પોસ્ટ્સ

મે, 2008 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પ્રારબ્ધ અને પુરુષાર્થ

જન્મકુંડળીનાં ૩, ૬, ૧૦ અને ૧૧ સ્થાનો ઉપચય સ્થાનો છે. ઉપચય એટલે કે વૃધ્ધિ. ઉપચય નામ જ સૂચવે છે કે આ સ્થાનોને લગતી બાબતો કે પ્રવૃતિઓની વૃધ્ધિ શક્ય છે. તેમને સારી કરવી કે સુધારવી શક્ય છે. આ એ સ્થાનો છે જ્યાં આપણી દ્ર્ઢ ઈચ્છાશક્તિ અને પુરુષાર્થ કામ કરે છે. કાળપુરુષની કુંડળીમાં ઉપચય સ્થાનોનાં માલિક બુધ અને શનિ છે. બુધ અને શનિની જાતિ અનિર્ણયાત્મક છે. સ્ત્રી છે કે પુરુષ? સ્ત્રી પણ હોઇ શકે છે અને પુરુષ પણ હોઇ શકે છે. આમ પણ જઈ શકે છે અને તેમ પણ જઈ શકે છે. આમ, આપણી પાસે પસંદગી કરવાનો રસ્તો ખુલ્લો થાય છે. દરેકની કુંડળીમાં આ ચાર સ્થાનો હોય છે અને તેને લગતી બાબતો કે પ્રવૃતિઓ આપણી દ્ર્ઢ ઈચ્છાશક્તિ અને પુરુષાર્થ પર આધારિત છે. ઉપચય સ્થાનો આપણને આપણું ભાગ્ય બદલવાની તક આપે છે. જન્મકુંડળીનાં કેટલાંક સ્થાનો એવાં છે જે આપણને આપણાં પાછલાં જન્મોનાં કર્મો ભોગવવાની ફરજ પાડે છે. જયાં આપણી દ્ર્ઢ ઈચ્છાશક્તિ અને પુરુષાર્થ કામ આવતો નથી. જે આપણું દ્ર્ઢ ભાગ્ય હોય છે અને આપણે તેને ભોગવવું જ પડે છે. ૪, ૮, અને ૧૨ સ્થાનો કાર્મિક સ્થાનો છે અને જલરાશિઓ કાર્મિક રાશિઓ છે. આ સ્થાનોને લગતી બાબતો કે પ્રવૃતિઓ ભાગ્ય આધારિત છે. એવ