પોસ્ટ્સ

જ્ન્માષ્ટમી લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ઓગસ્ટ 2022 - ગોચર ગ્રહોનું ફળ

છબી
Shrinathji Temple, CC BY-SA 4.0 , via Wikimedia Commons સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ  17 ઓગસ્ટ , 2022 ના રોજ સવારે 07.24 કલાકે સૂર્ય મહારાજે પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે. અહીં સૂર્ય એક માસ સુધી એટલે કે આગામી 17 સપ્ટેમ્બર સુધી ગોચર ભ્રમણ કરશે. આ સમય હવે જિંદગીનાં રંગમંચ પર કેન્દ્રમાં રહીને મુખ્ય પાત્રની ભૂમિકા ભજવવાનો છે. આસપાસના લોકોની પરવા કર્યા વિના સ્વની ઈચ્છાઓ , સપનાઓ અને મહાત્વાકાંક્ષાઓને માન આપવાનો છે. પોતાની જાતને પ્રેમ કરવાનો અને આત્મવિશ્વાસનો અનુભવ કરવાનો છે. ટોળામાંના એક બનીને નહીં રહેતાં કશુંક નોખું-અનોખું કરવાનો છે. નવું સર્જન કે નવી શરૂઆત કરવાનો છે. શું આજ સુધી તમે જીવનમાં જે કર્યું કે કરી રહ્યાં છો તેનાંથી તમે સંતુષ્ટ છો ? જો જવાબ ના હોય તો આ સમય હવે એને બદલવાનો છે. સિંહ રાશિમાં સૂર્યનાં પ્રવેશ સાથે જ છેલ્લાં એક મહિનાથી સૂર્ય-શનિની પ્રતિયુતિને લીધે હેરાનગતિ અનુભવતાં જાતકો હવે રાહતનો અનુભવ કરી શકશે. આ સાથે જ હવે સિંહ રાશિમાં સૂર્ય પર વૃષભ રાશિમાં રહેલાં મંગળની અને મેષ રાશિમાં રહેલાં રાહુની દ્રષ્ટિ પડશે. મંગળ અને રાહુની દ્રષ્ટિ સૂર્યના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધ...