પોસ્ટ્સ

પંચાગ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

પંચાંગનું અંગ : તિથિ

છબી
તિથિ અથવા ચાંદ્ર-દિન એ હિંદુ પંચાંગના પાંચ અંગોમાંનુ એક મહત્વનું અંગ છે. તિથિ અનુસાર જ ધાર્મિક ઉત્સવો , પર્વો અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે રહેલાં અંતરને આધારે તિથિનું નિર્માણ થાય છે. ભચક્રનું કુલમાન 360 અંશ છે. ચંદ્રની મધ્યમ ગતિ દરરોજની 13 અંશ જેટલી અને સૂર્યની લગભગ 1 અંશ જેટલી હોય છે. સૂર્ય અને ચંદ્ર આકાશમાં એક જ અંશે ભેગા થાય તેને અમાસ કહેવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય કરતાં ચંદ્રની ગતિ વધુ હોવાથી ચંદ્ર આગળ ચાલે છે. જ્યારે ચંદ્ર એ સૂર્ય કરતાં ૧૨ અંશ આગળ વધી જાય ત્યારે એક તિથિ પૂર્ણ થઈ ગણાય છે. આમ આગળ વધતાં વધતાં ચંદ્ર ફરી સૂર્ય સાથે આવી જાય એટલે કે ચંદ્ર ૩૬૦ અંશનું એક વર્તુળ પૂર્ણ કરે ત્યાં સુધીમાં ૩૦ તિથિઓ (૩૬૦/૧૨) પૂર્ણ થાય છે. તિથિઓ અનુક્ર્મે પ્રતિપદા , દ્વિતિયા , તૃતીયા વગેરે તરીકે ઓળખાય છે. ચંદ્ર જયારે સૂર્યની સામે ૧૮૦ અંશના અંતરે આવે ત્યારે પૂર્ણિમા થઈ કહેવાય છે. પહેલી ૧૫ તિથિઓ શુક્લપક્ષ તરીકે ઓળખાય છે. શુક્લપક્ષની ૧૫મી તિથિ પૂર્ણિમા કહેવાય છે. ત્યારબાદની બાકીની ૧૫ તિથિઓ કૃષ્ણપક્ષ તરીકે ઓળખાય છે. કૃષ્ણપક્ષની ૧૫મી તિથિ અમાવસ્યા કહેવાય છે. શુક્લ પ...

સંદેશ પંચાંગ વિ.સં 2076-77 (ઈ.સ. 2019-20-21)

છબી
સંદેશ પંચાંગ વિ.સં 2076-77, ઈ.સ. 2019-20-21 માં પ્રસિદ્ધ થયેલ લેખ ' અમાત્યકારક ગ્રહ : કર્મનો સૂત્રધાર'

જન્મનો વાર અને સ્વભાવ

છબી
વાર એટલે કે ફેરો, ફરતે જવું. વાર પંચાંગના પાંચ અંગોમાનું એક અંગ છે (પંચાંગ = પાંચ અંગ = વાર, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ). સાત ગ્રહોના નામ પરથી સાત વારના નામ પડેલાં છે. સર્વે ગ્રહોની ગતિ પ્રમાણે તેમનો ક્રમ છેલ્લેથી એટલે કે સૌથી ધીમી ગતિના ગ્રહથી શરૂ કરીને સૌથી ઝડપી ગતિ ધરાવતા ગ્રહ પ્રમાણે લઈએ તો શનિ, ગુરુ, મંગળ, સૂર્ય, શુક્ર, બુધ અને ચન્દ્ર એમ ગોઠવાય. આમાંનો પ્રથમ ગ્રહ શનિ લઈને ત્યારબાદ ચોથો ગ્રહ ફરી ફરી લઈએ તો સાતે વાર ક્રમ પ્રમાણે આવશે. પશ્ચિમી કેલેન્ડરમાં વાર એક મધ્યરાત્રિ એટલે કે રાત્રે ૧૨ કલાકે શરૂ થઈને બીજી મધ્યરાત્રિએ સમાપ્ત થાય છે. જ્યારે હિંદુ કેલેન્ડર અને જ્યોતિષ મુજબ વાર એક સૂર્યોદયથી શરૂ થઈને બીજા સૂર્યોદયે સમાપ્ત થાય છે. દરેક વારનું નામ જે-તે દિવસે સૂર્યોદય સમયે રહેલી હોરાના સ્વામી પરથી પાડવામાં આવ્યું છે. પંચાંગના પાંચેય અંગો પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં વાર એ અગ્નિતત્વનું પ્રતિનિધિત્વ કરે છે (વાર = અગ્નિતત્વ, તિથિ = જળતત્વ, કરણ = પૃથ્વીતત્વ, નક્ષત્ર = વાયુતત્વ, યોગ = આકાશતત્વ). વારને બીજા શબ્દમાં વાસર પણ કહેવામાં આવે છે. ‘વાસ’ એટલે કે વસવું અને ‘૨’ ...

જ્ન્મભૂમિ અને સંદેશ પંચાગ વિ.સં.૨૦૭૨ (નવેમ્બર ૨૦૧૫થી માર્ચ ૨૦૧૭)

છબી
પ્રિય વાચકમિત્રો, વિ.સં.2072, 2015 - 2016 વર્ષના જન્મભૂમિ પંચાગમાં આપ મારો 'આત્મદર્શક ગ્રહો' નામક લેખ વાંચી શકશો. આ જ વર્ષના સંદેશ પંચાગમાં 'પ્રેમ અને પ્રેમલગ્ન' વિષય પરનો લેખ વાંચી શકશો. જ્યોતિષરસિક મિત્રો માટે આ બંને લેખ રસપ્રદ રહેશે તેવી આશા.

જન્મભૂમિ પંચાંગ વિ.સં. ૨૦૭૦ (નવેમ્બર ૨૦૧૩થી માર્ચ ૨૦૧૫ સુધી)

પ્રિય વાચકમિત્રો, જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૭૦-૭૧ (નવેમ્બર ૨૦૧૩થી માર્ચ ૨૦૧૫ સુધી)માં આપ મારો ‘ પરસ્પર કારક ગ્રહો ’ વિષય પરનો લેખ વાંચી શકશો. આ લેખમાં જ્યોતિષ ગ્રંથોમાં વર્ણવેલ પરસ્પર કારક ગ્રહો અંગેના વિવિધ મતની છણાવટ કરેલ છે. જાતકને નીચેથી ઉચ્ચ સ્થાને પહોંચાડી દેનાર અને કુંડળીમાં યોગોનું વિશ્લેષણ કરતી વખતે વિશેષ મહત્વ ધરાવનાર આ યોગની ઉદાહરણ કુંડળીઓ આપીને સવિસ્તાર ચર્ચા કરેલ છે. આશા છે કે જ્યોતિષના જીજ્ઞાસુઓની જ્ઞાન પિપાસા સંતોષવામાં આ લેખ ઉપયોગી નીવડશે. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્કસ જણાવશો.

સંદેશ પંચાંગ વિ.સં. ૨૦૭૦-૭૧ (ઈ.સ. ૨૦૧૩-૧૪-૧૫)

પ્રિય વાચકમિત્રો, સંદેશ પંચાંગ વિ.સં. ૨૦૭૦-૭૧મા આપ મારો ‘જ્યોતિષ ફળકથનમાં સંશોધનની સંભાવના’ નામક લેખ વાંચી શકશો. આ લેખમાં આધુનિક યુગમાં જ્યોતિષ ફળકથનમાં સંશોધનની જરૂરીયાત અને વિશેષ કરીને એક સ્ત્રીની દ્રષ્ટિએ પૌરાણિક જ્યોતિષને આધુનિક સંદર્ભમાં મૂલવવાનો પ્રયાસ કરેલ છે. આશા રાખું છું જ્યોતિષમાં રસ ધરાવતા મિત્રોને આ લેખ પસંદ પડશે. લેખ અંગેના આપના પ્રતિભાવ આવકાર્ય છે.

પંચક એટલે શું?

પંચક એટલે પાંચનો સમૂહ. દર મહિને ચન્દ્રના કુંભ અને મીન રાશિમાંથી પસાર થવાના સમયને પંચક કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષ અનુસાર એક રાશિચક્ર ૧૨ રાશિઓ અને ૨૭ નક્ષત્રોનું બનેલું છે. ચન્દ્ર આશરે ૨૭ દિવસમાં રાશિચક્રનું એક ભ્રમણ પૂરું કરે છે. એટલે કે એક રાશિમાંથી પસાર થતા ચન્દ્રને આશરે સવા બે દિવસ જેટલો સમય લાગે. કુંભ અને મીન એ બે રાશિઓમાંથી પસાર થતા ચન્દ્રને આશરે પાંચ દિવસ લાગે છે. આથી આ પાંચ દિવસનાં સમૂહને પંચક કહેવામાં આવે છે. ઉપરાંતમાં કુંભ અને મીન રાશિમાં કુલ પાંચ નક્ષત્રો સમાયેલા છે. આથી આ પાંચ નક્ષત્રોના સમૂહને લીધે પણ ચન્દ્રના આ પાંચ નક્ષત્રમાંથી પસાર થવાના કાળને પંચક કહેવામાં આવે છે. પંચકનો પ્રારંભ ધનિષ્ઠાના ત્રીજા ચરણથી થાય છે અને શતભિષા, પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદમાંથી પસાર થઈ રેવતિ નક્ષત્રની સમાપ્તિએ અંત પામે છે. બીજા શબ્દોમાં ચન્દ્ર જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે પંચકનો પ્રારંભ થાય છે અને મેષ રાશિમાં પ્રવેશ કરે એટલે અંત આવે છે. પંચક કાળ દરમિયાન પાંચ કાર્યો કરવા વર્જિત ગણવામાં આવ્યા છે. ઘાસ, લાકડું વગેરે ઈંધણ એકઠું કરવું, દક્ષિણ દિશાની યાત્રા કરવી, ઘર પર છત નાખવી, પલંગ ...

કયા વારે કઈ પ્રવૃત્તિ કરશો?

વાર એટલે કે ફેરો, ફરતે જવું. વાર પંચાંગના પાંચ અંગોમાનું એક અંગ છે (પંચાંગ = પાંચ અંગ = વાર, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ). સાત ગ્રહોના નામ પરથી સાત વારના નામ પડેલાં છે. સર્વે ગ્રહોની ગતિ પ્રમાણે તેમનો ક્રમ છેલ્લેથી એટલે કે સૌથી ધીમી ગતિના ગ્રહથી શરૂ કરીને સૌથી ઝડપી ગતિ ધરાવતા ગ્રહ પ્રમાણે લઈએ તો શનિ, ગુરુ, મંગળ, સૂર્ય, શુક્ર, બુધ અને ચન્દ્ર એમ ગોઠવાય. આમાંનો પ્રથમ ગ્રહ શનિ લઈને ત્યારબાદ ચોથો ગ્રહ ફરી ફરી લઈએ તો સાતે વાર ક્રમ પ્રમાણે આવશે. પશ્ચિમી કેલેન્ડરમાં વાર એક મધ્યરાત્રિ એટલે કે રાત્રે ૧૨ કલાકે શરૂ થઈને બીજી મધ્યરાત્રિએ સમાપ્ત થાય છે. જ્યારે હિંદુ કેલેન્ડર અને જ્યોતિષ મુજબ વાર એક સૂર્યોદયથી શરૂ થઈને બીજા સૂર્યોદયે સમાપ્ત થાય છે. દરેક વારનું નામ જે-તે દિવસે સૂર્યોદય સમયે રહેલી હોરાના સ્વામી પરથી પાડવામાં આવ્યું છે. પંચાંગના પાંચેય અંગો પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં વાર એ અગ્નિતત્વનું પ્રતિનિધિત્વ કરે છે (વાર = અગ્નિતત્વ, તિથિ = જળતત્વ, કરણ = પૃથ્વીતત્વ, નક્ષત્ર = વાયુતત્વ, યોગ = આકાશતત્વ). વારને બીજા શબ્દમાં વાસર પણ કહેવામાં આવે છે. ‘વાસ’ એટલે કે વસવું અને ‘૨’ એ ...

મુંબઈ સમાચાર પંચાગ વિ.સં. ૨૦૬૮-૬૯ (તા.૨૭.૧૦.૨૦૧૧થી તા.૧૦.૦૪.૨૦૧૩)

પ્રિય વાચકમિત્રો, આપ મારો વધુ એક લેખ 'આત્મકારક' મુંબઈ સમાચાર પંચાગ વિ.સં.૨૦૬૮-૬૯ (તા.૨૭.૧૦.૨૦૧૧થી તા.૧૦.૦૪.૨૦૧૩)માં વાંચી શકશો. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્ક્સ જણાવશો.

જન્મભૂમિ પંચાગ વિ.સં. ૨૦૬૮ (નવેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૩)

પ્રિય વાચકમિત્રો, જન્મભૂમિ પંચાગ વિ.સં. ૨૦૬૮ (નવેમ્બર ૨૦૧૧થી માર્ચ ૨૦૧૩)માં આપ મારો 'ગુલિક' એ વિષય પરનો લેખ વાંચી શકશો. ગુલિક એ શનિનો ઉપગ્રહ છે. લેખમાં ગુલિકની ગણતરી કરવાની રીત આપીને ફળાદેશમાં તેના મહત્વ વિશે સમજાવેલ છે. ગુલિક અને માન્દિ વિશે પ્રવર્તતી મૂંઝવણ વિશે ચર્ચા કરેલ છે. ગુલિકનું બાર ભાવમાં ફળ, નૈસર્ગિક કારક ગ્રહો સાથેની તેની યુતિ અને તેના દ્વારા રચાતા રાજયોગ વિશે ચર્ચા કરેલ છે. આ ઉપરાંત ગુલિક દ્વારા કઈ રીતે આયુષ્યકાળ અને મારક દશાઓ કઈ રીતે નક્કી કરવી તે વિશે પણ ઉદાહરણ સહિત ચર્ચા કરેલ છે. આશા રાખું છુ જ્યોતિષરસિક મિત્રોને આ લેખ ઉપયોગી બનશે. લેખ વાંચીને આપના પ્રતિભાવો જણાવવાનું ભૂલશો નહિ.

જન્મભૂમિ પંચાગ વિ.સં ૨૦૬૭ (નવેમ્બર ૨૦૧૦થી માર્ચ ૨૦૧૨)

પ્રિય વાચકમિત્રો, જન્મભૂમિ પંચાગ વિ.સં ૨૦૬૭ (નવેમ્બર ૨૦૧૦થી માર્ચ ૨૦૧૨) પ્રગટ થઈ ગયેલ છે. જેમાં આપ મારો 'ગ્રહોનાં મરણસ્થાન' એ વિષય પરનો લેખ વાંચી શકશો. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્ક્સ જણાવશો.

પંચાંગ

પંચાગ એટલે કે પંચ + અંગ. જે રીતે નામ સૂચવે છે તેમ પંચાગ પાંચ અંગો ધરાવે છે. ૧. તિથિ ૨. વાર ૩. નક્ષત્ર ૪. યોગ ૫. કરણ. જ્યોતિષમાં આ પાંચ અંગો કાળનાં વિભાગો દર્શાવે છે. કાળની ગણના સૂર્ય અને ચન્દ્રની ગતિ અને સ્થિતિને આધારે કરવામાં આવે છે. આમ પંચાગ એ સૂર્ય અને ચન્દ્રની ગતિ અને સ્થિતિની પાંચ પ્રકારે થતી અભિવ્યક્તિ છે. પંચમહાભૂત તત્વોમાં તિથિ એ જળ, વાર એ અગ્નિ, નક્ષત્ર એ વાયુ, યોગ એ આકાશ અને કરણ એ પૃથ્વી તત્વ છે. ૧. તિથિ સૂર્ય અને ચન્દ્ર આકાશમાં એક જ અંશે ભેગા થાય તેને અમાસ કહેવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય કરતાં ચન્દ્રની ગતિ વધુ હોવાથી ચન્દ્ર આગળ ચાલે છે. જ્યારે ચન્દ્ર એ સૂર્ય કરતાં ૧૨ અંશ આગળ વધી જાય ત્યારે એક તિથિ પૂર્ણ થઈ ગણાય છે. આમ આગળ વધતાં વધતાં ચન્દ્ર ફરી સૂર્ય સાથે આવી જાય એટલે કે ચન્દ્ર ૩૬૦ અંશનું એક વર્તુળ પૂર્ણ કરે ત્યાં સુધીમાં ૩૦ તિથિઓ(૩૬૦/૧૨) પૂર્ણ થાય છે. તિથિઓ અનુક્ર્મે પ્રતિપદા, દ્વિતિયા, તૃતીયા વગેરે તરીકે ઓળખાય છે. ચન્દ્ર જયારે સૂર્યની સામે ૧૮૦ અંશના અંતરે આવે ત્યારે પૂર્ણિમા થઈ કહેવાય છે. પહેલી ૧૫ તિથિઓ શુક્લપક્ષ તરીકે ઓળખાય છે. શુક્લપક્ષની ૧૫મી તિથિ પૂર્ણિમા કહેવાય છે. ત્...