Pixabay મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ : જૂન ૨ , ૨૦૨૧ થી જુલાઈ ૨૦ , ૨૦૨૧ સુધી જૂન ૨ , ૨૦૨૧ના રોજ પ્રાત:કાળ ૦૬.૫૨ કલાકે મંગળ મહારાજ પોતાની નીચ રાશિ કર્કમાં પ્રવેશ કરી રહ્યાં છે. મંગળ લગભગ દર બે વર્ષે પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરે છે. આથી મંગળનું આ ભ્રમણ નોંધપૂર્ણ રહેવાની સંભાવના છે. જળતત્વ ધરાવતી કર્ક રાશિમાં અગ્નિતત્વ ધરાવતાં મંગળની હાલત દયનીય બને છે. કાળપુરુષની કુંડળીમાં કર્ક રાશિ ચતુર્થસ્થાનમાં પડે છે. ચતુર્થસ્થાન ઘર-પરિવારનો નિર્દેશ કરે છે. સમગ્ર દુનિયામાં ઘર એ એવું સ્થળ છે કે જ્યાં આપણે સલામતી અને સુરક્ષાનો અનુભવ કરીએ છીએ. હવે યુદ્ધના કારક એવાં સેનાપતિ મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ આપણી અંદર અસુરક્ષાની લાગણી પેદા કરી શકે છે. લાગણીઓ અને સંવેદનાઓ આક્રમકસ્વરૂપે બહાર આવે કે વ્યક્ત થાય તેવી સંભાવના રહે. હાલ શનિ મહારાજ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. મંગળના કર્ક પ્રવેશ સાથે જ શનિ અને મંગળની પ્રતિયુતિ રચાશે. મંગળ અને શનિની આ પ્રતિયુતિ અકળામણ , હતાશા કે નિરાશાની લાગણી પેદા કરી શકે છે. હકીકતમાં મંગળ અને શનિ પરસ્પર વિરોધી ગુણો ધરાવનાર ગ્રહો છે. મંગળને ઉતાવળે , જોશપૂર્વક અને ઝડપથી કાર્યો પૂર્ણ કરવા...