નવરાત્રિ

નવરાત્રિ એ મા શક્તિની આરાધનાનું પર્વ છે. નવરાત્રિ ચૈત્ર શુક્લ પક્ષ અને આશ્વિન શુક્લ પક્ષમાં એમ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. તે દરમ્યાન વસંત અને શરદ ઋતુ હોય છે.

જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય જે દિશા તરફ જતો દેખાય તે પરથી ઋતુઓ નક્કી થાય છે. સૂર્યની ઉત્તર તરફ જવાની શરુઆતને ઉત્તરાયણ કહેવાય છે. ક્રમે ક્રમે પોતાનાં માર્ગમાં ભ્રમણ કરતાં ૨૨ માર્ચ આસપાસ સૂર્ય વિષુવવૃત પર આવીને વિષુવવૃતને ભેદીને ઉત્તર તરફ જતો દેખાય છે. અહીંથી સૂર્યની ઉત્તર ક્રાંતિ થતી હોઇ તેને સૂર્યનો ઉત્તર ગોલ પ્રવેશ કહેવાય છે. ભારતમાં આ સમય ઉનાળાની શરુઆતનો અને વસંત ઋતુનો હોય છે. સૂર્ય ફરી દક્ષિણ તરફ જવાની શરુઆત કરે તેને દક્ષિણાયનની શરુઆત થઈ કહેવાય છે. આ રીતે દક્ષિણ તરફ આગળ વધતાં ૨૨ સપ્ટેમ્બરની આસપાસ સૂર્ય વિષુવવૃત પર આવે છે અને તેને ભેદે છે. અહીંથી સૂર્યની દક્ષિણ ક્રાંતિ થતી હોઇ તેને સૂર્યનો દક્ષિણ ગોલ પ્રવેશ કહેવાય છે. આ સમય શિયાળાની શરુઆતનો અને શરદ ઋતુનો છે. આમ ઋતુઓનાં બે મહત્વનાં અને પરસ્પર વિરોધી ફેરફારનાં સમયે નવરાત્રિ મનાવવામાં આવે છે. ઋતુઓનાં ફેરફારની અસર વૃક્ષ, વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યો પર થાય છે. નવરાત્રિ મનાવીને આપણે આ પૃથ્વી પર ઋતુઓનું સમતુલન બનાવી રાખતી મા દુર્ગાનો આભાર માનીએ છીએ.

નવરાત્રિ એ ૯ રાત્રિનો તહેવાર છે. અંક ૯ આગવી અગત્યતા ધરાવે છે. જ્યોતિષમાં નવ ગ્રહો રહેલાં છે. ૯ ને કોઇ પણ અંક સાથે ગુણવાથી મળતાં જવાબનાં અંકોનો સરવાળો કરતાં જવાબ હંમેશા ૯ આવે છે. આમ અંક ૯ પૂર્ણતાનું પ્રતીક છે.

પુરાણો અનુસાર મા દુર્ગાએ ચામુંડેશ્વરી રુપ ધારણ કરીને મહિષાસુર નામનાં દાનવ સાથે લડાઈ કરી હતી અને દસમાં દિવસે વિજય મેળવ્યો હતો. આધ્યાત્મનાં માર્ગે જનારાઓએ પોતાની અંદર રહેલાં ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, ભય વગેરે રુપી દાનવો સાથે લડાઈ કરવાની હોય છે જેથી મોક્ષનાં માર્ગે આગળ વધી શકાય.

રાહુ આપણી કુંડળીમાં રહેલો દાનવ ગ્રહ છે. જે લોકો રાહુને શાંત કરવાં ઈચ્છતા હોય તેમનાં માટે નવરાત્રિ શ્રેષ્ઠ સમય છે. મા દુર્ગા રાહુની દેવી છે. નવરાત્રિમાં ઉપવાસ કરવાથી રાહુને શાંત કરી શકાય છે. નવરાત્રિ દરમ્યાન દેવી ભાગવત અથવા દુર્ગા સપ્તશતીનું પઠન કરવું. ઓમ ઐં હ્રીં કલી ચામુંડાયે વિચ્ચે મંત્રનાં જાપ કરવાં.

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
ખૂબ સુંદર માહિતી આજે જાણી
જય માતાજી
Digitalbooks એ કહ્યું…
mare rahu na jaap no mantra joie che, kyathi male??
aabhar
Vinati Davda એ કહ્યું…
bhavn, રાહુના મંત્ર આ મુજબ છે. (૧) ઓમ ભ્રામ ભ્રીમ ભ્રૌમ સઃ રાહવે નમઃ (૨) ઓમ રામ રાહવે નમઃ
VibhutiGanesh એ કહ્યું…
રાહુ અને કેતુ એ દ્રષ્ટ ગ્રહો નથી. આકાશમાં સૂર્ય, ચન્દ્ર અને બીજાં ગ્રહોની માફક તેમને જોઈ શકાતાં નથી. રાહુ અને કેતુ એ ફક્ત ગાણિતીક બિંદુઓ છે. સૂર્ય અને ચન્દ્રની ભ્રમણકક્ષાઓ જ્યાં એકબીજાંને છેદે છે તે બિંદુઓ રાહુ અને કેતુ તરીકે ઓળખાય છે. ઉત્તરનું છેદનબિંદુ રાહુ કહેવાય છે અને દક્ષિણનું છેદનબિંદુ કેતુ કહેવાય છે....

મને લાગે છે કે સુર્યની ભ્રમણ કક્ષા હોઈ શકે નહિ કારણ કે આપણા સંદર્ભે સુર્ય ભ્રમણ કરતો નથી - પૃથ્વી સુર્યની આસપાસ ભ્રમણ કરેછે તેથી અહી ભૂલ થઇ હોય તેવું લાગેછે. તમારું શું માનવું છે?

તમારા બ્લોગ્સની ગુણવત્તા ખૂબ ઉંચી છે - ગુજરાતીમાં - અભિનંદન ! હું એક સાઈટ બનાવી રહ્યો છું પણ હજી પૂરી થઇ નથી. એક પેજ ની લીંક મોકલું છું અભિપ્રાય અને સજેશન્સ ને આવકારું છું. - https://sites.google.com/site/gujjujyotish/lekha/kalasarpayoganimayajala

- વિભુતિશગણેશ
Vinati Davda એ કહ્યું…
@VibhutiGanesh, આપ જે સંદર્ભની વાત કરો છો એ વિજ્ઞાનની પરિભાષા છે. પૃથ્વી અને બાકીનાં ગ્રહો સૂર્ય આસપાસ પરિભ્રમણ કરે છે. વિજ્ઞાનની આ પરિભાષાને Heliocentric model કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષમાં પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણવામાં આવે છે અને સૂર્ય પૃથ્વી આસપાસ પરિભ્રમણ કરી રહ્યો છે એવું માનવામાં આવે છે. આ પરિકલ્પનાને Geocentric model કહેવામાં આવે છે. જ્યોતિષને સમજવાં માટે ભારતીય જ્યોતિષની આ પરિકલ્પના સમજવી જરૂરી છે. ભારતીય જ્યોતિષમાં દરેક આકાશીય ઘટના કે સ્થિતિને પૄથ્વીને કેન્દ્રબિંદુ ગણીને પૃથ્વીના સંદર્ભમાં જોવામાં આવે છે. સૂર્યનો ભ્રમણમાર્ગ એ બીજું કશું નથી પરંતુ પૃથ્વીના જ સૂર્ય ફરતેનાં ભ્રમણમાર્ગનું પ્રક્ષેપણ છે. આથી મેં જે કંઈ લખ્યું છે તેમાં કોઈ જ ભૂલ નથી. આ બાબત મે મારા "આકાશ પરિચય" એ લેખમાં પણ સમજાવેલ છે જે આપ જોઈ શકશો.

આપના અભિનંદન બદલ આભાર. આપને આપની સાઈટ માટે શુભેચ્છાઓ.
VibhutiGanesh એ કહ્યું…
આપની વાત હું સમજુ છું પરંતુ જ્યોતિષ ને વિજ્ઞાન બનાવવું હોય તો સુર્યની ભ્રમણ કક્ષા કહેવાને બદલે પૃથ્વીની ભ્રમણ કક્ષા કહીએ તો ખગોળ ભણેલા માણસો ને તે સરળતા થી સ્વીકાર્ય બને. મારો હેતુ ટીકા કરવાનો હરગીઝ નથી. કાલસર્પ યોગ વિશેના લેખ માં આજ બાબત ને મેં પૃથ્વી ની ભ્રમણ કક્ષા કહી છે - તે બરાબર છે કે નહીં તે વિષે તમારો અભિપ્રાય જાણવા માટે જ મેં મારી સાઈટ ની લીંક મોકલી હતી. સમય આપી તે જોઈ રીવ્યુ આપશો તો આભારી થઈશ. પ્રત્યુત્તર માટે આભાર.
Vinati Davda એ કહ્યું…
@VibhutiGanesh, ટીકાઓ હંમેશા આવકાર્ય છે.

પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણવી એ ભારતીય જ્યોતિષનો પાયાનો સિદ્ધાંત છે. જો જ્યોતિષને સમજવું હશે તો આ સિદ્ધાંત સમજવો જરૂરી છે. જ્યાં સુધી જ્યોતિષને વિજ્ઞાન બનાવવાનો સવાલ છે તો હું કહીશ કે જ્યોતિષ એ વિજ્ઞાન કરતાં ક્યાંય આગળ છે. એવું તો નહોતું કે આપણાં ૠષિમુનિઓ જાણતા નહોતાં કે સૂર્ય એ કેન્દ્રબિંદુ છે અને બધાં ગ્રહો સૂર્ય આસપાસ પ્રદક્ષિણા કરી રહ્યા છે. પરંતુ તેમણે જોયું કે અવકાશમાં કશું જ સ્થિર નથી, સૂર્ય પણ નહિ. સૂર્ય પણ એક કેન્દ્રબિંદુ ફરતે અત્યંત ધીમી ગતિથી પ્રદક્ષિણા કરી રહ્યો છે. જેને વેદિક ફિલસૂફીમાં વિષ્ણુ નાભિ તરીકે ઓળખવામાં આવે છે. આથી અવકાશમાં કોઈ ચોક્ક્સ ગ્રહને સ્થિર ગણીને તેની આસપાસ પૃથ્વી અને બાકીનાં ગ્રહો ફરે છે તે ગણવાનું અસંગત હતું. વળી આપણું અસ્તિત્વ આ પૃથ્વી ગ્રહ પર છે. આથી પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણીને દરેક અવકાશીય ઘટના કે સ્થિતિને પૃથ્વીના સંદર્ભમાં જોવાનું તર્કસંગત હતું.

જ્યારે આપ કાળસર્પયોગ જેવો સ્વતંત્ર લેખ લખી રહ્યા હો ત્યારે "પૃથ્વીની ભ્રમણકક્ષા" જેવા શબ્દોનો ઉપયોગ કરી શકો. પરંતુ જ્યારે જ્યોતિષનું જ્ઞાન પાયેથી આપવાનું હોય ત્યારે "સૂર્યની ભ્રમણક્ક્ષા" જ કહેવું પડે. કોઈ પણ વિદ્યારૂપી ઈમારત ખોટાં પાયારૂપી સિદ્ધાંતો પર ઉભી ન થઈ શકે.
રાજેશ પરમાર એ કહ્યું…
ઘણી ઊપયોગી માહિતી

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા