પોસ્ટ્સ

તિથિ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

પંચાંગનું અંગ : તિથિ

છબી
તિથિ અથવા ચાંદ્ર-દિન એ હિંદુ પંચાંગના પાંચ અંગોમાંનુ એક મહત્વનું અંગ છે. તિથિ અનુસાર જ ધાર્મિક ઉત્સવો , પર્વો અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે રહેલાં અંતરને આધારે તિથિનું નિર્માણ થાય છે. ભચક્રનું કુલમાન 360 અંશ છે. ચંદ્રની મધ્યમ ગતિ દરરોજની 13 અંશ જેટલી અને સૂર્યની લગભગ 1 અંશ જેટલી હોય છે. સૂર્ય અને ચંદ્ર આકાશમાં એક જ અંશે ભેગા થાય તેને અમાસ કહેવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય કરતાં ચંદ્રની ગતિ વધુ હોવાથી ચંદ્ર આગળ ચાલે છે. જ્યારે ચંદ્ર એ સૂર્ય કરતાં ૧૨ અંશ આગળ વધી જાય ત્યારે એક તિથિ પૂર્ણ થઈ ગણાય છે. આમ આગળ વધતાં વધતાં ચંદ્ર ફરી સૂર્ય સાથે આવી જાય એટલે કે ચંદ્ર ૩૬૦ અંશનું એક વર્તુળ પૂર્ણ કરે ત્યાં સુધીમાં ૩૦ તિથિઓ (૩૬૦/૧૨) પૂર્ણ થાય છે. તિથિઓ અનુક્ર્મે પ્રતિપદા , દ્વિતિયા , તૃતીયા વગેરે તરીકે ઓળખાય છે. ચંદ્ર જયારે સૂર્યની સામે ૧૮૦ અંશના અંતરે આવે ત્યારે પૂર્ણિમા થઈ કહેવાય છે. પહેલી ૧૫ તિથિઓ શુક્લપક્ષ તરીકે ઓળખાય છે. શુક્લપક્ષની ૧૫મી તિથિ પૂર્ણિમા કહેવાય છે. ત્યારબાદની બાકીની ૧૫ તિથિઓ કૃષ્ણપક્ષ તરીકે ઓળખાય છે. કૃષ્ણપક્ષની ૧૫મી તિથિ અમાવસ્યા કહેવાય છે. શુક્લ પ...

પંચાંગ

પંચાગ એટલે કે પંચ + અંગ. જે રીતે નામ સૂચવે છે તેમ પંચાગ પાંચ અંગો ધરાવે છે. ૧. તિથિ ૨. વાર ૩. નક્ષત્ર ૪. યોગ ૫. કરણ. જ્યોતિષમાં આ પાંચ અંગો કાળનાં વિભાગો દર્શાવે છે. કાળની ગણના સૂર્ય અને ચન્દ્રની ગતિ અને સ્થિતિને આધારે કરવામાં આવે છે. આમ પંચાગ એ સૂર્ય અને ચન્દ્રની ગતિ અને સ્થિતિની પાંચ પ્રકારે થતી અભિવ્યક્તિ છે. પંચમહાભૂત તત્વોમાં તિથિ એ જળ, વાર એ અગ્નિ, નક્ષત્ર એ વાયુ, યોગ એ આકાશ અને કરણ એ પૃથ્વી તત્વ છે. ૧. તિથિ સૂર્ય અને ચન્દ્ર આકાશમાં એક જ અંશે ભેગા થાય તેને અમાસ કહેવામાં આવે છે. ત્યારબાદ સૂર્ય કરતાં ચન્દ્રની ગતિ વધુ હોવાથી ચન્દ્ર આગળ ચાલે છે. જ્યારે ચન્દ્ર એ સૂર્ય કરતાં ૧૨ અંશ આગળ વધી જાય ત્યારે એક તિથિ પૂર્ણ થઈ ગણાય છે. આમ આગળ વધતાં વધતાં ચન્દ્ર ફરી સૂર્ય સાથે આવી જાય એટલે કે ચન્દ્ર ૩૬૦ અંશનું એક વર્તુળ પૂર્ણ કરે ત્યાં સુધીમાં ૩૦ તિથિઓ(૩૬૦/૧૨) પૂર્ણ થાય છે. તિથિઓ અનુક્ર્મે પ્રતિપદા, દ્વિતિયા, તૃતીયા વગેરે તરીકે ઓળખાય છે. ચન્દ્ર જયારે સૂર્યની સામે ૧૮૦ અંશના અંતરે આવે ત્યારે પૂર્ણિમા થઈ કહેવાય છે. પહેલી ૧૫ તિથિઓ શુક્લપક્ષ તરીકે ઓળખાય છે. શુક્લપક્ષની ૧૫મી તિથિ પૂર્ણિમા કહેવાય છે. ત્...