શનિ જયંતી : શનિદેવની કૃપા પ્રાપ્તિનો વિશેષ અવસર
વૈશાખ માસની કૃષ્ણ પક્ષ અમાવસ્યાએ ભગવાન શનિદેવનો જન્મ થયો હતો. આ વર્ષે 2019માં શનિ જયંતીનું પર્વ 3 જૂન , સોમવારના દિવસે મનાવવામાં આવશે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવાં હેતુ તેમની વિશેષ પૂજા-આરાધના કરવામાં આવે છે. ખાસ કરીને શનિની સાડા-સાતી કે નાની પનોતીમાંથી પસાર થઈ રહેલાં જાતકો , શનિની મહાદશા ચાલી રહી હોય કે દૂષિત અથવા પીડિત શનિ ધરાવતાં જાતકો માટે આ દિવસ વધુ મહત્વ ધરાવનારો બની જાય છે. શાસ્ત્રો અનુસાર શનિદેવને સૂર્યદેવના પુત્ર માનવામાં આવે છે. સૂર્ય ની સંજ્ઞા નામક રાણી હતી . એકવા ર સંજ્ઞાથી સૂર્યનું તેજ સહન ન થતાં તેણે પોતાનાં પડછાયામાંથી એક પ્રતિકૃતિનું નિર્માણ કર્યું અને તેનામાં પ્રાણ પૂર્યાં. આ પ્રતિકૃતિ તે સૂ ર્યની બીજી પત્ની છાયા. બાદમાં સૂર્યદેવ આ ભ્રામક અને માયાવી છાયાના સંસર્ગમાં આવ્યાં અને છાયાનાં સંબંધથી સૂર્યદેવને ત્યાં શનિ મહારાજનો જન્મ થયો. જે ‘ છાયાપુત્ર ’ તરીકે પણ ઓળખાય છે. શનિનો વર્ણ શ્યામ છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારે સૂર્યદેવ તેને જોઈને નાખુશ થયા હતા. સૂર્યને દુઃખ થયું હતું કે પોતાના જેવો સુંદર અને ચળકતો વર્ણ ધરાવનારનો પુત્ર શ્યામ કઈ રીતે હોઈ શકે? ત