શ્રી શનિ વજ્રપંજર કવચ

શ્રી શનિ વજ્રપંજર કવચ બ્રહ્માંડપુરાણમાં આપેલ છે. આ કવચ સ્વયં બ્રહ્માએ દેવર્ષિ નારદને બતાવ્યું હતું. શનિની સાડાસાતી પનોતી દરમિયાન શ્રી શનિવજ્રપંજર કવચનો પાઠ પરમ રક્ષક તરીકેનું કાર્ય કરે છે. મનની ઉદાસી અને અકર્મણ્યતા દૂર કરે છે. કાર્યક્ષેત્રમાં સફળતા, અભ્યાસ અને જીવનના અન્ય ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આ એક પ્રામાણિક કવચ છે. જેના પર શનિની સાડાસાતી કે મહાદશા ચાલતી હોય તેમણે આ કવચનો નિત્ય પાઠ કરવો જોઈએ. જે મનુષ્ય આ કવચનો નિત્ય પાઠ કરે છે તેનાં સર્વે દુ:ખ દૂર થાય છે. આ કવચના પાઠથી શનિદેવ અત્યંત પ્રસન્ન થઈને ભક્તોનું દરેક પ્રકારે રક્ષણ કરે છે તેમજ દરેક મનોરથ પૂર્ણ કરે છે તેમાં કોઈ શંકા નથી. આ કવચનો નિત્ય પાઠ કરવાથી જન્મલગ્નના સર્વ દોષો સંપૂર્ણ નાશ પામે છે.
  


નીલામ્બરો નીલવપુ: કિરીટી ગૃધ્રસ્થિતસ્ત્રાસકરો ધનુષ્માન
ચતુર્ભુજ: સૂર્યસુત: પ્રસન્ન: સદા મમ સ્યાદ્વરદ: પ્રશાન્ત:

બ્રહ્મા ઉવાચ

શ્રૃણુધ્વમૃષય: સર્વે શનિપીડાહરં મહત
કવચં શનિરાજસ્ય સૌરેરિદમનુત્તમમ ૨॥

કવચં દેવતાવાસં વજ્રપંજર સંજ્ઞકમ
શનૈશ્ચરપ્રીતિકરં સર્વસૌભાગ્યદાયકમ ૩॥

ૐ શ્રી શનૈશ્ચર: પાતુ ભાલં મે સૂર્યનન્દન:
નેત્રે છાયાત્મજ: પાતુ પાતુ કર્ણો યમાનુજ: ૪॥

નાસાં વૈવસ્વત: પાતુ મુખં મે ભાસ્કર: સદા:
સ્નિગ્ધકંઠશ્ચ મે કંઠ ભુજૌ પાતુ મહાભુજ: ૫॥

સ્કન્ધૌ પાતુ શનિશ્ચૈવ કરૌ પાતુ શુભપ્રદ:
વક્ષ: પાતુ યમભ્રાતા કુક્ષિં પાત્વસિતસ્તથા ૬॥

નાભિં ગ્રહપતિ: પાતુ મન્દ: પાતુ કટિં તથા
ઉરુ મમાન્તક: પાતુ યમો જાનુયુગં તથા ૭॥

પાદૌ મન્દગતિ: પાતુ સર્વાંગમ પાતુ પિપ્પલ:
અંગોપાંગાનિ સર્વાણિ રક્ષેન્મે સૂર્યનન્દન: ૮॥

ઈત્યેતત્કવચં દિવ્યં પઠેત્સૂર્યસુતસ્ય ય:
ન તસ્ય જાયતે પીડા પ્રીતો ભવતિ સૂર્યજ: ૯॥

વ્યયજન્મદ્વિતીયસ્થો મૃત્યુસ્થાનગતોપિ વા
કલત્રસ્થો ગતો વાપિ સુપ્રીતસ્તુ સદા શનિ: ૧૦॥

અષ્ટમસ્થે સૂર્યસુતે વ્યયે જન્મદ્વિતીયગે
કવચં પઠતે નિત્યં ન પીડા જાયતે ક્વચિત ૧૧॥

ઈત્યેતત્કવચં દિવ્યં સૌરેર્યન્નિર્મિતં પુરા
દ્વાદશાષ્ટમજન્મસ્થ દોષાન્નાશયતે સદા
જન્મલગ્નસ્થિતાન્દોષાન્સર્વાન્નાશયતે પ્રભુ: ૧૨॥

ઈતિ શ્રી બ્રહ્માંડપુરાણે બ્રહ્મનારદસંવાદે શનિવજ્રપંજરકવચં સંપૂર્ણમ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર