ગુરુ - શુક્ર પરિવર્તન યોગ - માર્ચ 2018

હાલ 2 માર્ચ, 2018થી પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર ભ્રમણ કરી રહેલો શુક્ર તુલા રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલાં ગુરુ સાથે પરિવર્તન યોગ રચી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ એ દેવોના ગુરુ અને શુક્ર એ દાનવોના ગુરુ છે. બંને ગુરુઓ વચ્ચે શત્રુતા છે પરંતુ એ ના ભૂલવું જોઈએ કે આ બે સજ્જનોની શત્રુતા છે. સજ્જનોની શત્રુતામાં વૈચારીક મતભેદો હોઈ શકે પરંતુ ક્રોધ, લડાઈ કે હિંસાને કોઈ સ્થાન હોતું નથી. હાલ આ પરિવર્તન યોગથી કહી શકાય કે બંને એકબીજાના વિચારોને સમજવાની કોશિશ કરી રહ્યા છે !! આ પરિવર્તન યોગ ગુરુની બે રાશિઓ ધનુ અને મીનમાંથી અને શુક્રની બે રાશિઓ વૃષભ અને તુલામાંથી ફક્ત ધનુ રાશિ/લગ્ન માટે શુભ ફળ આપશે. ધનુ માટે મહા પરિવર્તન યોગ રચાઈ રહ્યો છે. જયારે શુભ ભાવનાં સ્વામીઓ પરિવર્તન યોગમાં સંકળાયેલાં હોય ત્યારે મહા યોગ રચાય છે. આ શુભ ભાવો ૧, , , , , , ૧૦ અને ૧૧ છે. અન્ય રાશિઓ મીન, વૃષભ અને તુલા માટે દૈન્ય પરિવર્તન યોગ રચાઈ રહ્યો છે. જ્યારે પરિવર્તન યોગમાં સંકળાયેલ ગ્રહોમાંથી કોઈ એક ગ્રહ ૬, ૮ કે ૧૨માં ભાવનો સ્વામી હોય ત્યારે દૈન્ય યોગ રચાય છે. મીન, વૃષભ અને તુલા રાશિ/લગ્ન ધરાવતા જાતકોને અવરોધ કે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. 26 માર્ચ, 2018ના રોજ શુક્ર મહારાજ રાશિ પરિવર્તન કરીને મેષ રાશિમાં ગોચર ભ્રમણ શરૂ કરશે અને આ પરિવર્તન યોગની સમાપ્તિ થશે.

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
Thanks For Sharing This Useful Information I really Appreciate It Keep It up Would Love to Read Your Other Post as well
http://bit.do/d8BmX

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

નક્ષત્ર