બુધના સિંહ રાશિમાં ગોચર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ (2017)

આજે તા.21.7.2017ના રોજ યુવરાજ બુધએ સવારે 10.25 કલાકે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તે તા.27.9.2017 સુધી ગોચર ભ્રમણ કરશે. તે દરમિયાન તા.13.8.2017ના રોજ વક્રી થશે અને તા.5.9.2017ના રોજ માર્ગી થશે. બુધનું સિંહ રાશિમાં થનારું આ ગોચર ભ્રમણ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ.

મેષ: અભ્યાસમાં મન ન લાગે. બુદ્ધિ યોગ્ય દિશામાં ન ચાલે. શેર સટ્ટામાં નુક્સાન થઈ શકે છે.

વૃષભ: સ્થાવર સંપતિને લીધે ધનલાભ થવાની શક્યતા રહે. વાહનથી લાભ થાય. ઘરમાં કે માતા સાથે ચર્ચાઓનું વાતાવરણ રહે.

મિથુન: લેખન કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય. બુદ્ધિ શાંત અને સ્થિર રહે. યાત્રા થવાની સંભાવના છે. કમ્યુનિકેશન યોગ્ય રીતે કરી શકાય.

કર્ક: મહત્વના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતી વખતે ધ્યાન રાખવું. નુક્સાન થવાની સંભાવના રહે. ભાઈ-બહેનને લીધે નાણાકીય વ્યય અથવા કૌટુંબિક ક્લેશ થવાની સંભાવના રહે.

સિંહ: સારા વિચારો આવે. લેખન કાર્ય સારી રીતે થઈ શકે. મન ચંચળ રહેવાની સંભાવના છે.

કન્યા: વ્યવસાયમાં મૂશ્કેલીઓ આવી શકે છે. ખર્ચાઓને લીધે આર્થિક તંગીનો અનુભાવ થાય. મન સ્વસ્થ ન રહે.  

તુલા: વ્યવસાયથી લાભ થાય. શેર‌ સટ્ટાથી લાભ થવાની સંભાવના છે. પ્રમોશન માટે શુભ સમય છે.

વૃશ્ચિક: લેખન તથા હિસાબની ગણતરીઓમાં ભૂલો થવાની સંભાવના છે. ઉપરી અધિકારીનો ઠપકો સાંભળવો પડી શકે છે.

ધનુ: લેખન, પ્રકાશન, પુસ્તક વેંચાણ, કમ્યુનિકેશનને લગતાં વ્યવસાય માટે શુભ સમય છે. અન્ય વ્યવસાય માટે સાધારણ સારો સમય રહે. હાથમાં પૈસા રહે.

મકર: ગૂઢ બાબતોને લગતાં અભ્યાસની રુચિમાં વધારો થઈ શકે છે. મહત્વના કાગળો અને દસ્તાવેજોને યોગ્ય રીતે રાખવાની વ્યવસ્થા ગોઠવી શકાય.

કુંભ: વ્યાપારથી લાભ રહે. નવો વ્યવસાય કે ચાલુ વ્યવસાયને આગળ વધારી શકાય. જીવનસાથી સાથે વાતચીતમાં સંવાદિતા રહે.

મીન: બુદ્ધિ સ્થિર રહે. દૈનિક કાર્યો શાંતિથી કરી શકાય. ચર્ચાઓ અને દલીલોમાં વિજયની પ્રાપ્તિ થઈ શકે છે. સ્પર્ધાત્મક પરિક્ષાને લગતો અભ્યાસ કરવા માટે યોગ્ય સમય છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર