જન્મકુંડળી અને જન્મલગ્ન
જન્મકુંડળી એ જાતકનાં જન્મ દિવસ અને સ્થળના સંદર્ભે જન્મ સમય વખતે આકાશની ગ્રહસ્થિતિ દર્શાવતો નક્શો છે. પૃથ્વીનાં સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવાને લીધે રાશિઓની રચના થઈ છે. જ્યારે પૃથ્વીનાં પોતાની ધરી પરનાં ભ્રમણને લીધે ભાવ રચાયા છે. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ભ્રમણ કરે છે. આથી પૃથ્વી પરથી જોનારને આકાશમાં પૂર્વ દિશામાં રાશિઓ ઉદિત થતી અને પશ્ચિમ દિશામાં અસ્ત થઈ જતી દેખાય છે. જાતકનાં જન્મ સમયની ક્ષણે કોઈ એક રાશિ પૂર્વ દિશામાં ઉદિત થઈ રહી હશે. જન્મ સમયે પૂર્વ ક્ષિતિજ પર ઉદય પામી રહેલી રાશિ જાતકનું જન્મલગ્ન કહેવાય છે. આ રાશિનો અંક જાતકની કુંડળીનાં સૌથી ઉપર રહેલાં ચતુષ્કોણમાં દર્શાવવામાં આવે છે. તેને જન્મલગ્ન અથવા પ્રથમ ભાવ કહેવાય છે. જન્મકુંડળીમાં ભાવને ડાબી બાજુએથી ઘડિયાળનાં કાંટાથી વિરુધ્ધ દિશામાં ગણવામાં આવે છે. પ્રથમ ભાવના ચતુષ્કોણની ડાબી બાજુએ રહેલો ત્રિકોણ કુંડળીનો દ્વિતીય ભાવ બને છે. જ્યાં જાતકનાં જન્મ બાદ હવે પછી ઉદિત થનારી રાશિનો અંક દર્શાવવામાં આવે છે. આ રીતે એક પછી એક ઉદિત થનારી ૧૨ રાશિઓથી કુંડળીનાં ૧૨ ભાવોની રચના થાય છે. ભાવોને સ્થાન કે ભુવન તરીકે પણ ઓળખવામાં આ...