રાહુના કર્ક અને કેતુના મકર રાશિ ભ્રમણનું બાર રાશિઓ પરત્વે ફળ
ભારતીય જ્યોતિષ અનુસાર રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રના ભ્રમણમાર્ગ પર રહેલાં છેદનબિંદુઓ છે. સૂર્ય અને ચંદ્રના બ્રહ્માંડમાં પોત-પોતાનાં માર્ગ પર ભ્રમણને લીધે રાહુ અને કેતુની સ્થિતિ પણ બદલતી રહે છે. રાહુથી કેતુ હંમેશા 180 અંશની દૂરી પર રહે છે. 18 ઓગસ્ટ , 2017 ના રોજ વહેલી સવારે 04.28 કલાકે રાહુએ કર્ક રાશિમાં અને કેતુએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તેઓ 7 માર્ચ , 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. રાહુ-કેતુ એક રાશિમાં આશરે 18 મહિના સુધી રહે છે. રાહુ-કેતુના આ કર્ક-મકર રાશિ ભ્રમણનો બાર રાશિઓ/જન્મલગ્ન કેવો પ્રભાવ પડશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો , દશા-મહાદશા , અષ્ટકવર્ગના બિંદુ વગેરે પરિબળો પર રહેલો છે. મેષ: રાહુએ ચતુર્થભાવમાં અને કેતુએ દસમભાવમાં પ્રવેશ કર્યો છે. માનસિક અશાંતિ અને પીડાનો અનુભવ થઈ શકે છે. માતાને શારીરિક કષ્ટનો અનુભવ થાય. જો કે માતા તરફથી લાભ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કેસ ન થાય તેની કાળજી રાખવી. આપત્તિ , ચિંતા અને અસ્થિરતાને લીધે હેરાનગતિ અનુભવાય. ગૃહ ક્લેશ થવાની સંભાવના રહે. નોકરી અને વ્યવસાય ક્ષેત