સિંહ રાશિનાં મંગળનો બાર રાશિઓ પર પ્રભાવ
૨૬ મે, ૨૦૧૦ના રોજ મંગળે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છેલ્લાં લગભગ આઠ મહિનાથી પોતાની નીચ રાશિ કર્કમાં ભ્રમણ કરી રહ્યો હતો. સામાન્ય રીતે એક રાશિમાં આશરે ૪૫ દિવસ સુધી રહેનારો મંગળ વક્રી થવાને લીધે લાંબા સમય સુધી કર્ક રાશિમાં રહ્યો. પરંતુ હાલ હવે સિંહ રાશિમાં પ્રવેશેલો મંગળ આગામી ૨૦ જુલાઈ, ૨૦૧૦ સુધી સિંહ રાશિમાં ભ્રમણ કરશે. બારેય રાશિઓને સિંહ રાશિમાં મંગળનું ગોચર ભ્રમણ કેવું ફળ આપશે તે જોઈએ. મેષ મેષ રાશિને પંચમ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ સંતાને બાબતે ચિંતા કરાવે. સંતાનો સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ટાળવું. નાણાકીય ખર્ચને કાબુમાં રાખવો. પેટની બિમારીઓથી સાવધ રહેવું. હરિફો અને શત્રુઓથી હેરાનગતિ સંભવી શકે. વૃષભ વૃષભ રાશિને ચતુર્થ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ માનસિક ચિંતાઓ કરાવે. ચિત અસ્થિર રહે તેમજ ભોજન અને ઉંઘ અનિયમિત બને. ઘરમાં અશાંતિ રહે અને પરિવારજનોનાં વિરોધનો સામનો કરવો પડે. જમીન-મિલ્કતને લગતાં નિર્ણયો સંભાળીને લેવાં. મિથુન મિથુન રાશિને તૃતીય સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ સાહસ અને પરાક્રમની વૃધ્ધિ કરાવે. શત્રુઓ પર...