પોસ્ટ્સ

જુલાઈ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંદેશ પ્રત્યક્ષ પંચાંગ વિ.સં ૨૦૭૮, ઈ.સ. ૨૦૨૧-૨૦૨૨

છબી
જીવનમાં ક્યાં આકાશી ગ્રહોને લીધે વ્યક્તિ એકલતા અનુભવે છે ? ક્યાં ગ્રહયોગો એકલતાનું ‘ કહેવાતું ’ દુ:ખ આપે છે ? ‘ કહેવાતું ’ એટલાં માટે કે આમ તો ખરેખર એકલતામાં જ સર્જન અને સાધના શક્ય બને છે! જાણવાં માટે વાંચો સંદેશ પ્રત્યક્ષ પંચાંગ વિ.સં ૨૦૭૮ , ઈ.સ. ૨૦૨૧-૨૦૨૨માં પ્રસિદ્ધ થયેલો મારો લેખ “ એકલતા-આકાશી ગ્રહો”.

જુલાઈ ૨૦૨૧ - ગોચર ગ્રહોનું ફળ

છબી
બુધનો મિથુન રાશિમાં પ્રવેશ : જુલાઈ ૭ , ૨૦૨૧ થી જુલાઈ ૨૫ , ૨૦૨૧ સુધી જુલાઈ ૭ , ૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૬ કલાકે બુધ મહારાજ સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે. બુધ મહારાજ પોતાની રાશિમાં બળવાન બને છે. આ સમય હવે બુધના આ ગોચરનો આનંદ ઉઠાવવાનો છે. લાંબો સમય વૃષભ રાશિમાં રાહુની સાથે અને વક્રી-માર્ગી ભ્રમણ કર્યા બાદ હવે સ્વરાશિમાં બુધ આરામ અને આનંદનો અનુભવ કરશે. મિથુન રાશિમાં જુલાઈ ૧૬ , ૨૦૨૧ સુધી બુધ સૂર્યની સાથે યુતિમાં રહીને બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. જુલાઈ ૧૬ , ૨૦૨૧ના રોજ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરી જશે અને ત્યારબાદ બુધ એકલો જ મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. મિથુન રાશિના બુધ ઉપર હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુની પંચમ દ્રષ્ટિ રહેશે. બુધના મિથુન રાશિનો આ સમય મુસાફરી કે યાત્રાઓ સંબંધી શુભ રહી શકે છે. વધુને વધુ લોકો ઘરથી બહાર નીકળીને યાત્રા-પ્રવાસો કરી શકે છે. આ સમય વિશેષ કરીને અભ્યાસ સંબંધી યાત્રા કે કશુંક નવું શીખવાં માટે કરાતી યાત્રા અર્થે વધુ શુભ રહી શકે છે. યાત્રા , બૌદ્ધિક કાર્યો અને કમ્યુનિકેશનમાં સરળતાનો અનુભવ થાય. આ સમય દરમિયાન આપણે આપણાં વિચારોને વધુ સારી અને સ્પષ્ટ રીતે અભિવ્યક્