પોસ્ટ્સ

મીન લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

ગુરુના મીન પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ – ૨૦૨૨

છબી
  E. A. Rodrigues, Public domain, via Wikimedia Commons એપ્રિલ ૧૩ , ૨૦૨૨ના રોજ ૧૫.૪૯ કલાકે ગુરુ મહારાજ સ્વરાશિ મીનમાં પ્રવેશ કરશે. અહીં ગુરુ આશરે એક વર્ષ સુધી એટલે કે એપ્રિલ ૨૨ , ૨૦૨૩ સુધી મીનમાં ગોચર ભ્રમણ કરશે. મીન રાશિ એ ગુરુની પોતાની રાશિ હોવાથી ગુરુ બળની પ્રાપ્તિ કરશે. ગુરુ એ જ્ઞાન , વિદ્યા , ડહાપણ , વિસ્તૃતિકરણ , ધર્મ , સમૃદ્ધિનો કારક છે તેમજ નવેય ગ્રહોમાં સૌથી શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. ગત કેટલાંક વર્ષોથી શનિની રાશિઓ મકર અને કુંભમાં વિચરણ કરીને નિર્બળ બનેલાં ગુરુ મહારાજનું હવે સ્વરાશિ મીનમાં બળવાન બનવું એ એક શુભ અને રાહતરૂપ ઘટના કહી શકાય. ગુરુનું આ મીન રાશિમાં ગોચર ભ્રમણ બારેય જન્મરાશિઓને કેવું ફળ આપશે તે જાણીએ. આ ફળ જન્મલગ્ન અનુસાર ચકાસવાથી પણ વધુ સ્પષ્ટતા મળી શકશે. મેષ: ગુરુ દ્વાદશભાવમાંથી ભ્રમણ કરશે. આધ્યાત્મિક વલણમાં વૃદ્ધિ થઈ શકે છે. ધ્યાન દ્વારા મનના ઊંડાણને સ્પર્શી શકાય. એકાંત પ્રિય લાગે અને એકાંતમાં ધ્યાન-યોગ કે ચિંતન કરવાથી સુખની અનુભૂતિ કરી શકાય. આધ્યાત્મિક સાધનાઓ અને પ્રવૃતિઓ હાથ ધરી શકાય. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ નો અભ્યાસ કે સંશોધન હાથ ધરી શકાય. કોઈ પણ જાતન...

મંગળનો વક્રી થઈને મીનમાં પ્રવેશ (04.10.2020 થી 14.11.2020)

મંગળ મહારાજ લગભગ દર બે વર્ષે વક્રી બને છે. વર્ષ 2020માં 10 સપ્ટેમ્બર , 2020 ના રોજ મંગળ મેષ રાશિમાં વક્રી બન્યો હતો. આજે 4 ઓક્ટોબર , 2020 ના રોજ વક્રી ભ્રમણ કરતાં મંગળે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. 14 નવેમ્બર , 2020 સુધી મંગળ મીન રાશિમાં વક્રી ભ્રમણ કરશે અને ત્યારબાદ મીન રાશિના 21 અંશે માર્ગી બનીને ફરી 24 ડીસેમ્બર , 2020 ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરી જશે.    બાર રાશિઓનાં બનેલાં રાશિચક્રમાં અગ્નિ અને જળ રાશિઓ વચ્ચેના સંધિસ્થળને ગંડાંત તરીકે ઓળખવામાં આવે છે. મેષ અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. જ્યારે મીન જળતત્વ ધરાવનારી રાશિ છે. અગ્નિ અને જળના આ ગંડાંત ક્ષેત્રમાંથી મંગળનું એક કરતાં વધુ વખત ભ્રમણ કુદરતી આફતો જેવી કે વાવાઝોડું , પૂર , સુનામી , આગજની , ભૂકંપ તેમજ હિંસાત્મક ઘટનાઓ વગેરે ઘટાવી શકે છે. (ગંડાંત વિશે વધુ જાણકારી મેળવવાં માટે વાંચો ‘ ગંડાંતના ગુરુની ગડમથલ ’) વ્યક્તિગત દ્રષ્ટિએ જોતાં મીન જળરાશિ છે અને મંગળ અકસ્માત , ઈજાઓનો કારક ગ્રહ છે. મીન રાશિમાં મંગળના વક્રી ભ્રમણ દરમિયાન અજાણ્યાં પાણીથી દૂર રહેવું હિતાવહ રહે.   મંગળ એ જોશ , ઉર્જા , સાહસ , આવેગ , ક્રોધ અને હિંસાનો કા...

સૂર્યના મીન ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ ૨૦૨૦

છબી
આજે 14 માર્ચ, 2020ના રોજ સવારે 11.55 કલાકે સૂર્ય મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરવાં જઈ રહ્યાં છે. સૂર્યના મીન રાશિમાં ગોચર ભ્રમણનો પ્રભાવ કેવો રહેશે? બાર જન્મરાશિઓ/જન્મલગ્નને કેવું ફળ મળશે? જાણો અને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો 

મીનના સૂર્યનો બાર રાશિઓ પર પ્રભાવ - 15/03/2019

છબી
15 માર્ચ , 2019 ના રોજ નવગ્રહોમાં રાજા એવા સૂર્ય મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. મીન રાશિના સ્વામી ગુરુ સાથે સૂર્યને મિત્રતા છે. લગભગ બે મહિના સુધી શત્રુ શનિની મકર અને ત્યારબાદ કુંભ રાશિમાં વિચરણ કર્યા બાદ મિત્રના ઘરમાં સૂર્યદેવનો મુકામ આરામદાયક રહેશે. વળી હવે અહીં સૂર્ય પર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહેલાં મિત્ર ગુરુની દ્રષ્ટિ પણ પડી રહી છે , જે શુભ છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચત્વ ધારણ કરે છે અને તેથી મીન રાશિમાં સૂર્ય ઉચ્ચાભિલાષી બની શુભ પરિણામ આપવાં સક્ષમ બને છે. જો કે મીન રાશિ જળતત્વ ધરાવતી રાશિ છે અને સૂર્ય અગ્નિતત્વ ધરાવતો ગ્રહ છે. આથી અહીં સૂર્ય પોતાની ઉગ્રતા અને આક્રમકતા થોડાંઘણાં અંશે ગુમાવે છે. જ્યોતિષમાં જળ એ લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતીક છે. મીન રાશિના સૂર્ય દરમિયાન લાગણી અને સંવેદનાઓ ઉગ્ર અને આક્રમક સ્વરૂપે વ્યક્ત થશે. જે કંઈ નિર્ણયો લેવાય કે ઘટનાઓ ઘટે તે લાગણીમાં દોરવાઈને ઘટે. તર્ક અને વ્યવહારુપણાંનો અભાવ રહે. ધ્યાન , યોગ અને અધ્યાત્મમાં પ્રગતિ માટે મીન રાશિનો સૂર્ય ફળદાયી રહે. મીન રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે જ મીનાર્ક કમુહૂર્તાનો પણ પ્ર...

ગુરુ - શુક્ર પરિવર્તન યોગ - માર્ચ 2018

હાલ 2 માર્ચ , 2018 થી પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર ભ્રમણ કરી રહેલો શુક્ર તુલા રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલાં ગુરુ સાથે પરિવર્તન યોગ રચી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ એ દેવોના ગુરુ અને શુક્ર એ દાનવોના ગુરુ છે. બંને ગુરુઓ વચ્ચે શત્રુતા છે પરંતુ એ ના ભૂલવું જોઈએ કે આ બે સજ્જનોની શત્રુતા છે. સજ્જનોની શત્રુતામાં વૈચારીક મતભેદો હોઈ શકે પરંતુ ક્રોધ , લડાઈ કે હિંસાને કોઈ સ્થાન હોતું નથી. હાલ આ પરિવર્તન યોગથી કહી શકાય કે બંને એકબીજાના વિચારોને સમજવાની કોશિશ કરી રહ્યા છે !! આ પરિવર્તન યોગ ગુરુની બે રાશિઓ ધનુ અને મીનમાંથી અને શુક્રની બે રાશિઓ વૃષભ અને તુલામાંથી ફક્ત ધનુ રાશિ/લગ્ન માટે શુભ ફળ આપશે. ધનુ માટે મહા પરિવર્તન યોગ રચાઈ રહ્યો છે. જયારે શુભ ભાવનાં સ્વામીઓ પરિવર્તન યોગમાં સંકળાયેલાં હોય ત્યારે મહા યોગ રચાય છે. આ શુભ ભાવો ૧ , ૨ , ૪ , ૫ , ૭ , ૯ , ૧૦ અને ૧૧ છે. અન્ય રાશિઓ મીન , વૃષભ અને તુલા માટે દૈન્ય પરિવર્તન યોગ રચાઈ રહ્યો છે. જ્યારે પરિવર્તન યોગમાં સંકળાયેલ ગ્રહોમાંથી કોઈ એક ગ્રહ ૬ , ૮ કે ૧૨માં ભાવનો સ્વામી હોય ત્યારે દૈન્ય યોગ રચાય છે. મીન , વૃષભ અને તુલા રાશિ / લગ્ન ધરાવતા જાતકોને...

વિક્રમ સંવત 2074નું વાર્ષિક રાશિ ભવિષ્ય

આજે ઓક્ટોબર 20 , 2017 ના રોજ નવવર્ષની શરૂઆત થવા જઈ રહી છે. વિક્રમ સંવત 2074નું આ વર્ષ બારેય રાશિઓ/જન્મલગ્ન માટે કેવું રહેશે તે જોઈએ.   અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે. 1. મેષ (અ , લ , ઈ) વર્ષારંભે આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. તા.26.10.2017ના રોજ અઢી વર્ષથી ચાલી રહેલી શનિની નાની પનોતીમાંથી મુક્તિ મળશે. ત્યારબાદનો સમય અનુકૂળ રહે. શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિનો અનુભવ થાય. આ વર્ષ દરમિયાન જીવનમાં કારકિર્દી કરતાં સંબંધો વધુ અગત્યનાં બને. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. પરિણીત જાતકોનો જીવનસાથી સાથેનો સંબંધ વધુ સંવાદિતાભર્યો બને. લગ્નજીવનની મુશ્કેલીઓનું નિવારણ આવી શકે છે. જીવનસાથીનું આરોગ્ય કાળજી માગી લે. વ્યાવસાયિક ભાગીદારીથી લાભ થવાની સંભાવના રહે. સ્થાવર સંપતિ અને વાહનની ખરીદી થઈ શકે છે. આમ છતાં સ્થાવર સંપતિ બાબતે પ્રશ્નો ઉભાં ન થાય તેની કાળજી રાખવી. અધૂરાં દસ્તાવેજો કે ગેરકાનૂની બાંધકામ ધરાવતી સંપતિ ખરીદવાથી દૂર રહેવું. માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતે ચિંતાનો અનુભવ થઈ શકે છે. ઘર અને કામના સ્...

બાર રાશિઓ અને કવિતા

શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો  J 1. મેષ અ લ ઈ રાશિ થઈ મેષ , દલીલથી થાકે નવ લેશ , વકીલ , વિતંડાવાદી વેશ , ભાગ્ય મેળે બાલ્યાવેશ.   2. વૃષભ વૃષભ તણી છે બ વ ઉ , જૂના વિચારોથી ભરપૂર , લીધી વાત ના મેલે કોર , જીવનભર સુખ સંપત જોર. 3. મિથુન મિથુન ક છ ઘ કહેવાય , બહુ દોડે પણ થાકી જાય , સેવા માટે સઘળે થાય , અપજશ માગે વિદાય. 4. કર્ક કર્ક કહે ડ ને હ હું , કોક મરે તો મારે શું , કરું કામ મારું ચૂપચાપ , મને ન ઓળખે મા ને બાપ. 5. સિંહ સિંહ સમોવડ મ ટ હોય , સુતાં જગાડી શકે ના કોઈ , રહે નહિ જો તારી વાત , લાખ મળે તોય મારું લાત. 6. કન્યા પ ઠ ણ કન્યાના તન , જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન , નડે નારને , નર સુખદાય , એ રાશિ કન્યા સરજાય. 7. તુલા ર ત તુલાની પહચાન , ડહાપણનો દરિયો ને ખાણ , ઠગી શકે ના એને ચોર , ગણિતમાં નવ એની જોડ. 8. વૃશ્ચિક વૃશ્ચિક ન ય સાદા જન , હલે ચલે ના એનું તન , ક્યારે કરડે જાણે કોણ ,...

રાહુના કન્યા અને કેતુના મીન રાશિ ભ્રમણનો પ્રભાવ

રાહુ અને કેતુ એક રાશિમાં આશરે દોઢ વર્ષ રહે છે. રાહુથી કેતુ હંમેશા 180 અંશ પર રહે છે. આ બંને ગ્રહોની ગતિ વક્રી રહે છે અને રાશિચક્રની ઉલ્ટી પરિક્રમા કરે છે. લગ્નસ્થાન , વ્યયસ્થાન , લાભસ્થાન , દસમસ્થાન , નવમસ્થાન - આ ક્રમથી ભ્રમણ કરે છે. જુલાઈ 12 , 2014ના રોજ રાહુએ કન્યા રાશિમાં અને કેતુએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. જાન્યુઆરી 29 , 2016 સુધી કન્યા અને મીન રાશિમાં રાહુ અને કેતુ ગોચર ભ્રમણ કરશે. આ સમયગાળા દરમિયાન બાર રાશિઓ/જન્મલગ્નોને કેવું ફળ મળશે તે જોઈએ. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો , દશા-અંતર્દશા , અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે બાબતો પર રહેલો છે. મેષ: રાહુએ ષષ્ઠમસ્થાનમાં અને કેતુએ વ્યયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં યશ અને સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. વ્યાપારમાં વૃદ્ધિ થાય. ચિંતાઓ દૂર થઈ શકે છે. ઋણ ચૂકવી શકાય. લગ્નજીવનની સમસ્યાઓમાં શાંતિનો અનુભવ થાય. રમત-ગમતમાં સફળતા મેળવી શકાય. જૂના મિત્રો લાભદાયી નીવડે. પરદેશથી લાભ થાય. આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે છે. વૃષ...