પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 2 થી 13 સૂર્યનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જન્મકુંડળીમાં પ્રથમસ્થાન/લગ્નસ્થાનમાં સૂર્ય જાતકના માથા પર વાળ ઓછાં હોવાનો સંકેત કરે છે . કાર્યો કરવામાં આળસુ પ્રકૃતિનો , ક્રોધી , પ્રસિદ્ધ વ્યક્તિ , સન્માનીય અને પ્રતિષ્ઠિત , નબળી દ્રષ્ટિ , બરછટ શરીર , સાહસી , ઉતાવળિયો અને કઠોર હોય છે. જો લગ્નસ્થાનમાં કર્ક રાશિમાં સૂર્ય હોય તો જાતક સોજેલી અથવા ફુલુ ધરાવતી આંખવાળો , મેષ રાશિમાં સૂર્ય હોય તો નબળી દ્રષ્ટિ ધરાવનાર , સિંહ રાશિમાં સૂર્ય હોય તો રતાંધળો હોય છે અને તુલા રાશિમાં સૂર્ય હોય તો જાતક ગરીબીથી પીડા પામે છે અને સંતાનોને ગુમાવે છે. દ્વિતીય ભાવ: જો સૂર્ય દ્વિતીયભાવમાં સ્થિત હોય તો જાતક નોકરચાકર અને ગાય , ભેંસ , બળદ વગેરે પશુઓના સુખથી સંપન્ન હોય છે. મુખના રોગથી પીડા પામે છે , સુખ અને સંપતિથી વંચિત રહે છે , રાજાના ક્રોધને લીધે અથવા ચોરને લીધે ધન ગુમાવે છે. તૃતીય ભાવ: તૃતીયભાવમાં સૂર્ય જાતકને પરાક્રમી અને બળવાન બનાવે છે. ભાઈ-બહેનને ગુમાવે છે , લોકો...