ગુજરાતી જ્યોતિષ | Learn Vedic Astrology-Jyotish in Gujarati | જ્યોતિષ શીખો | Mantra મંત્ર | Numerology અંકશાસ્ત્ર | Vastu વાસ્તુ | ~ Articles by Vinati Davda
આપના પ્રતિભાવ !
લિંક મેળવો
Facebook
X
Pinterest
ઇમેઇલ
અન્ય ઍપ
*********
કહેવાય છે કે જોડીઓ ઉપર સ્વર્ગમાંથી બનીને આવતી હોય છે. લગ્ન એ ભાગ્યની વાત છે. પરંતુ લગ્નમેળાપક એ શક્ય હોય તેટલું યોગ્ય અને સુસંગત પાત્ર શોધવાનો પુરુષાર્થ છે. જ્યોતિષ હંમેશા પુરુષાર્થને પ્રોત્સાહન આપનારું શાસ્ત્ર રહ્યું છે.
આદિત્ય હ્રદય સ્તોત્ર સૂર્યદેવની સ્તુતિ માટે વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં આપેલ છે. વાલ્મીકી રામાયણમાં અગત્સ્ય ઋષિએ ભગવાન શ્રીરામને આદિત્ય હ્રદય સ્તોત્રથી સૂર્યની સ્તુતિ કરવાની સલાહ આપી હતી. અગત્સ્ય મુનિની સલાહ માનીને ભગવાન શ્રીરામે આદિત્ય હ્રદય સ્તોત્રનો પાઠ કર્યો અને રાવણનો વધ કરી શક્યા. આદિત્ય હ્રદય સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી જીવનને આધ્યાત્મિક અને શારીરિક સ્વસ્થતાની દિશામાં લઈ જઈ શકાય છે. ચેતનામાં દિવ્યતાનો અનુભવ કરી શકાય છે. આ સ્તોત્રમાં સૂર્યના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. નિયમિત આ સ્તોત્રના પાઠ કરવાથી સૂર્યના ગુણો આત્મસાત થઈને શક્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શારીરિક તંદુરસ્તીની પ્રાપ્તિ થઈ શકે છે. રોગોનો નાશ થઈને સ્વસ્થ-તંદુરસ્ત જીવન જીવવામાં સહાય મળે છે. માનસિક શાંતિ , ધ્યાન અને સ્થિરતાનો અનુભવ કરી શકાય છે. ॥ વિનિયોગ ॥ ૐ અસ્ય આદિત્ય હૃદયસ્તોત્રસ્યાગસ્ત્યઋષિરનુષ્ટુપછન્દઃ , આદિત્યહૃદયભૂતો ભગવાન્ બ્રહ્મા દેવતા નિરસ્તાશેષવિઘ્નતયા બ્રહ્મવિદ્યાસિદ્ધૌ સર્વત્ર જયસિદ્ધૌ ચ વિનિયોગ : । ॥ ઋષ્યાદિન્યાસ ॥ ૐ અગસ્ત્યઋષયે નમઃ , શિરસિ । અનુષ્ટુપ્ છન્દસે નમઃ , મુખ...
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે શનિદેવ રોહિણી-શકટ ભેદન કરે ત્યારે પૃથ્વી પર બાર વર્ષો સુધી દુષ્કાળ પડે અને પ્રાણીઓનું બચવું મુશ્કેલ થઈ જાય. કહેવાય છે કે આ યોગ રાજા દશરથના સમયમાં આવનાર હતો. જ્યારે જ્યોતિષીઓએ રાજા દશરથને આ વિશે જણાવ્યું તો પ્રજાને બચાવવા માટે મહારાજ દશરથ પોતાના વિશેષ રથ દ્વારા આકાશ માર્ગે નક્ષત્રમંડળ પહોંચી ગયા. ત્યાં જઈને પહેલાં તેમણે શનિદેવને પ્રણામ કર્યા અને પછી પૃથ્વીવાસીઓની ભલાઈ માટે ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધનું આહ્વાન કર્યુ. શનિદેવ તેમની આ કર્તવ્યનિષ્ઠા જોઈને અત્યંત પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. શનિદેવને પ્રસન્ન જોઈને મહારાજ દશરથે એમની સ્તુતિ કરી અને કહ્યું કે ‘ હે શનિદેવ! પ્રજાના કલ્યાણ માટે આપ રોહિણી નક્ષત્રનું ભેદન ન કરો ’. શનિદેવ પ્રસન્ન હતાં અને તેમણે તરત જ મહારાજ દશરથને તથાસ્તુ કહ્યું અને સાથે-સાથે એ પણ કહ્યું કે જે માનવી તમારા દ્વારા કરેલા આ સ્તોત્રથી મારી સ્તુતિ કરશે એની ઉપર મારો અશુભ પ્રભાવ ક્યારેય નહિ પડે. નમ: કૃષ્ણાય નીલાય શિતિકંઠનિભાય ચ । નમ: કાલાગ્નિરુપાય કૃતાન્તાય ચ વૈ નમ: ॥ ૧॥ નમો નિર્માંસદેહાય દીર્ઘશ્મશ્રુજટાય ચ । નમો વિ...
ટિપ્પણીઓ