પ્રારબ્ધ અને પુરુષાર્થ

જન્મકુંડળીનાં ૩, ૬, ૧૦ અને ૧૧ સ્થાનો ઉપચય સ્થાનો છે. ઉપચય એટલે કે વૃધ્ધિ. ઉપચય નામ જ સૂચવે છે કે આ સ્થાનોને લગતી બાબતો કે પ્રવૃતિઓની વૃધ્ધિ શક્ય છે. તેમને સારી કરવી કે સુધારવી શક્ય છે. આ એ સ્થાનો છે જ્યાં આપણી દ્ર્ઢ ઈચ્છાશક્તિ અને પુરુષાર્થ કામ કરે છે. કાળપુરુષની કુંડળીમાં ઉપચય સ્થાનોનાં માલિક બુધ અને શનિ છે. બુધ અને શનિની જાતિ અનિર્ણયાત્મક છે. સ્ત્રી છે કે પુરુષ? સ્ત્રી પણ હોઇ શકે છે અને પુરુષ પણ હોઇ શકે છે. આમ પણ જઈ શકે છે અને તેમ પણ જઈ શકે છે. આમ, આપણી પાસે પસંદગી કરવાનો રસ્તો ખુલ્લો થાય છે. દરેકની કુંડળીમાં આ ચાર સ્થાનો હોય છે અને તેને લગતી બાબતો કે પ્રવૃતિઓ આપણી દ્ર્ઢ ઈચ્છાશક્તિ અને પુરુષાર્થ પર આધારિત છે. ઉપચય સ્થાનો આપણને આપણું ભાગ્ય બદલવાની તક આપે છે.

જન્મકુંડળીનાં કેટલાંક સ્થાનો એવાં છે જે આપણને આપણાં પાછલાં જન્મોનાં કર્મો ભોગવવાની ફરજ પાડે છે. જયાં આપણી દ્ર્ઢ ઈચ્છાશક્તિ અને પુરુષાર્થ કામ આવતો નથી. જે આપણું દ્ર્ઢ ભાગ્ય હોય છે અને આપણે તેને ભોગવવું જ પડે છે. ૪, ૮, અને ૧૨ સ્થાનો કાર્મિક સ્થાનો છે અને જલરાશિઓ કાર્મિક રાશિઓ છે. આ સ્થાનોને લગતી બાબતો કે પ્રવૃતિઓ ભાગ્ય આધારિત છે.

એવું પણ કહેવાય છે કે જો મોટા ભાગનાં ગ્રહો જન્મકુંડળીનાં દ્રશ્ય ગોળાર્ધમાં (ભાવ ૭ થી ૧) રહેલાં હોય તો પુરુષાર્થ વડે ભાગ્યને બદલી શકાય છે. જ્યારે જન્મકુંડળીનાં અદ્રશ્ય ગોળાર્ધમાં (ભાવ ૧ થી ૭) રહેલાં ગ્રહો ભાગ્ય આધારિત જિંદગી સૂચવે છે.

જ્યોતિષ આપણી જિંદગીમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકે. ધારો કે આપણે કોઇ રસ્તે ચાલી રહ્યા હોઇએ તો જ્યોતિષ આપણને આગળ ચાલતાં રસ્તામાં આવતાં ખાડા વિશે ચેતવી શકે. હવે આપણે એ ખાડાને કૂદી જવો છે કે એની અંદર જઈ પડવું છે તે આપણે જ નક્કી કરવાનું છે. ગ્રહો આપણાં રસ્તામાં ખાડાનું નિર્માણ કરી શકે પરંતુ આપણને એ ખાડાની અંદર પડવાની ફરજ ન પાડી શકે. અહીં ખાડો એ દ્રઢ ભાગ્ય છે અને તેને કૂદી જવો તે પુરુષાર્થ છે.

ટિપ્પણીઓ

None એ કહ્યું…
Good one. Looking forward to see more articles.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા