શનિના મકર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ
જ્યોતિષ જગત માટે મોટી અને મહત્વની કહી શકાય તેવી ઘટના ૨૪ જાન્યુઆરીના રોજ ઘટવા જઈ રહી છે. ૨૪ જાન્યુઆરી , ૨૦૨૦ના રોજ સવારે ૦૯.૫૧ કલાકે શનિ મહારાજ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. કર્મનું ફળ પ્રદાન કરનાર ન્યાયના દેવતા અને દંડાધિકારી એવાં શનિ મહારાજ એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. બધાં ગ્રહોમાં શનિ સૌથી લાંબા સમય સુધી એક રાશિમાં ભ્રમણ કરે છે. આથી શનિ નું રાશિ પરિવર્તન સતત અઢી વર્ષ સુધી સુખ કે દુ:ખ આપનારું બની રહેતું હોવાથી મહત્વનું બને છે. ૨૪ જાન્યુઆરી , ૨૦૨૦ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરતો શનિ અહીં ૨૯ એપ્રિલ , ૨૦૨૨ સુધી ભ્રમણ કરશે. ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. ફરી વક્રી થઈને ૧૨ જૂલાઈ , ૨૦૨૨ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે. અંતે ૧૭ જાન્યુઆરી , ૨૦૨૩ના રોજ શનિ મકર રાશિમાંથી અંતિમ વિદાય લઈને કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આ સમય દરમિયાન ત્રણ વખત વક્રી બનશે. આ ઉપરાંત મકર રાશિમાં ભ્રમણ દરમિયાન શનિ ગુરુ સાથે જોડાણ પણ કરશે. શનિના ગોચર ભ્રમણની તારીખો જાન્યુઆરી ૨૪ , ૨૦૨૦ – મકર રાશિ પ્રવેશ એપ્રિલ ૨૯ , ૨૦૨૨ – કુંભ રાશિ પ્રવેશ જૂલાઈ ૧૨ , ૨૦૨૨ – મકર રાશિ પ્રવેશ જાન