પોસ્ટ્સ

જુલાઈ, 2026 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કર્કમાં સૂર્ય-ગુરુની યુતિ: બાર રાશિઓ પર પ્રભાવ (૨૦૨૬)

૧૬ જુલાઈ , ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૪૦ કલાકે સૂર્ય મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને કર્કમાં અગાઉથી જ ગોચર કરી રહેલા ગુરુ સાથે યુતિ રચશે. સૂર્ય ૧૭ ઓગસ્ટ , ૨૦૨૬ સુધી કર્ક રાશિમાં ભ્રમણ કરશે. સૂર્ય - ગુરુની યુતિનો આ સમયગાળો બારેય રાશિઓ પર કેવો પ્રભાવ પાડી શકે છે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત જન્મકુંડળી માં રહેલાં ગ્રહો , દશા-મહાદશા તથા અન્ય અનેક પરિબળો પર આધારિત હોય છે. નીચે આપેલ ફળ જન્મરાશિ ,  જન્મલગ્ન અને સૂર્યરાશિ એમ   ત્રણેય પરિપ્રેક્ષ્યથી વાંચી શકશો. ગોચરના ફળને જ્યારે આ ત્રણેયથી સરખાવીને જોવામાં આવે ત્યારે જીવનના અલગ-અલગ સ્તરોનું સચોટ ચિત્ર મળે છે. મેષ: આ સમયગાળા દરમિયાન ઘર , પરિવાર , જમીન-મકાન અને વાહન સંબંધિત બાબતો વધુ મહત્વની બની શકે છે. આ ક્ષેત્રોમાં ખર્ચ થવાની શક્યતા રહે. માત્ર દેખાડા , પ્રતિષ્ઠા અથવા અહંના સંતોષ માટે મિલકત કે વાહન પાછળ મોટો ખર્ચ કરવાનું ટાળવું હિતાવહ રહેશે. પોતાના ઘર કે સ્થાયી નિવાસનું સ્વપ્ન વધુ પ્રબળ બની શકે છે અથવા તે દિશામાં આયોજન થઈ શકે. ઘરનું નવીનીકરણ , સ્થળ પરિવર્તન અથવા મિલકત સંબંધ...

સિંહમાં શુક્ર-કેતુની યુતિનુ બાર રાશિઓ પરત્વે ફળ (જુલાઈ ૨૦૨૬)

સુંદરતા , કળા , પ્રેમ અને વૈભવના કારક એવાં શુક્ર મહારાજ ૪ જુલાઈ , ૨૦૨૬ ના રોજ ૧૯:૧૫ કલાકે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. અહીં શુક્ર અગાઉથી જ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહેલા કેતુ સાથે યુતિ રચશે. ૧૧ જુલાઈના રોજ સિંહ રાશિમાં શુક્ર અને કેતુની અંશાત્મક યુતિ રચાશે . ૧ ઓગસ્ટ , ૨૦૨૬ના રોજ શુક્રના કન્યા રાશિમાં પ્રવેશ સાથે શુક્ર-કેતુની આ યુતિનો અંત આવશે. માયા અને ભૌતિક આકર્ષણના કારક શુક્ર તથા વૈરાગ્ય અને મોક્ષના કારક કેતુનું જોડાણ જ્યોતિષની દૃષ્ટિએ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આ યુતિ સુંદરતા , સંબંધો , સર્જનાત્મકતા અને ઇચ્છાઓ પ્રત્યે આપણા દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવી શકે છે. શુક્ર-કેતુની આ યુતિ ક્યારેક આસક્તિઓને સમજવાની અને તેમાંથી મુક્ત થવાની પ્રેરણા આપી શકે છે , તો ક્યારેક સંબંધો અને સર્જનાત્મક અભિવ્યક્તિને વધુ ઊંડાણપૂર્વક જોવાની તક પણ આપી શકે છે. હવે ૪ જુલાઈથી ૧ ઓગસ્ટ સુધીનો શુક્ર-કેતુની યુતિનો આ સમય બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. આ યુતિ પર મંગળની દૃષ્ટિ પણ હોવાથી , કેટલીક પરિસ્થિતિઓમાં ઉતાવળ , ગુસ્સો અથવા તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે. તેથી દરેક રાશિના ફળમાં ધીરજ અને વિવેક રાખ...

જુલાઈ ૨૦૨૬: ગ્રહોની સ્થિતિ

છબી
જુલાઈ ૨૦૨૬ માસના ગ્રહોની સ્થિતિ ભાવનાત્મક , આધ્યાત્મિક અને ભૌતિક ઉર્જાઓની સંયુક્ત અસરનો નિર્દેશ કરે છે. આ મહિને ગ્રહોની સ્થિતિમાં થતાં બદલાવ આપણાં સંબંધો , કર્મ-આજીવિકા , આર્થિક સ્થિતિ અને વ્યક્તિગત વિકાસ પર પ્રભાવ પાડી શકે છે. સૂર્ય: જુલાઈ માસના આરંભ સમયે સૂર્ય મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. ત્યારબાદ ૧૬ જુલાઈના રોજ સૂર્ય કાળપુરુષની ચતુર્થ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં રહેલો સૂર્ય સંવાદ , વિચારવિમર્શ અને માહિતીના આદાન-પ્રદાન જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાવનારો  છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જીવનના ઘર , પરિવાર , માતા , મન અને ભાવનાત્મક પાસાઓ તરફ ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે. આ સમય દરમિયાન સૂર્ય અગાઉથી પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરી રહેલા ગુરુ સાથે યુતિ રચશે. ૨૯ જુલાઈના રોજ સૂર્ય અને ગુરુ વચ્ચે અંશાત્મક યુતિ રચાશે. જ્યોતિષમાં સૂર્ય-ગુરુ યુતિને જ્ઞાન , નૈતિકતા , આત્મવિશ્વાસ અને ડહાપણ સાથે નેતૃત્વ કરવાની ક્ષમતાનું સૂચક માનવામાં આવે છે. ચંદ્ર: ચંદ્રની રાશિઓ જુલાઈ માસ દરમિયાન મન , ભાવનાઓ અને આંતરિક અનુભવોના વિવિધ તબક્કાઓને દ...