પોસ્ટ્સ

ગ્રહણ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

જ્યોતિષની દ્રષ્ટિએ વર્ષ ૨૦૨૨

છબી
Pixabay ગ્રેગોરિયન નવવર્ષ ૨૦૨૨ એ ૬ના અંક (૨+૦+૨+૨=૬) સાથે સંબંધ ધરાવનારું વર્ષ છે. અંકશાસ્ત્રમાં ૬નો અંક શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર એ સુંદરતા , વૈભવ , કળા , પ્રેમ , મનોરંજન અને સંવાદિતાનો કારક ગ્રહ છે. વર્ષ ૨૦૨૨માં શુક્રના કારકત્વને લગતી આ દરેક બાબતો પ્રમુખ બની રહેશે. શુક્ર એ સ્ત્રી ગ્રહ છે. આથી વર્ષ ૨૦૨૨માં જાહેરજીવન કે સમાજમાં સ્ત્રીઓ મુખ્ય અને સશક્ત ભૂમિકા ભજવી શકે છે. સ્ત્રીઓ માટે આ વર્ષ વિશેષરૂપથી કલ્યાણકારી સાબિત થવાની સંભાવના છે! શુક્ર એ સંજીવની વિદ્યાનો કારક ગ્રહ પણ છે. આથી કહી શકાય કે વર્ષ ૨૦૨૨ રોગોથી મુક્તિ અપાવીને તંદુરસ્તી પ્રદાન કરનારું બની રહી શકે છે. જો આપનો જન્મ ૬ , ૧૫ અથવા ૨૪ તારીખના થયો છે અથવા આપની જન્મતારીખના અંકોનો સરવાળો ૬ થાય છે ( દા.ત. ૯.૧૨.૧૯૯૨ = ૩૩ = ૬) અથવા આપ જીવનના ૬ , ૧૫ , ૨૪ , ૩૩ , ૪૨ , ૫૧ , ૬૦ ઉંમર વર્ષમાંથી પસાર થઈ રહ્યાં છો તો વર્ષ ૨૦૨૨ આપના જીવનમાં મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટાવનારું સાબિત થઈ શકે છે. આ વર્ષ આપના માટે યાદગાર વીતે તેવી પૂર્ણ સંભાવના છે. લખાણમાં વર્ષ ૨૦૨૨ને ટૂંકમાં ફક્ત ૨૨ ન લખતાં પૂર્ણ સ્વરૂપે ૨૦૨૨ લખવું વધારે હિતાવહ રહેશે. ૨...

જૂન ૨૦૨૧ - ગોચર ગ્રહોનું ફળ

છબી
Pixabay મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ : જૂન ૨ , ૨૦૨૧ થી જુલાઈ ૨૦ , ૨૦૨૧ સુધી જૂન ૨ , ૨૦૨૧ના રોજ પ્રાત:કાળ ૦૬.૫૨ કલાકે મંગળ મહારાજ પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરી રહ્યાં છે. મંગળ લગભગ દર બે વર્ષે પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરે છે. આથી મંગળનું આ ભ્રમણ નોંધપૂર્ણ રહેવાની સંભાવના છે. જળતત્વ ધરાવતી કર્ક રાશિમાં અગ્નિતત્વ ધરાવતાં મંગળની હાલત દયનીય બને છે. કાળપુરુષની કુંડળીમાં કર્ક રાશિ ચતુર્થસ્થાનમાં પડે છે. ચતુર્થસ્થાન ઘર-પરિવારનો નિર્દેશ કરે છે. સમગ્ર દુનિયામાં ઘર એ એવું સ્થળ છે કે જ્યાં આપણે સલામતી અને સુરક્ષાનો અનુભવ કરીએ છીએ. હવે યુદ્ધના કારક એવાં સેનાપતિ મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ આપણી અંદર અસુરક્ષાની લાગણી પેદા કરી શકે છે. લાગણીઓ અને સંવેદનાઓ આક્રમકસ્વરૂપે બહાર આવે કે વ્યક્ત થાય તેવી સંભાવના રહે. હાલ શનિ મહારાજ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. મંગળના કર્ક પ્રવેશ સાથે જ શનિ અને મંગળની પ્રતિયુતિ રચાશે. મંગળ અને શનિની આ પ્રતિયુતિ અકળામણ , હતાશા કે નિરાશાની લાગણી પેદા કરી શકે છે. હકીકતમાં મંગળ અને શનિ પરસ્પર વિરોધી ગુણો ધરાવનાર ગ્રહો છે. મંગળને ઉતાવળે , જોશપૂર્વક અને ઝડપથી કાર્યો પૂર્ણ કરવા...

માંદ્ય ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી, 2020

છબી
૧૦/૧૧ જાન્યુઆરી , ૨૦૨૦ના રોજ મિથુન રાશિમાં માંદ્ય ચંદ્રગ્રહણ થશે. સાલ ૨૦૨૦માં થનારું આ પહેલું ગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ માંદ્ય અથવા તો ઉપચ્છાયા ગ્રહણ છે. તે ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા , એશિયા , યુરોપ , આફ્રિકા , હિંદ મહાસાગર , અટલાંટિક મહાસાગર , ઉત્તર અમેરિકાના કેટલાંક ઉત્તર-પૂર્વી ક્ષેત્રો તેમજ દક્ષિણ અમેરિકાના કેટલાંક ક્ષેત્રોમાં દેખાશે. ૧૦/૧૧ જાન્યુઆરી , ૨૦૨૦ના ગ્રહણ સ્પર્શ-મધ્ય-મોક્ષના સમય ગ્રહણ સ્પર્શ – ૨૨.૨૮ ગ્રહણ મધ્ય – ૨૪.૪૦ ગ્રહણ મોક્ષ – ૨૬.૪૨ જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમની રાત્રે જ થાય છે કે જ્યારે સૂર્ય અને ચંદ્રની પ્રતિયુતિ હોય છે અને તે બંને એકબીજાની સામે હોય છે. પૃથ્વીનો પડછાયો ત્રણ શંકુ બનાવે છે. પડછાયાના એક શંકુને પ્રચ્છાયા ( Umbra), બીજા શંકુને છાયા અથવા ઉપચ્છાયા (Penumbra) અને ત્રીજાને Antumbra કહે છે. 1. અમ્બ્રા (Umbra) – ગાઢો મધ્ય ભાગ – પ્રચ્છાયા 2. પેનમ્બ્રા (Penumbra) – બહારનો ભાગ – ઉપચ્છાયા 3. એંટમ્બ્રા (Antumbra) – અમ્બ્રાથી પર આંશિક રૂપથી છાયાંકિત ક્ષેત્ર પ્રચ્છાયા સૌથી વ...

ડિસેમ્બર ૨૦૧૯ના સૂર્યગ્રહણનો રાશિગત પ્રભાવ

છબી
૨૬ ડિસેમ્બર , ૨૦૧૯ , ગુરુવારના રોજ ધનુ રાશિમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ ઘટશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. દક્ષિણ ભારતમાં કંકણાકૃતિ દેખાશે અને ભારતના અન્ય પ્રદેશોમાં ખંડગ્રાસ દેખાશે. આ ગ્રહણ સંપૂર્ણ એશિયા ખંડ , આફ્રિકા ખંડ , ઈથોપિયા , કેનિયા અને ઓસ્ટ્રેલિયાની ઉત્તર તરફના પ્રદેશોમાં દેખાશે. કંકણાકૃતિ ગ્રહણ ભારતમાં મેંગ્લોર , કોઝિકોટ , પલ્લકડ , કોઈમ્બતુર , ઈરોડ , કરુર , ડીન્ડીગૂલ , શિવગંગા , તીરુચીનાપલ્લીમાં દેખાશે. ગુજરાતના પ્રમુખ શહેરો-મુંબઈના ખંડગ્રાસ ગ્રહણના ગ્રહણ સ્પર્શ-મધ્ય-મોક્ષ ના સમયો અનુક્રમે નીચે મુજબ છે.    શહેર/સમય ગ્રહણ સ્પર્શ સવારે મધ્ય સવારે મોક્ષ સવારે અમદાવાદ ૦૮.૦૬ ૦૯.૨૨ ૧૦.૫૨ ભૂજ ૦૮.૦૪ ૦૯.૧૮ ૧૦.૪૬ રાજકોટ ૦૮.૦૪ ૦૯.૨૦ ૧૦.૪૯ સુરત ૦૮.૦૫ ૦૯.૨૨ ૧૦.૫૪ વડોદરા ૦૮.૦૬ ૦૯.૨૩ ૧૦.૫૪ મુંબઈ ૦૮.૦૪ ૦૯.૨૨ ૧૦.૫૫ ગ્રહણ દિવસના પહેલાં પ્રહરમાં દેખાવાનું હોવાથી ગ્રહણનો વેધ ૨૫ ડિસેમ્બર , ૨૦૧૯ , બુધવારન...

ગ્રહણ ગાથા : જુલાઈ 2019

છબી
સાલ 2019નો જુલાઈ માસમાં ખગોળશાસ્ત્રીઓની સાથે-સાથે જ્યોતિષ માટે વિશિષ્ટ મહત્વ ધરાવનારો બની રહેશે. આ માસમાં 2 જુલાઈના રોજ સૂર્યગ્રહણ અને ત્યારબાદ 17 જુલાઈના રોજ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ગ્રહણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. 1. ખગ્રાસ અને 2. ખંડગ્રાસ. પૂર્ણ ગ્રહણને ‘ ખગ્રાસ ’ અને અપૂર્ણ ગ્રહણને ‘ ખંડગ્રાસ ’ કહેવાય છે. 2 જુલાઈ , 2019 ના રોજ થનારું સૂર્યગ્રહણ ખગ્રાસ એટલે કે પૂર્ણ સૂર્યગ્રહણ રહેશે. મિથુન રાશિમાં થનાર આ સૂર્યગ્રહણ ભારતમાં નહિ દેખાય. આ ગ્રહણ દક્ષિણ પેસિફિક , ચીલી , આર્જેન્ટીના , દક્ષિણ અમેરિકા , એશિયા , ઓસ્ટ્રેલિયામાં દેખાશે. આ ગ્રહણનો પ્રભાવ ભારત પર નગણ્ય રહેશે. 16/17 જુલાઈ 2019ના રોજ થનારું ચંદ્રગ્રહણ ખંડગ્રાસ એટલે કે અપૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે. ધનુ રાશિમાં થનાર આ ગ્રહણ ભારતમાં દેખાશે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા , યુરોપ , આફ્રિકા , એશિયા , ઓસ્ટ્રેલિયા , રશિયાનો દક્ષિણ ભાગ , ન્યૂઝિલેન્ડ , હિન્દ મહાસાગર , પેસિફિક મહાસાગર અને એટલાંટીક મહાસાગરમાં દેખાશે. ગ્રહણનો સ્પર્શ 17 જુલાઈના રાત્રિના 01.32 કલાકે , મધ્ય કાળ રાત્રિના 03.01 કલાકે અને મોક્ષ વહેલી સવારે 04.30 કલાકે થશે...