્યાસખંડ બનાવવો જોઈએ. અભ્યાસખંડ પિરામીડ આકારનો હોય તે શ્રેષ્ઠ છે.

* દ્વાર પૂર્વ, ઉત્તર, ઈશાન કોણ અથવા પશ્ચિમ દિશામાં રાખી શકાય. બારીઓ પૂર્વ અને ઉત્તર દિશામાં હોવી જોઈએ. જેથી સ્વચ્છ હવા અને પ્રાત:કાળના સૂર્યનો પ્રકાશ કક્ષમાં પ્રવેશી શકે.

* સ્ટડી ટેબલ અભ્યાસખંડની પૂર્વ કે ઉત્તર દિશા અથવા ઈશાન કોણમાં રાખવું જોઈએ. અભ્યાસ કરતા સમયે મોં પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

* સ્ટડી ટેબલ ગોળ, અંડાકાર કે અન્ય આકારનું ન હોવું જોઈએ. ચોરસ કે લંબચોરસ આકારનું સ્ટડી ટેબલ શ્રેષ્ઠ રહે છે. તે બહુ મોટું કે બહુ નાનું ન હોવું જોઈએ. તેના ખૂણાઓ કપાયેલાં ન હોવા જોઈએ. તૂટેલું કે અવાજ કરતું ન હોવું જોઈએ.

* સ્ટડી ટેબલને હંમેશા સાફ-સૂથરું અને સ્વચ્છ રાખવું જોઈએ. તેના પર અનાવશ્યક વસ્તુઓ ન રાખવી જોઈએ.

* જો બાળક ટેબલ લેમ્પનો ઉપયોગ કરતું હોય તો તે સ્ટડી ટેબલ ઉપર અગ્નિ કોણ (પૂર્વ-દક્ષિણ) દિશામાં રાખી શકાય. ટેબલ લેમ્પમાંથી આવતો પૂરતો પ્રકાશ એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે.

* સ્ટડી ટેબલ પર ઈશાન કોણમાં પાણીથી ભરેલો ગ્લાસ રાખવો શુભ છે. તેનાથી બાળકનું ચીડચીડાપણું દૂર થશે અને એકાગ્રતામાં વધારો થશે. આ ઉપરાંત ઈશાન કોણમાં ગ્લોબ અને એજ્યુકેશન ટાવર પણ રાખી શકાય.

* દુનિયાના પ્રતીકરૂપ એવા ગ્લોબને દિવસમાં ત્રણ વાર ફેરવવો જોઈએ. એવી માન્યતા છે કે ગ્લોબ એ બાળકને ગ્લોબલ કેરીયર બનાવવામાં મદદરૂપ બને છે. બાળક દેશ-વિદેશમાં કીર્તિ અને નામના મેળવે છે. એજ્યુકેશન ટાવર ઉચ્ચ શિક્ષાનું પ્રતીક છે. તે બાળકની એકાગ્રતામાં વધારો કરે છે.

* સ્ટડી ટેબલ દીવાલને સ્પર્શીને રહે તેમ ન રાખવું જોઈએ. દીવાલથી ૩ ઈંચ દૂર રહે તે રીતે રાખવું.

* સ્ટડી ટેબલની આગળની બાજુએ ખુલ્લી જગ્યા હોવી શુભ છે. ખુલ્લી જગ્યા નવા વિચારો અને નવા અભિગમને જન્મ આપે છે. બાળક અભ્યાસ કરવા બેસે ત્યારે તેની પીઠ પાછળ દરવાજો કે બારી ન હોવા જોઈએ. પરંતુ દીવાલ હોવી જોઈએ. દીવાલ એ આધારનું પ્રતીક છે.

* બેસવા માટે રીવોલ્વીંગ ચેર કરતા ચાર પાયાવાળી લાકડાની ખુરશીનો ઉપયોગ કરવો વધુ યોગ્ય છે.

* બીમ નીચે બેસીને અભ્યાસ ન કરવો જોઈએ, નહિ તો માનસિક તણાવ કે દબાણ પેદા થાય છે અથવા અભ્યાસમાં મન નથી લાગતું.

* જમીન પર નીચે આસન પાથરીને પણ અભ્યાસ કરી શકાય. ત્યારે પણ મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે તેનું ધ્યાન રાખવું.

* જો બાળક કોમ્પ્યુટરનો ઉપયોગ કરતું હોય તો કોમ્પ્યુટર અગ્નિકોણમાં (પૂર્વ-દક્ષિણ) રાખવું જોઈએ. ઈશાન કોણમાં રાખેલું કોમ્પ્યુટર બહુ ઓછા ઉપયોગમાં આવે છે.

* પુસ્તકો રાખવા માટેની અલમારી કે છાજલીઓ પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. પુસ્તકોને નૈઋત્ય કોણ (દક્ષિણ-પશ્ચિમ) કે વાયવ્ય કોણમાં (ઉત્તર-પશ્ચિમ) ન રાખવા જોઈએ. ત્યાંથી પુસ્તક ખોવાઈ, ચોરાઈ કે ગાયબ થઈ જવાનો ભય રહે છે.

* પુસ્તકોને ખુલ્લી અલમારીમાં ન રાખવા જોઈએ. અલમારીને દરવાજા હોવા જોઈએ. જો દરવાજા ન હોય તો પડદાથી ઢાંકી દેવી જોઈએ.

* સ્ટડી ટેબલની ઉપર પુસ્તકોની અલમારી કે છાજલી ન રાખવી જોઈએ.

ખંડના મધ્ય ભાગને ખાલી રાખવો જોઈએ અને ત્યાં કોઈ ફર્નીચર કે અન્ય વસ્તુઓ ન રાખવી જોઈએ.
 
* અભ્યાસખંડમાં વિશ્રામ કરવો અથવા સૂવું ન જોઈએ. આથી અભ્યાસખંડમાં કોઈ પલંગ, ગાદલા કે રજાઈ ન રાખી શકાય. પલંગને જોતા જ બાળકને સૂઈ જવાની ઈચ્છા થઈ શકે છે. અભ્યાસખંડમાં ધ્યાન કે પૂજા-પાઠ કરી શકાય.

* શયનકક્ષમાં કે પલંગ પર બેસીને અભ્યાસ ન કરવો જોઈએ.

* અભ્યાસખંડના ઈશાન કોણમાં મંદિર કે પીવાના પાણીની વ્યવસ્થા રાખી શકાય.

* અભ્યાસખંડ અવાજોથી ભરેલા વાતાવરણથી દૂર હોવો જોઈએ. પૂરતી પ્રકાશ વ્યવસ્થા હોવી જોઈએ. હંમેશા સાફ-સૂથરો અને સ્વચ્છ રાખવો જોઈએ.

* બાળક અભ્યાસ કરે ત્યારે તેનો પડછાયો પુસ્તક પર પડતો ન હોવો જોઈએ.

* અભ્યાસખંડમાં ગણેશજી અને મા સરસ્વતીનું ચિત્ર કે મૂર્તિ રાખવી શુભ છે. આ ઉપરાંત કોઈ પ્રેરણાદાયક કે સફળ મહાપુરુષ, સંત કે ગુરુજનનું ચિત્ર રાખી શકાય.

* અભ્યાસખંડમાં દર્પણ ન હોવા જોઈએ. જો દર્પણ હોય તો તેને પડદાથી ઢાંકીને રાખવા.

* બાળકનું સ્ટડી ટેબલ બનાવવામાં પણ કાચનો ઉપયોગ ન થવો જોઈએ કે જેથી કરીને અભ્યાસ કરવા બેઠેલા બાળકનું પ્રતિબિંબ ટેબલ પર ન પડે.

* જો અભ્યાસખંડમાં એક કરતાં વધુ બાળકો સાથે બેસીને અભ્યાસ કરતાં હોય તો તે બધાની હસતા-ખીલેલાં હોય તેવી એક સમૂહ તસવીર કક્ષમાં લગાવવી જોઈએ. આથી બાળકોમાં હળી-મળીને રહેવાની ભાવના વિકસિત થશે.

* અભ્યાસખંડમાં લોલક ઘડિયાળ બુદ્ધિમત્તાને તીવ્ર કરે છે. તેને ખંડની ઉત્તર તરફની દીવાલે લગાવવી જોઈએ.

* અભ્યાસખંડમાં તાજા ફૂલોનો ગુલદસ્તો રાખી શકાય. પુષ્પોની હલકી ભીની સુંગધ એકાગ્રતામાં વધારો કરે છે.

* અભ્યાસખંડની દીવાલો અને પડદાઓનો રંગ આછો પસંદ કરવો. સફેદ, આછો પીળો, આછો લીલો કે ક્રિમીશ રંગ શુભ રહે છે. કાળા કે ગાઢા રંગોનો પ્રયોગ ન કરવો. સ્ટડી ટેબલ માટે પણ આછો રંગ જ પસંદ કરવો.

ટિપ્પણીઓ

Sanket Makwana એ કહ્યું…
Hu mara 12 th std. Thi continusly study ma fail thav chu mane su karvu aje khaber nathi padti.
Aje hu ek engginaring college ma chu exam haju pan trust mari par mane nathi rato e e e atla mate k mane fail thava no dar lagiya kare che hu game atle mahenat karu to pan mane fail thav chu .
Hu su karvu aje nathi khaber padti.
Jo bane to tame mane tamaro number apso.
Maru email id che.
sanketmakwana2012@gmail.com
tamaro number mane mara id par send kari sako cho.
And,
mane tamari a a a a site bavaj gami che.
.
I realy to like it.
Plz halp me and send your number in my e-mail id jathi kari ni hu tamaro contect kari ne maro question solve kari saku.
Vinati Davda એ કહ્યું…
@Sanket Makwana, બ્લોગ વિષે આપનો પ્રતિભાવ જણાવવા બદલ આભાર. આપને મારો બ્લોગ ગમ્યો તે જાણીને આનંદ થયો. આપના ઈમેઈલ પર પ્રત્યુત્તર પાઠવેલ છે તે જોઈ જશો. આભાર.
Sanket Makwana એ કહ્યું…
thank u tame tamaro support mane madiyo hu rajkot rav 6u pan tame kya ryo 6o........

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો