પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2008 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નવરાત્રિ

નવરાત્રિ એ મા શક્તિની આરાધનાનું પર્વ છે. નવરાત્રિ ચૈત્ર શુક્લ પક્ષ અને આશ્વિન શુક્લ પક્ષમાં એમ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. તે દરમ્યાન વસંત અને શરદ ઋતુ હોય છે. જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય જે દિશા તરફ જતો દેખાય તે પરથી ઋતુઓ નક્કી થાય છે. સૂર્યની ઉત્તર તરફ જવાની શરુઆતને ઉત્તરાયણ કહેવાય છે. ક્રમે ક્રમે પોતાનાં માર્ગમાં ભ્રમણ કરતાં ૨૨ માર્ચ આસપાસ સૂર્ય વિષુવવૃત પર આવીને વિષુવવૃતને ભેદીને ઉત્તર તરફ જતો દેખાય છે. અહીંથી સૂર્યની ઉત્તર ક્રાંતિ થતી હોઇ તેને સૂર્યનો ઉત્તર ગોલ પ્રવેશ કહેવાય છે. ભારતમાં આ સમય ઉનાળાની શરુઆતનો અને વસંત ઋતુનો હોય છે. સૂર્ય ફરી દક્ષિણ તરફ જવાની શરુઆત કરે તેને દક્ષિણાયનની શરુઆત થઈ કહેવાય છે. આ રીતે દક્ષિણ તરફ આગળ વધતાં ૨૨ સપ્ટેમ્બરની આસપાસ સૂર્ય વિષુવવૃત પર આવે છે અને તેને ભેદે છે. અહીંથી સૂર્યની દક્ષિણ ક્રાંતિ થતી હોઇ તેને સૂર્યનો દક્ષિણ ગોલ પ્રવેશ કહેવાય છે. આ સમય શિયાળાની શરુઆતનો અને શરદ ઋતુનો છે. આમ ઋતુઓનાં બે મહત્વનાં અને પરસ્પર વિરોધી ફેરફારનાં સમયે નવરાત્રિ મનાવવામાં આવે છે. ઋતુઓનાં ફેરફારની અસર વૃક્ષ, વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યો પર થાય છે. નવરાત્રિ મનાવીને